નવી દિલ્હીઃ કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ જનતાનું સમર્થન મેળવવા માટે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોમાં પ્રચાર કરી રહી છે. કોંગ્રેસે આ વખતે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવા માટે અગ્નિપથ યોજના વિરુદ્ધ આંદોલન શરુ કરી રહી છે. કોંગ્રેસના પૂર્વ સૈનિક વિભાગે અગ્નિવીર યોજનાનો વિરોધ કરવા માટે એક સમ્મેલનનું આયોજન કર્યુ હતું.
સૈનિકોના બે સમૂહઃ કોંગ્રેસે બે મહિના પહેલા મધ્ય પ્રદેશ અને ગ્વાલિયરમાં ગયા અઠવાડિયે રાજસ્થાનના અલવરમાં એક માર્ચ આયોજિત કર્યુ હતું. હવે 29 ઓક્ટોબરે ઝુંઝનુ અને મંડાવામાં બે રેલી કરવામાં આવશે. એઆઈસીસીના પૂર્વ સૈનિક વિભાગના અધ્યક્ષ કર્નલ(સેવા નિવૃત્ત) રોહિત ચૌધરીએ ઈટીવી ભારતને જણાવ્યું કે અમે અગ્નિવીર યોજનાની વિરુદ્ધ છીએ, કારણ કે એક જ બોડીમાં સૈનિકોના બે સમૂહ બનાવવામાં આવે છે જે સશસ્ત્ર દળો માટે હાનિકારક છે.
ચૂંટણી પરિણામો પર અસરઃ અમે આ મુદ્દે દેશભરમાં વિરોધ કરી રહ્યા છીએ, પણ વિધાનસભા ચૂંટણી થવાની છે તે રાજ્યોને અમે પ્રાથમિકતા આપી રહ્યા છીએ. અગ્નિવીર મુદ્દો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ગુંજી રહ્યો છે. દરેક ભારતીય નાગરિક સશસ્ત્ર બળો માટે ગર્વ કરે છે. અગ્નિવીર મુદ્દાથી આ રાજ્યોમાં ચૂંટણી પરિણામો પર અસર કરશે. અમે આ યોજનાને તાત્કાલિક પરત લેવા માંગ કરી રહ્યા છીએ. આ યોજના સશસ્ત્ર દળો પર થોપી દેવામાં આવી છે.
સૈનિક અને અગ્નિવીર વચ્ચે તફાવતઃ અમે રેલીઓ દરમિયાન એક સૈનિક અને અગ્નિવીર વચ્ચેનો ફરક સ્પષ્ટ કરીશું. એઆઈસીસી પદાધિકારી અનુસાર, અગ્નિવીર યોજના વિરુદ્ધ કૉંગ્રેસનું દબાણ અગ્નિવીર જવાનના મૃત્યુ બાદ વધી ગયું છે. કર્નલ ચૌધરી આગળ જણાવે છે કે સશસ્ત્ર દળોમાં અગ્નિવીર અને સૈનિકની ટ્રેનિંગમાં બહુ મોટો ફરક હોય છે. છથી 8 વર્ષમાં એક સૈનિક દેશમાં ગમે તે સ્થળે યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે.
સૈનિકની ટ્રેનિંગઃ સૌથી પહેલા સૈનિક દોઢ વર્ષ ટ્રેનિંગમાં વીતાવે છે, ત્યારબાદ ચારથી 6 વર્ષ દરમિયાન પોતાના પોસ્ટિંગ દરમિયાન યુદ્ધના અનેક આયામોનો અનુભવી બની જાય છે. આની સરખામણીમાં અગ્નિવીરને માત્ર 6 મહિનાની ટ્રેનિંગ મળે છે. એક વર્ષની રજા મળે છે અને સેવાનિવૃત્ત થતા પહેલા માત્ર અઢી વર્ષ ફરજ પર રાખવામાં આવે છે. અગ્નિવીર નિયમિત સૈનિકની જેમ યુદ્ધની ટ્રેનિંગ મેળવી શકતો નથી.
સૈનિકોને સમાન સન્માનઃ હવે બે જુદી જુદી ટ્રેનિંગ મેળવેલા સૈનિકો એક જ બોડીમાંથી લડે છે તેમજ વેતનમાં અસમાનતા જોવા મળે છે. ફરજ પર સર્વોચ્ચ બલિદાન આપ્યા બાદ મળતી રકમમાં પણ ફરક જોવા મળે છે. અગ્નિવીરને સૈનિક કરતા ઓછી રકમ મળે છે. આપણે દેશ માટે બલિદાન આપતા સૈનિકોને સમાન સન્માન આપવું જોઈએ.
સિયાચિનમાં અગ્નિવીર શહીદઃ ઉલ્લેખનીય છે કે 26 ઓક્ટોબરે સિયાચિનમાં ફરજ પર શહીદ થનાર અગ્નિવીર અક્ષય લક્ષ્મણ ગવતેના અંતિમ સંસ્કારમાં એઆઈસીસી પદાધિકારીઓ મહારાષ્ટ્રમાં ગયા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે જે રીતે કેન્દ્ર સરકાર સરહદ પર અગ્નિવીરોને ફરજ પર મુકે છે તેનાથી દેશની યોગ્ય સુરક્ષા થશે. એઆઈસીસી પદાધિકારીઓએ સવાલ કર્યો કે શું સરકાર ચાર વર્ષ સુધી સશસ્ત્ર દળોની સેવા કરનાર અગ્નિવીર પર લગભગ 11 લાખ રુપિયાનો કુલ ખર્ચ કરી એવા સૈનિકો તૈયાર કરી શકશે જે દેશ માટે જીવ પણ કુરબાન કરી દે. કર્નલ ચૌધરીએ જણાવ્યું કે આ બહુ સંવેદનશીલ મુદ્દો છે અને તેને આર્થિક રીતે ન માપી શકાય.