ETV Bharat / bharat

વડાપ્રધાને કોરોનાના વધતા કેસ અંગે વ્યક્ત કરી ચિંતા, બેદરકારી ન કરવાની આપી સલાહ - prime minister narendra modi

વડાપ્રધાન મોદી(Prime Minister Narendra Modi)એ કોરોના(corona)ના વધતા જતા કેસ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું છે કે, અમારી સહેજ પણ બેદરકારી કોરોના(corona) સામે આપણી લડત નબળી પડી જશે. તેમણે કહ્યું કે, કોવિડ -19નું સંકટ હજુ પૂરું થયું નથી, તેથી બેદરકારી માટે કોઈ સ્થાન ન હોવું જોઇએ.

વડાપ્રધાને કોરોનાના વધતા કેસ પર વ્યક્ત કરી ચિંતા

author img

By

Published : Jul 9, 2021, 9:45 AM IST

  • કોવિડ -19નું સંકટ હજુ પૂરું થયું નથી
  • મહામારી વિરુદ્ધ ભારતની લડાઇ જોરમાં ચાલી રહી છે
  • બીજા ઘણા દેશોમાં સંક્રમણના કેસો વધી રહ્યા છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ભીડવાળી જગ્યાએ લોકો દ્વારા COVID-19 ના નિયમોનું પાલન ન કરવા પર ચિંતા વ્યક્ત કરતા ગુરુવારે કહ્યું હતું કે, બેદરકારી માટે કોઈ જગ્યા ન હોવી જોઇએ અને નાની ભૂલના પણ ખરાબ પરિણામ મળી શકે છે, જેનાથી મહામારી સામે લડાઇ નબળી પડી શકે છે. ભીડભાડવાળી જગ્યાઓના ચિત્રો અને વીડિયોનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદી(Prime Minister Narendra Modi)એ કહ્યું કે, આ સારા દૃશ્ય નથી અને તેના કારણે આપણી અંદર 'ભયની અનુભૂતિ' થવી જોઇએ.

આ પણ વાંચોઃ PM Modi Advices to New Ministers: અનાવશ્યક નિવેદનો આપવાથી બચો

લોકો માસ્ક પહેર્યા વગર અને સામાજિક અંતરનું પાલન કર્યા વિના જોવા મળી રહ્યા છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધા(Prime Minister Narendra Modi)ને મંત્રિપરિષદ વિસ્તારના એક દિવસ પછી પ્રધાનો સાથે વાતચીત કરી અને કહ્યું હતું કે, લોકો માસ્ક પહેર્યા વગર અને સામાજિક અંતરનું પાલન કર્યા વિના જોવા મળી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહામારી વિરુદ્ધ ભારતની લડાઇ જોરમાં ચાલી રહી છે તથા રસીકરણ અભિયાન અને પરીક્ષણોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

વાયરસમાં ઉત્પરિવર્તન પણ થઇ રહ્યું છે

એક સૂત્રએ કહ્યું હતું કે, વડાપ્રધા(Prime Minister Narendra Modi)ને કહ્યું છે કે, આવા સમયે બેદરકારીને કોઇ સ્થાન ના હોવું જોઈએ. એક નાની ભૂલનું મોટું પરિણામ આવી શકે છે અને તેનાથી COVID-19 વિરુદ્ધ લડાઇ નબળી પડી શકે છે. તેમણે કહ્યું કે, 'વડાપ્રધાને કહ્યું હતું કે, તાજેતરના મહિનાઓમાં સંક્રમણના જેટલા કેસ સામે આવી રહ્યા હતા, તેના કરતા હવે ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, પરંતુ લોકોએ બહાર ન નીકળવું જોઈએ. દરેકે યાદ રાખવું જોઈએ કે, કોવિડ -19 નો ખતરો હજુ સમાપ્ત થયો નથી. બીજા ઘણા દેશોમાં સંક્રમણના કેસો વધી રહ્યા છે. વાયરસમાં ઉત્પરિવર્તન પણ થઇ રહ્યું છે.

આપણું લક્ષ્ય લોકોમાં ભય પેદા કરવાનું ના હોવું જોઈએ

મોદીએ પ્રધાનોને કહ્યું કે, આપણું લક્ષ્ય લોકોમાં ભય પેદા કરવાનું ના હોવું જોઈએ, પરંતુ લોકોને તમામ પ્રકારની સાવચેતી રાખવાની વિનંતી કરવી જોઇએ. જેથી આવનારા સમયમાં રાષ્ટ્ર આ મહામારીના સંકટને દૂર કરી શકે.

