- દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રની જાટકણી કાઢી
- દિલ્હીમાં ઓક્સિજનની સપ્લાય સુનિશ્ચિત કરે કેન્દ્ર સરકાર - દિલ્હી હાઇકોર્ટ
- આગામી સુનાવણી સોમવારના રોજ થશે
નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું કે, હવે પાણી માથાથી ઉપર જતું રહ્યું છે, હવે કેન્દ્ર સરકારને કોઇપણ ભોગે દરેક વ્યવસ્થા ઉભી કરવી પડશે. કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી સોમવારના રોજ કરશે.
આ પણ વાંચો - દેશના કુલ 73.05 ટકા કોરોનાના કેસ માત્ર 10 રાજ્યોમાંથી જ નોંધાયા : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય
કેન્દ્ર સરકાર આજે જ 490 મેટ્રીક ટન ઓક્સિજનનો જથ્થો સપ્લાય સુનિશ્ચિત કરે
દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો કે, દિલ્હીમાં ઓક્સિજનની સપ્લાય સુનિશ્ચિત કરે. આ સાથે હાઇકોર્ટે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર આજે જ 490 મેટ્રીક ટન ઓક્સિજનનો જથ્થો સપ્લાય સુનિશ્ચિત કરે.
આ પણ વાંચો - દિલ્હીમાં GNTCD એક્ટ લાગુ, હવે ગવર્નર હશે દિલ્હીના બોસ