નવી દિલ્હી: દેશમાં આજે રવિવારે કોરોના વાયરસ રોગચાળાના કેસમાં(India Corona Update) ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાCorona Update) 19,968 નવા કેસ નોંધાયા છે અને 673 લોકોના મોત થયા છે. તે જ સમયે, શનિવારે 22,270 કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે કેસમાં ઘટાડો થયો છે. દેશમાં આજે 48, 847 લોકો સાજા થયા છે.
24 કલાકમાં જાણો કેટલા આવ્યા કેસ
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 2,24,187 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,11,903 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4,20,86,383 લોકો કોરોના મુક્ત થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો : Gujarat Corona Update : 24 કલાકમાં 486 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 1419 દર્દીઓ કોરોનાને માત આપી, 13 દર્દીના મૃત્યુ
રસીકરણ પર એક નજર
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના લગભગ 175 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 30,81,336 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 1,75,37,22,697 ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 1.82 કરોડથી વધુ એટલે કે આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : India Corona Update : ભારતમાં કોરોનાના 22,270 નવા કેસ, 325 દર્દીઓના મોત