- DCGIએ બાળકો માટેની કોવેક્સિનને આપી મંજૂરી
- બાળકોને કોવેક્સિનના 2 ડોઝ આપવામાં આવશે
- જૂનમાં કરવામાં આવ્યો હતો બાળકો પર કોવેક્સિનનો ટ્રાયલ
હૈદરાબાદ: ભારતમાં હવે બાળકોને પણ કોરોના વેક્સિન (Corona Vaccine For Children) લગાવી શકાશે. કેન્દ્ર સરકારે 2થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશન (Vaccination) માટે સ્વદેશી કોવેક્સિન (Covaxin)ને મંજૂરી આપી દીધી છે. ડ્રગ કંટ્રોલર જનલર ઑફ ઇન્ડિયા એટલે કે DCGI (Drug Controller General of India) પ્રમાણે વેક્સિનના 2 ડોઝ આપવામાં આવશે. બાળકોને 28 દિવસમાં વેક્સિનના બન્ને ડોઝ આપવામાં આવશે.
અન્ય કંપનીઓ પણ બનાવી રહી છે બાળકો માટે વેક્સિન
અત્યારે દેશમાં પુખ્ત વયના લોકોને કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પુતનિક-V એમ 3 વેક્સિન આપવામાં આવી રહી છે. આમાંથી કોવેક્સિન ભારત બાયોટેકે બનાવી છે. કોવિશીલ્ડ બનાવનારી સીરમ ઇન્સ્ટિટ્યુટ પણ બાળકોની વેક્સિન કોવોવેક્સ બનાવવાની તૈયારી કરી રહી છે. તો ઝાયડસ કેડિલાની વેક્સિન ઝાયકોવ-ડીનો ક્લિનિકલ ટ્રાય પૂર્ણ થઈ ચૂક્યો છે. તેને મંજૂરી મળવાની રાહ જોવામાં આવી રહી છે. આ વેક્સિન મોટાઓની સાથે બાળકોને પણ લગાવવામાં આવશે.
12 મેના બાળકો પર કોવેક્સિનના ટ્રાયલની ભલામણ કરી હતી
DCGIની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ત્રીજી લહેરની ચેતવણી બાદ 12 મેના બાળકો પર કોવેક્સિનના ટ્રાયલની ભલામણ કરી હતી. આને માનતા DCGIએ ટ્રાયલની મંજૂરી આપી હતી. ભારત બાયોટેકે બાળકો પર કોવેક્સિનનો ટ્રાયલ જૂનમાં કર્યો હતો. કોવેક્સિનને 3 ફેઝના ટ્રાયલ બાદ બાળકો પર ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. દુનિયાના અલગ-અલગ દેશોમાં પણ આ જ રીતે ટ્રાયલ્સ બાદ બાળકો માટે વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.
આ દેશોમાં બાળકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે
અમેરિકા મેથી ફાઇઝરની વેક્સિન 12 વર્ષથી વધારે ઉંમરના તમામ બાળકોને લગાવવાનું શરૂ કરી ચૂક્યું છે. આગામી વર્ષ સુધી ત્યાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ વેક્સિનેશનની શરૂઆત થઈ શકે છે. યુરોપિયન યુનિયને 23 જુલાઈના મોડર્નાની વેક્સિનને બાળકો માટે અપ્રુવ કરી છે. 12થી 17 વર્ષ સુધીના બાળકોને યુરોપિયન યુનિયનમાં મૉડર્નાની વેક્સિન લગાવવામાં આવશે. ઇઝરાઇલ પણ 12 વર્ષ સુધીના બાળકોને વેક્સિનેટ કરવાનું શરૂ કરી ચૂક્યું છે. તો કેનેડા એ દેશોમાંથી છે જ્યાં સૌથી પહેલા વેક્સિનનેશનની શરૂઆત થઈ હતી. કેનેડાએ ડિસેમ્બર 2020માં જ 16 વર્ષ સુધીના તમામ લોકો માટે ફાઇઝરની વેક્સિનને અપ્રુવલ આપ્યું હતું. મેમાં 12 વર્ષ સુધીના બાળકોને પણ આમાં સામેલ કરવામાં આવ્યા. આ ઉપરાંત માલ્ટા અને ચિલી જેવા નાના દેશોએ પણ બાળકોને વેક્સિનેટેડ કરવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,313 નવા કેસ, 181 મૃત્યુ
આ પણ વાંચો: BJP સાંસદ મનોજ તિવારી થયા ઘાયલ, CM નિવાસસ્થાનની બહાર કરી રહ્યા હતા પ્રદર્શન