ETV Bharat / bharat

Indian Economy: ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 8 ટકાથી વધુ: વડાપ્રધાન મોદી - PM Modi Online Program

પ્રધાનમંત્રી- કિસાન યોજના (Pradhan Mantri- Kisan Yojana) હેઠળ ફંડ રિલીઝ કરવાના ઓનલાઈન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ (PM Modi Statement On Indian Economy) કહ્યું કે, આજે આપણી અર્થવ્યવસ્થાનો વિકાસ દર 8 ટકાથી વધુ છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

COUNTRYS ECONOMIC GROWTH RATE
COUNTRYS ECONOMIC GROWTH RATE
author img

By

Published : Jan 1, 2022, 5:12 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Statement On Indian Economy) શનિવારે કહ્યું કે, આજે આપણી અર્થવ્યવસ્થાનો વિકાસ દર (countrys economic growth rate) 8 ટકાથી વધુ છે. ભારતમાં રેકોર્ડ વિદેશી મૂડીરોકાણ આવ્યું છે, આપણા વિદેશી હૂંડિયામણના ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. GST કલેક્શનમાં જૂના રેકોર્ડ પણ નાશ પામ્યા છે.

6 મહિનામાં 10,000થી વધુ સ્ટાર્ટ અપની રચના કરાઈ છે: વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી-કિસાન યોજના (Pradhan Mantri Kisan Yojana) હેઠળ ફંડ રિલીઝ કરવાના ઓનલાઈન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ (PM Modi Online Program) 2021માં આરોગ્ય, સંરક્ષણ અને કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં દેશની સિદ્ધિઓને પણ પ્રકાશિત કરી હતી. તેમણે કહ્યું કે 2021માં ભારતે લગભગ 70 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો માત્ર UPI દ્વારા જ કર્યા છે. તેમણે કહ્યું કે આજે ભારતમાં 50,000થી વધુ સ્ટાર્ટ-અપ્સ કામ કરી રહ્યા છે. તેમાંથી છેલ્લા 6 મહિનામાં 10,000થી વધુ સ્ટાર્ટ અપની રચના કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ 145 કરોડથી વધુ ડોઝ પ્રદાન કરવામાં ભારતની સિદ્ધિની પ્રશંસા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, વર્ષ 2022માં આપણે આપણી ગતિને વધુ ઝડપી બનાવવાની છે. પડકારો છે પરંતુ કોરોના ભારતની ગતિને રોકી શકતો નથી. ભારત કોવિડ-19 રોગચાળા સામે અત્યંત કાળજી અને તકેદારી સાથે લડશે અને તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરશે. તેમણે કોવિડ રસીના 145 કરોડથી વધુ ડોઝ પ્રદાન કરવામાં ભારતની સિદ્ધિની પણ પ્રશંસા કરી. મહામારી દરમિયાન 80 કરોડથી વધુ લાભાર્થીઓને વધારાનું અનાજ મફતમાં આપવામાં આવ્યું હતું, જેનો ખર્ચ 2.6 લાખ કરોડ રૂપિયા હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં કૃષિ ઉત્પાદનોની ખૂબ માગ છે: વડાપ્રધાન મોદી

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કરતાં વડાપ્રધાને કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં આવા કૃષિ ઉત્પાદનોની ખૂબ માગ છે. કૃષિ અવશેષોમાંથી બાયો ફ્યુઅલ બનાવવા માટે દેશભરમાં ઘણા નવા એકમોની સ્થાપના કરવામાં આવી રહી છે. 7 વર્ષ પહેલા દેશમાં દર વર્ષે 400 કરોડ લિટરથી ઓછું ઇથેનોલનું ઉત્પાદન થતું હતું, આજે તે જ ઉત્પાદન 340 કરોડ લિટરથી વધુ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: China Opens Its Embassy in Nicaragua:ચીન થયું ખુશ તાઈવાનને લઈને ઉઠાવ્યું મોટું પગલું

આ પણ વાંચો: Ravi Shastri New Year Celebration 2022 : પૂર્વ ભારતીય કોચે પોતાના મશહૂર અંદાજમાં નવા વર્ષને વધાવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.