- ગુલામ નબી આઝાદે કહ્યું છે કે, ભાજપ સત્તામાં આવશે
- કોંગ્રેસ આગામી 25 વર્ષ સુધી વિપક્ષમાં બેસશે
- કર્ણાટકમાં કોંગ્રેસની હાલત ખુબજ ખરાબ છે
બેંગલુરુ: દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં(BJP dominates across the country) એક વિશાળ લહેર હોવાનો દાવો કરતા, પાર્ટીના વરિષ્ઠ નેતા બી.એસ. યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટીને જાહેર સમર્થન મળી રહ્યું છે અને કોંગ્રેસ આગામી 25 વર્ષ સુધી વિપક્ષમાં(CONGRESS WILL SIT IN OPPOSITION FOR NEXT 25 YEARS) બેસશે.
કર્ણાટકમાં કોંગ્રેસની હાલત ખુબજ ખરાબ છે
યેદિયુરપ્પાએ વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટકમાં કોંગ્રેસની હાલત ખુબજ ખરાબ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસના કાર્યોમાં નિષ્ફળ નિવડ્યા છે. આ બાબતે પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે, ખડગેએ વિચારીને બોલવું જોઈએ જ્યારે આખી દુનિયા મોદીની પ્રશંસા કરી રહી છે.
20 MLC બેઠકો માંથી 16 પર જીતની આશા કરી વ્યક્ત
કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગુલામ નબી આઝાદે પણ કહ્યું છે કે આગામી વખતે કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ જ સત્તામાં આવશે. આવી સ્થિતિમાં મલ્લિકાર્જુન ખડગે આવી ટિપ્પણીઓ કરી રહ્યા છે તો તેમની વાત કોણ સાંભળશે. આ મહિનાની 10 તારીખે રાજ્યની 20 સ્થાનિક સંસ્થાઓમાં 25 MLC બેઠકો પર યોજાનારી ચૂંટણી અંગે, ભાજપના નેતાએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે, ભાજપ ઓછામાં ઓછી 16 બેઠકો પર જીત મેળવશે.
આ પણ વાંચો : Corona Death in Gujarat : ગુજરાતમાં કોરોનાથી 3 લાખ મોતના રાહુલ ગાંધીના નિવેદન પર મળી રાજકીય પ્રતિક્રિયાઓ
આ પણ વાંચો : Karnataka elections:વડાપ્રધાન-દેવેગૌડાની બેઠકના કારણે કર્ણાટક ચૂંટણીમાં ભાજપ અને JDS વચ્ચે સમજૂતીની અટકળો