ETV Bharat / bharat

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23,529 કેસ નોંધાયા, 311 લોકો મૃત્યુ - Corona Update

ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડા બાદ ફરી કોરોના કેસમાં વધારો થયો છે, ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 23 હજાર 529 નવા કેસ સામે આવ્યા છે. દેશના આંકડા પ્રમાણે લોકોની સંખ્યા વધી રહી છે.

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23,529 કેસ નોંધાયા, 311 લોકો મૃત્યુ

author img

By

Published : Sep 30, 2021, 10:43 AM IST

  • ભારતમાં કોરોના વાયરસના કેસ ઘટ્યા બાદ ફરી વધારો
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 23 હજાર 529 નવા કેસ નોંધાયા
  • 311 લોકો મૃત્યુ પામ્યા

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસ ઘટ્યા બાદ ફરી એકવાર વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 23 હજાર 529 નવા કેસ નોંધાયા છે. 311 લોકો મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 હજાર 718 લોકો સ્વસ્થ થયા છે. જે બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધીને ત્રણ કરોડ 30 લાખ 14 હજાર 898 થઈ ગઈ છે. તે જ સમયે, હવે સક્રિય કેસ 2 લાખ 77 હજાર 20 પર આવી ગયા છે. આ સિવાય દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ત્રણ કરોડ 37 લાખ 39 હજાર 980 કેસ સામે આવ્યા છે. જેમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ચાર લાખ 48 હજાર 62 લોકોનાં મોત નિપજ્યાં છે.

રસીના ડોઝની સંખ્યા

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં ગઈકાલે કોરોના વાયરસ રસીના 65 લાખ 34 હજાર 306 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ રસીના ડોઝની સંખ્યા વધીને 88 કરોડ 34 લાખ 70 હજાર 578 થઈ ગઈ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે, દેશમાં ગઈકાલે કોરોના વાયરસના 15 લાખ 6 હજાર 254 પરીક્ષણો કરવામાં આવ્યા હતા. જે બાદ રોગચાળાની શરૂઆતથી સમગ્ર દેશમાં 56 કરોડ 89 લાખ 56 હજાર 439 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

કેરળમાં 12 હજાર 161 નવા કેસ નોંધાયા છે

દેશના તમામ રાજ્યોની તુલનામાં કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોના વાયરસના 12 હજાર 161 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે 155 લોકો મૃત્યુ પામ્યા હતા. કેરળમાં ગઈકાલે 17 હજાર 862 લોકો સાજા પણ થયા છે. હવે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને એક લાખ 43 હજાર 500 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 24 હજાર 965 લોકોના મોત થયા છે. મિઝોરમમાં, છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસના 1,741 નવા કેસ આવતાની સાથે, એક વ્યક્તિ કોરોનાથી મૃત્યુ પામ્યો. અહીં અત્યાર સુધીમાં 307 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.