ETV Bharat / bharat

કોરોનાના નવા 3.86 લાખની સાથે દેશભરમાં કોરોનાનો હાહાકાર, 24 કલાક ચાલું છે સ્મશાન

author img

By

Published : Apr 30, 2021, 11:50 AM IST

Updated : Apr 30, 2021, 3:36 PM IST

દેશમાં કોરોનાના કેસ દરરોજ 3 લાખથી વધુ આવી રહ્યા છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,86,452 કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,87,62,976 થઈ છે. જ્યારે 3,498 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 2,08,330 થઈ છે.

કોરોનાના નવા 3.86 લાખની સાથે દેશભરમાં કોરોનાનો હાહાકાર, 24 કલાક ચાલું છે સ્મશાન
કોરોનાના નવા 3.86 લાખની સાથે દેશભરમાં કોરોનાનો હાહાકાર, 24 કલાક ચાલું છે સ્મશાન
  • દેશમાં કોરોનાના કેસની સાથે વેક્સિનેશનમાં વધારો થયો
  • દેશમાં અત્યાર સુધી 15 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન થયું
  • દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,86,452 કેસ નોંધાયા

ન્યૂઝ ડેસ્કઃ એક તરફ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાને કાબૂમાં લાવવા લોકોનું વેક્સિનેશન પણ થઈ રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,86,452 કેસ નોંધાયા હતા. જેમ જેમ કેસની સંખ્યા વધે છે તેમ તેમ વેક્સિનેશનની સંખ્યા પણ વધી રહી છે. દેશમાં અત્યાર સુધી 15,22,45,179 લોકોનું કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ રસીકરણના ઓનલાઈન ડેટાનુ સર્વર 48 કલાકથી સતત ધીમું ચાલતું હોવાથી રસીકરણની પ્રક્રિયા અટવાઈ

કોરોનાના ટેસ્ટિંગમાં કરાયો વધારો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાનુસાર, ભારતમાં ગુરુવાર સુધી કોરોના વાઈરસના 28,63,92,086 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 19,20,107 સેમ્પલનું ટેસ્ટિંગ ગુરુવારે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ દેશમાં સતત વધી રહી છે કોરોનાના કેસની સંખ્યા

પંજાબમાંથી પરપ્રાંતીય મજૂર પોતાના ઘરે પરત ફર્યા

કોરોનાને કાબૂમાં લાવવા માટે દેશના અનેક રાજ્યોમાં રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પણ કરફ્યૂ દરમિયાન દુકાન બંધ રહી હતી. તો પંજાબમાં પણ કોરોનાના કેસ વધતા લુધીયાણાના હોજરી ઉદ્યોગના મજૂર પોતાના ઘરે પરત જઈ રહ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ 40 ટકા મજૂર પોતાના ઘરે પરત જતા રહ્યા છે. તેમને રોકવાનો ઘણો પ્રયાસ થયો છતાં સરકાર નિષ્ફળ રહી હતી. આ સાથે ઉત્તરપ્રદેશમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે ને બીજી તરફ ઓક્સિજનની માગ પણ વધી રહી છે. કાનપુરની પનકી ઓક્સિજન પ્લાન્ટમાં આજે સવારે રિફિલિંગ દરમિયાન ઓક્સિજન સિલિન્ડર ફાટવાથી એક શ્રમિકનું મોત થયું હતું. જ્યારે 2 મજૂર ઈજાગ્રસ્ત થયા હતા.

Last Updated : Apr 30, 2021, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.