ETV Bharat / bharat

Corona Cases in India: ભારતમાં કોરોનાના નવા 37,379 કેસ નોંધાયા, ઓમિક્રોનના કુલ કેસ 1,892 - ભારતમાં કોરોના રસીકરણ

દેશભરમાં કોરોના (Corona Cases in India ) અને ઓમિક્રોનના કેસ (Omicron Cases in India) ફરી એક વાર વધી રહ્યા છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 37,379 કેસ નોંધાયા છે. જ્યારે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 1,892 થઈ છે. આમાંથી સૌથઈ વધુ ઓમિક્રોનના કેસ મહારાષ્ટ્રમાં 568 છે. જ્યારે દિલ્હીમાં 382 કેસ છે. તો ઓમિક્રોનના 766 દર્દી અત્યાર સુધી સાજા થઈ પોતાના દેશમાં પરત ફર્યા છે.

Corona Cases in India: ભારતમાં કોરોનાના નવા 37,379 કેસ નોંધાયા, ઓમિક્રોનના કુલ કેસ 1,892

author img

By

Published : Jan 4, 2022, 11:58 AM IST

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ (Omicron Cases in India ) સતત વધી રહ્યા છે. આ સંક્રમણના કેસની કુલ સંખ્યા વધીને 1,892 થઈ છે. તો કોરોના વાઈરસના છેલ્લા 24 કલાકમાં નવા 37,379 કેસ નોંધાયા છે. આ જાણકારી કેન્દ્રિય આરોગ્ય અને પરિવારણ કલ્યાણ મંત્રાલયે આપી હતી.

દેશમાં ઓમિક્રોનના કુલ 1,892 કેસ
દેશમાં ઓમિક્રોનના કુલ 1,892 કેસ

આ પણ વાંચો- Gujarat Corona Blast: રાજ્યમાં એક જ દિવસમાં 1259 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં

ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે

આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં (Omicron Cases in India) છે. અહીં ઓમિક્રોનના સૌથી વધુ 568 કેસ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં 382 કેસ છે. આ સાથે જ દેશમાં ઓમિક્રોનના 1,892 દર્દીમાંથી 766 દર્દી સાજા થઈને પોતાના દેશ પરત ફર્યા છે.

દેશમાં અત્યારે કોરોનાના 1.71 લાખ સક્રિય કેસ

બીજી તરફ કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 37,379 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા (Corona Cases in India ) 3,49,60,261 થઈ છે. તો છેલ્લા 24 કલાકમાં 124 દર્દીના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 4,82,017 થઈ છે. તો દેશમાં અત્યારે કોરોનાના 1,71,830 સક્રિય કેસ છે. જ્યારે 3,43,06.414 લોકો અત્યાર સુધી કોરોનાથી સાજા થયા છે.

આ પણ વાંચો- Corona In Mumbai: મુંબઈમાં કોરોનાએ મચાવ્યો હડકંપ, ધોરણ-9 સુધીની સ્કૂલો 31 જાન્યુઆરી સુધી કરાઈ બંધ

ભારતમાં કોરોનાની રસીના 146 કરોડ ડોઝ અપાયા

આ તમામની વચ્ચે ભારતમાં કોરોના રસીકરણ (Corona vaccination in India) પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી કોરોનાની રસીના કુલ 1,46,70,18,464 ડોઝ આપવામાં આવ્યા છે. ICMRના મતે, સોમવારે કોરોના વાઈરસની તપાસ માટે 11,54,302 સેમ્પલ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. તો કાલ સુધી 68,24,28,595 સેમ્પલ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.