વડાપ્રધાને મહારાષ્ટ્ર અને કેરળમાં સંક્રમણના કેસમાં વધારો થવાથી ચિંતા વ્યક્ત કરી હતી

સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન વડાપ્રધા(Prime Minister Narendra Modi)ને મહારાષ્ટ્ર અને કેરળમાં સંક્રમણના કેસમાં વધારો થવાથી ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ પ્રધાનોને વિનંતી કરી કે, સમયસર કચેરીએ પહોંચવામાં અને પોતાની ઉર્જા મંત્રાલયમાં કામ કરવામાં લગાવવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રધાનોનું ધ્યાન સૌથી વંચિત લોકોની મદદ કરવા પર હોવું જોઈએ. સૂત્રોએ કહ્યું કે, મોદી(Prime Minister Narendra Modi)એ કહ્યું છે કે, પ્રધાનો તેમના પૂર્વવર્તીઓને મળીને તેમના અનુભવોથી શીખી શકે છે. તેમણે નવા પ્રધાનોને કહ્યું કે, જે હવે સરકારમાં નથી, તેઓએ પણ ઘણું યોગદાન આપ્યું છે અને નવા પ્રધાનોએ તેમની પાસેથી શીખવું જોઈએ.

પ્રધાનોએ અનાવશ્યક નિવેદનથી બચવું જોઇએ

સલાહ આપતા મોદી(Prime Minister Narendra Modi)એ કહ્યું કે, માત્ર પ્રધાનોનું કામ મહત્ત્વનું છે અને તેમને મીડિયાનું ધ્યાન દોરવાના દુષ્ટ વર્તુળમાં ન આવવું જોઈએ. તેમણે કહ્યું કે, પ્રધાનોએ અનાવશ્યક નિવેદનથી બચવું જોઇએ.

કોરોનાના સારવાર હેઠળ દર્દીઓ વધ્યા

ઉલ્લેખનિય છે કે, ગુરુવારે એક જ દિવસમાં ભારતમાં કોવિડ -19 ના 45,892 નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,07,09,557 થઈ ગઈ. તે જ સમયે, લગભગ 55 દિવસના સતત ઘટાડા પછી સારવાર હેઠળના કેસોમાં વધારો થયો હતો. હાલ દેશમાં 4,60,704 લોકોનું કોરોના વાયરસ સંક્રમણની સારવાર ચાલી રહી છે.

કેરળ- મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો

કેરળમાં છેલ્લા એક મહિનાથી દરરોજ કોરોનાના કેસ 11,000થી 13,000 સુધી નોંધાયા છે. રાજ્યમાં કોવિડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે દેશમાં દૈનિક કેસ અડધાથી ઓછા થઇ ગયા છે. Covid19india.org પર ઉપલબ્ધ નવીનતમ માહિતી અનુસાર, 7 જુલાઇના રોજ રાજ્યમાં કોરોના કેસમાં સાત દિવસના સરેરાશ 12,504થી વધુ હતા અને રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી દરરોજ 125થી વધુ લોકોના મોત પણ થયા છે. એ જ રીતે, મહારાષ્ટ્રમાં દરરોજ 8,000-9,000 નવા કેસ નોંધાય છે અને છેલ્લા એક અઠવાડિયામાં રોજ સરેરાશ સરેરાશ 270થી વધુ લોકો મૃત્યુ પામે છે.

આ પણ વાંચોઃ રાજ્યના 8 કોર્પોરેશનમાં જ હવે રાત્રી કરફ્યૂં, 50 ટકા કેપેસિટી સાથે ટ્યૂશન કલાસ શરૂ કરવાની અપાઈ મંજૂરી

મહારાષ્ટ્ર પહેલાથી જ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે

મહારાષ્ટ્ર પહેલાથી જ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડના 1,23,000થી વધુ મૃત્યુઆંક નોંધાયો છે, જો દેશમાં અત્યાર સુધીમાં કોવિડથી થયેલા કુલ મૃત્યુઓમાં 30 ટકાથી વધુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.