અમદાવાદ: અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં બિહારના ઉપ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુજરાતીઓને ઠગ કહેવાના મુદ્દે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં છેલ્લી બે સુનાવણી દરમિયાન વિવિધ સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે. આ કેસમાં આજે અન્ય બીજા પાંચ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.
'યાદવના કેસમાં આજે કુલ 5 લોકોએ જુબાની આપી છે. અત્યાર સુધીમાં કુલ 10 સાક્ષીઓ જુબાની આપી ચૂક્યા છે. આગામી સુનાવણી 28 તારીખે થશે ત્યારે વિશેષ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. ઇન્ડિયન ઇન્ડિયન પીનલ કોડ 204 મુજબનું હીયરિંગ થશે અને ત્યારબાદ જો કોર્ટને યોગ્ય લાગશે તો તેજસ્વી યાદવ સામે ગુનો દાખલ કરીને સમન્સ ઇશ્યૂ કરવામાં આવશે.' -પ્રફુલ પટેલ, એડવોકેટ
સાક્ષીની જુબાની: કચ્છના ગાંધીધામ થી લુવાણા સમાજના પ્રમુખ બળવંતભાઈ ઠક્કરે જુવાની આપતા કોર્ટમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ગુજરાતીઓએ સારામાં સારા કામ કરીને નામના મેળવી રહ્યા છે જેમ કે પ્રમુખસ્વામી મહારાજ, મોરારીબાપુ ,રમેશભાઈ ઓઝા, મહાત્મા ગાંધી, સામ પિત્રોડા, શ્યામજી કૃષ્ણ વર્મા, અંબાણી અદાણી જેવા લોકોએ ઘણી બધી વિભૂતિઓ આપણું નામ વિશ્વ ફલક ઉપર વંદનીય બનાવ્યું છે ત્યારે ગુજરાતીઓને ઠગ કહીને ગુજરાતીઓની લાગણી દુભાવી રહ્યા છે. જેથી બીજી વખત કોઈ આવું ઉચ્ચારણ ન કરે તે મુજબ જુબાની આપેલી છે.
પુનરાવર્તન ના થાય તે માટે ઉપસ્થિત: કનુભાઈ પંચાલ એક એડવોકેટ છે તેમણે પણ જુબાની આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની કોઈપણ વ્યક્તિ માટે રાજકારણી એલ-ફેલ બોલી જાય અને એને દાખલો બેસે તેવી સજા ના થાય તો તે ગુજરાતી માટે ઘણું બધું નુકસાન કહેવાય. આવી ભૂલનો વિશ્વમાં કંઈ પણ પુનરાવર્તન ના થાય તે માટે અમે નામદાર કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈને મે સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ જુબાની આપેલી છે.
શું છે સમગ્ર કેસ?: આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો તેજસ્વી યાદવ સામે ગુજરાતીઓને ઠગ કહેવાના મામલે તેમની સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અમદાવાદના વ્યવસાય હરેશ મહેતા દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે અરજીમાં ગુજરાતીઓને ઠગ કહેવાતા તેમની અને ગુજરાતી તરીકે લાગણી દુભાણી છે. આ ગુજરાતીઓનું અપમાન છે.