નવી દિલ્હીઃ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને(Omicron Variant of Corona) લઈને ઉભી થયેલી ચિંતાઓ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે ભારતમાં વધુ બે કોવિડ-19 રસીના ઉપયોગને મંજૂરી(Corbevax and Covoax Aproved) આપવામાં આવી છે.
3 દવાઓને મંજૂરી
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ(Union Health Minister Mansukh Mandvia) ટ્વીટ કર્યું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના રોગચાળા સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે એક જ દિવસમાં 3 દવાઓને મંજૂરી આપી છે.

માંડવિયાએ લખ્યું, 'ભારતના ધ્વજને અભિનંદન'
માંડવિયાએ જણાવ્યું હતું કે કોર્બેવેક્સ (Corbevax Vaccine Aproved) અને કોવોવેક્સ રસીઓ(Covoax Vaccine Aproved) ઉપરાંત, એન્ટિ વાયરલ દવા મોલનુપીરાવીરને(Antiviral Drug Molnupiravir) પણ મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન કહ્યું કે આ ત્રણ દવાઓનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં પ્રતિબંધિત ઉપયોગ(Restricted use in Emergency Situation) માટે કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Omicron and five State Assembly Poll : સ્વાસ્થ્ય મંત્રાલયે EC ને રીપોર્ટ સોંપ્યો, દિશાનિર્દેશ જાહેર થશે
આ પણ વાંચોઃ Covaxin For Children: 12થી 18 વર્ષના બાળકોને અપાશે કોવેક્સિન, DCGIએ આપી મંજૂરી