ગ્વાલિયર: દિલ્હીથી ભોપાલ આવી રહેલી વંદે ભારત ટ્રેન સાથે અકસ્માત સર્જાયો હતો. ગુરુવારે મોડી સાંજે વંદે ભારત ટ્રેન જ્યારે ભોપાલ જઈ રહી હતી ત્યારે ગ્વાલિયરના ડાબરા રેલવે સ્ટેશન પાસે ગાય સાથે અથડાતાં આગળના ભાગને નુકસાન થયું હતું.
ટ્રેનનું બોનેટ ક્ષતિગ્રસ્ત: ગાયને ટક્કર માર્યા બાદ વંદે ભારત ટ્રેન લગભગ 20 મિનિટ સુધી ઊભી રહી અને પછી તેને રવાના કરવામાં આવી. ગાય સાથે અથડાયા બાદ ટ્રેનના આગળના બોનેટને નુકસાન થયું છે. ઘટના બાદ ટેકનિકલ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. ત્યારબાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ આ વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી ભોપાલના રાણી કમલાવતી રેલવે સ્ટેશન સુધી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: MP: વંદે ભારત ટ્રેનમાં સેલ્ફી લેવી પડી મોંઘી, મહિલાને ચૂકવવા પડ્યા 5470 રૂપિયા
RPFને બોલાવવી પડીઃ જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી, કારણ કે આ ટ્રેન ગ્રામીણ વિસ્તારોમાં પ્રથમ વખત રોકાઈ હતી. આથી આજુબાજુના ગામોને આ વાતની જાણ થતાં તેઓ એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ આરપીએફ પોલીસને પણ સ્થળ પર બોલાવવી પડી હતી. આરપીએફ પોલીસે સ્થળ પર હાજર ભીડને દૂર કરી અને ટ્રેનને રિપેર કરીને ભોપાલ મોકલવામાં આવી.
આ પણ વાંચો: દક્ષિણ ભારતને ફરી એકવાર વંદે ભારત ટ્રેનની ભેટ મળી
અવાર-નવાર અકસ્માતો: આ પહેલા પણ વંદે ભારત ટ્રેનના અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા છે. આણંદ આણંદ રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેનની અડફેટે આવી જતા મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ રેલવે સ્ટેશન નજીક આવેલા ઇસ્માઇલ નગર રેલ્વે ફાટક પાસે મંગળવારે 3:30થી 4 વાગ્યાના અરસામાં રેલવેના પાટા ઓળંગી રહેલી 54 વર્ષીય મહિલાને ફૂલ ઝડપે આવી રહેલી વંદે ભારત ટ્રેનની અડફેટે લેતા મોત થયું હતું.