ETV Bharat / bharat

દિલ્હીમાં બ્લાસ્ટઃ ઘટનાસ્થળ પરથી ચીઠ્ઠી મળી, ઈરાનનું કનેક્શન બહાર આવ્યું

દિલ્હીના એપીજે અબ્દુલ કલામ રોડ પર ઇઝરાઇલી દૂતાવાસની સામે થયેલા બ્લાસ્ટ કેસમાં દિલ્હી પોલીસને સ્થળ પરથી એક ચીઠ્ઠી મળી આવ્યો હતો. જેમાં ઈરાની કનેક્શન હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

દિલ્હી બ્લાસ્ટ
દિલ્હી બ્લાસ્ટ
author img

By

Published : Jan 30, 2021, 12:00 PM IST

  • વિસ્ફોટની આગોતરી સંભાવનાથી વિશેષ સેલને એક પત્ર મળ્યો
  • ઇઝરાઇલના રાજદૂતને લખવામાં આવ્યો પત્ર
  • પોલીસે બોમ્બ બનાવનારાઓની શોધખોળ આદરી

નવી દિલ્હી: શુક્રવારે સાંજે એપીજે અબ્દુલ કલામ રોડ પર થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં દિલ્હી પોલીસને સ્થળ પરથી મળેલા પત્રમાં ઈરાની કનેક્શન હોવાનું બહાર આવ્યું હતું. આ સિવાય ત્યાંથી કેટલાક CCTV ફૂટેજ પણ મળી આવ્યા હતા. જેમાં ખુલાસો થયો છે કે કેબમાંથી આવેલા બે યુવાનોએ ત્યા બોમ્બ મુક્યો હતો. પોલીસની ટીમે કેબ ચાલકની પૂછપરછ પણ કરી હતી. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બ્લાસ્ટને માત્ર ટ્રેલર ગણાવ્યો

મળતી માહિતી મુજબ, વિસ્ફોટની આગોતરી સંભાવનાથી વિશેષ સેલને એક પત્ર મળ્યો હતો. જે ઇઝરાઇલના રાજદૂતને લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ધમકી આપવામાં આવી હતી અને આ બ્લાસ્ટને માત્ર ટ્રેલર ગણાવ્યો હતો. તેમાં ઈરાનના પાવરફુલ જનરલ કાસિમ સુલેમાની સહિત બે ઇરાની શહીદોના નામ હતા. જાન્યુઆરી 2020માં અમેરિકાએ ડ્રોન હૂમલામાં તેને મારી દીધો હતો. બીજું નામ મોહસીન ફખરીઝદેહનું છે. જે ઈરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિક હતા. ગયા વર્ષે નવેમ્બરમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ પત્રમાં મળેલી ધમકીઓ બાદ ઇઝરાઇલી દૂતાવાસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

બ્લાસ્ટના આરોપી કેબમાં આવ્યા હતા

સ્થળ પર તપાસ કરતાં સ્પેશિયલ સેલે રસ્તા પરનાં બધા કેમેરાનાં સીસીટીવી ફૂટેજ કાઢ્યાં હતા. જેમાં જોવા મળ્યું કે, બે યુવકો ત્યાં કેબમાં આવ્યા હતા. તે બ્લાસ્ટના થોડા સમય પહેલા ઉતર્યો હતો. ત્યારબાદ તે સ્થળ પર બોમ્બ લઇને ચાલીને ગયો હતો. આ પછી સ્પેશિયલ સેલની ટીમે કારમાં બેસીને આ સ્થળે આવેલા કેબ ચાલકની પૂછપરછ કરી હતી. મળેલી માહિતીની મદદથી પોલીસે હવે બોમ્બ બનાવનારાઓની શોધખોળ આદરી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.