નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ન્યૂઝક્લિકના સંસ્થાપક પ્રબીર પુરકાયસ્થ અને HR વડા અમિત ચક્રવર્તીની ગેરકાયદે રોકથામ અધિનિયમ (UAPA) હેઠળ એક કેસમાં દિલ્હી પોલીસ દ્વારા રિમાન્ડ, એફઆઈઆર અને ધરપકડને પડકારતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. 4 ઓક્ટોબરે પુરકાયસ્થ અને ચક્રવર્તીને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતાં. ન્યૂઝ પોર્ટલને ચીન સમર્થક પ્રચાર પ્રસાર માટે પૈસા આપવામાં આવ્યાં હતાં તેવા આરોપ બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
હાઈકોર્ટે ચુકાદો રાખ્યો અનામત: ગેરકાયદે ગતિવિધી રોકથામ અધિનિયમ (UAPA) હેઠળના કેસમાં દિલ્હી પોલીસ દ્વારા તેમના રિમાન્ડ, એફઆઈઆર અને ધરપકડને પડકારતી અરજી પરનો ચુકાદો હાઈકોર્ટે અનામત રાખ્યો છે. 4 ઓક્ટોબરે પુરકાયસ્થ અને ચક્રવર્તીને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ન્યૂઝ પોર્ટલને ચીન તરફી પ્રચાર ફેલાવવા માટે ચૂકવણી કરવામાં આવી હોવાના આરોપોને પગલે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
સ્પેશિયલ સેલની દલીલ: જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે આ કેસમાં દિલ્હી પોલીસ અને ન્યૂઝક્લિક તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. સ્પેશિયલ સેલ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે, અરજદારો અને બેઠેલા લોકો વચ્ચે ઈમેલની આપલે ગંભીર છે. સોલિસિટર જનરલે સ્પેશિયલ સેલ તરફ થી પક્ષ રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, અરજદારો અને ચીનમાં બેઠેલા લોકો વચ્ચે ઈમેલનું આદાન-પ્રદાનમાં સૌથી ગંભીર આરોપો માંથી એક સામે આવ્યો છે કે, તેઓ અરુણાચલ પ્રદેશને ભારતની સરહદની બહાર દર્શાવતો નકશો રજૂ કરવાની યોજના બનાવી રહ્યાં હતાં.
શું છે આરોપ: તાજેતરમાં જ દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે આરોપીઓ સામે કાર્યવાહી અને એફઆઈઆરની નકલ સોંપી હતી. જે અનુસાર એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ગુપ્ત બાતમી મળી હતી કે, વિદેશ માંથી કરોડો રૂપિયાની રકમ ગેરકાયદે ભારતમાં પહોંચાડાઈ છે. આગળ જણાવ્યું કે, ગૌતમ નવલખા જે પીપીકે ન્યૂઝક્લિક સ્ટૂડિયો પ્રાઈવેટ લિમિટેડમાં શેરધારક છે, તે ભારત વિરોધી તેમજ ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ રહ્યાં છે. તેમના સંબંધ પાકિસ્તાનના આઈએસઆઈ એજન્ટ ગુલામ નબી ફઈ સાથે પણ છે. પ્રબીર, નવિલ રૉય સિંઘમ અને તેમની કંપની સાથે જોડાયેલા કેટલાંક કર્મચારી વચ્ચે ઈમેઈલ થકી વાતચીત થઈ. જેમાં તે વાતનો ખુલાસો થયો કે, આ લોકો અરૂણાચલ અને કાશ્મીરને ભારતના નક્શાથી બહાર કરવા પર વાત કરી રહ્યાં હતાં.
FIRમાં ઉલ્લેખ: એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ગુપ્ત માહિતી મળી છે કે, કરોડો રૂપિયાના નાણા વિદેશથી ગેરકાયદે રીતે ભારતમાં લાવવામાં આવ્યા છે. વધુમાં જણાવાયું છે કે, ગૌતમ નવલખા કે જેઓ PPK ન્યૂઝક્લિક સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડમાં શેરહોલ્ડર છે. તે ભારત વિરોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યાં છે. પાકિસ્તાનના ISI એજન્ટ ગુલામ નબી ફઈ સાથે પણ તેના સંબંધો છે. પ્રબીર, નેવિલ રોય સિંઘમ અને તેમની કંપની સાથે જોડાયેલા કેટલાક કર્મચારીઓ વચ્ચે ઈમેલ પર વાતચીત થઈ હતી. જેમાં ખુલાસો થયો છે કે આ લોકો અરુણાચલ અને કાશ્મીરને ભારતના નકશામાંથી બહાર કરવાની વાત કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પર એ પણ આરોપ લગાવ્યો છે કે, ન્યૂઝક્લિકના એડિટર ઈન ચીફ પ્રબીર પુરકાયસ્થ અને તેમના સાથી જોસેફ રાજ, અનુપ ચક્રવર્તી, બપ્પાદિત્યા સિન્હા દ્વારા ગેરકાયદે ઉચાપત પણ કરવામાં આવતી હતી.
આ પણ વાંચો