- આગામી 12 કલાકમાં "યાસ" ખૂબ ગંભીર શ્રેણીના તોફાનમાં ફેરવાશે
- સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને દૂર કરવાના પ્રયાસો શરૂ કરી દીધા
- પશ્ચિમ બંગાળમાં ભારે પવન અને વરસાદ
જગતસિંગપુર: પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ટકી રહેલું ચક્રવાતી તોફાન સોમવારે મોડી રાત્રે ધીરે ધીરે વધતા ભયંકર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. એવું માનવામાં આવે છે કે, આગામી 12 કલાકમાં તે ખૂબ ગંભીર શ્રેણીના તોફાનમાં ફેરવાશે. તે જ સમયે આને ધ્યાનમાં રાખીને, કેન્દ્રપરા, જગતસિંગપુર, બાલાસોર, ભદ્રક જેવા સંવેદનશીલ જિલ્લાઓના કલેક્ટરે ચક્રવાત કેન્દ્રોમાંથી સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને દૂર કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
આ પણ વાંચો: ઓલપાડ તાલુકામાં વાવઝોડાથી થયેલા નુકસાનનો સર્વે શરૂ
લોકોને નજીકના સલામત ઘરો સુધી પહોંચવાની અપીલ
BDOના જણાવ્યા અનુસાર, અમે બપોર સુધીમાં તમામ લોકોને શાળાઓ અને કોલેજોમાં બનાવેલા હંગામી આશ્રયસ્થાનો કેન્દ્રોમાં સ્થાનાંતરિત કરીશું. ત્યાં બધાં માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંના કોવિડ માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને નજીકના સલામત ઘરો સુધી પહોંચવાની અપીલ છે.
ભુવનેશ્વરમાં ભારે વરસાદ શરૂ
ઓડિશામાં ચક્રવાત યાસને કારણે ભુવનેશ્વરમાં ભારે વરસાદ શરૂ થયો.
ડીજી NDRF એસ.એન. પ્રધાનના જણાવ્યા અનુસાર, ચક્રવાત યાસને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં NDRFની વધુ 10 ટીમો તૈનાત કરવામાં આવી હતી. રાજ્યમાં કુલ 45 ટીમો તૈનાત છે.
પશ્ચિમ બંગાળના દિઘામાં ભારે પવન અને વરસાદ છે.
આ પણ વાંચો: ભાવનગરના ઘોઘા બંદરે લાગ્યું ભયસુચક 9 નંબરનું સિગ્નલ
12 કલાકમાં વધુ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચક્રવાતી તોફાન છેલ્લા છ કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશામાં કલાકના નવ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. તે પારાદિપની દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં અને બાલાસોરથી 460 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં આગળ વધી રહ્યું છે. તે આગામી 12 કલાકમાં વધુ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.