- ઉત્તરાખંડ હાઈકોર્ટમાં ચારધામ યાત્રાને લઈને થઈ સુનાવણી
- સરકાર 21 જૂન સુધી ચારધામ યાત્રાની એસઓપી જાહેર કરેઃ હાઈકોર્ટ
- ઉચ્ચ અધિકારીઓને 23 જૂને સુનાવણીમાં હાજર રહેવા કોર્ટનો આદેશ
નૈનીતાલઃ ઉત્તરાખંડ હાઈકોર્ટે બુધવારે રાજ્ય સરકારની ખેંચતાણ કરતા તેમને ચારધામ યાત્રાના સંબંધમાં કુંભની જેમ ઢિલાઈ ન રાખવાની સલાહ આપી હતી. એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકારને ચારધામ યાત્રા માટે એસઓપી (Standard Operating Procedure) બનાવીને તેને 21 જૂન સુધી કોર્ટમાં દાખલ કરવા નિર્દેશન કર્યો છે.
આ પણ વાંચો- સુપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે ફરી ખૂલ્લુ મુકાયું, ઓનલાઈન ટિકિટની કરાઈ વ્યવસ્થા
ઉચ્ચ અધિકારીઓની વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવા કોર્ટે કહ્યું
આ સાથે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રઘુવેન્દ્રસિંહ ચૌહાણ અને જસ્ટિસ આલોક વર્માની બેન્ચે 23 જૂને મામલાની સુનાવણી આગામી તારીખ પર મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ અને અતિરિક્ત પર્યટન સચિવને વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવા કહ્યું છે.
આ પણ વાંચો- Kedarnath Disaster 2013 :કેદારનાથ દુર્ઘટનાના થયા 8 વર્ષ, નથી વિસરાયા ભયાનક દ્રશ્યો
છેલ્લા સમયે નિર્ણય કરવાથી ખરાબ પરિણામ મળે છેઃ હાઈકોર્ટ
કોર્ટમાં હાજર થયેલા પર્યટન સચિવ દિલીપ જાવલકાર દ્વારા ચારધામ સંબંધિત દાખલ એફિડેવિટમાં અસંતુષ્ટ બેન્ચે કહ્યું હતું કે, સરકારે માત્ર એ જણાવ્યું છે કે, ચારધામ યાત્રા 22 જૂન સુધી પ્રતિબંધિત છે, પરંતુ આમાં કોઈ સ્પષ્ટતા નથી કરી કે, ત્યારબાદ તબક્કાવાર રીતે ચારધામ યાત્રા શરૂ થશે કે નહીં? બેન્ચે કહ્યું હતું કે, છેલ્લી ક્ષણે નિર્ણય લેવાથી ખરાબ પરિણામ મળે છે અને કુંભ દરમિયાન પણ અંત સમયે અધિસૂચના જાહેર