લખનૌઃ યુપી વિધાનસભા ચૂંટણી 2022 (માટે કોંગ્રેસ પાર્ટીએ 30 સ્ટાર પ્રચારકોની યાદી (congress star campaigners) જાહેર કરી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉપરાંત યુપી પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુને પણ સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે.
સ્ટાર પ્રચારકમાં દિગ્ગજ નેતાઓને સ્થાન
આ ઉપરાંત કોંગ્રેસ નેતા ધારાસભ્ય દળની આરાધના મિશ્રા 'મોના', વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ, વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર, વરિષ્ઠ નેતા રાજેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા.
સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસ માટે પ્રચાર કરશે
પ્રમોદ તિવારી, પીએલ પુનિયા, આરપીએન સિંહ, સચિન પાયલોટ, પ્રદીપ જૈન આદિત્ય, નસીમુદ્દીન સિદ્દીકી, આચાર્ય પ્રમોદ ક્રિષ્નમ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, વર્ષા ગાયકવાડ, હાર્દિક પટેલ, ફૂલો દેવી નેતામ, સુપ્રિયા શ્રીનેત, ઈમરાન પ્રતાપગઢી, કન્હૈયા કુમાર, પ્રણિત કુમાર, ધીરજ સિંહ ગુર્જર, રોહિત ચૌધરી અને તૌકીર આલમ સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસ માટે પ્રચાર કરશે.
સપાએ પણ જાહેર કર્યું લિસ્ટ
આ પહેલા સમાજવાદી પાર્ટીએ યુપી વિધાનસભા ચૂંટણી 2022ને લઈને 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. સપાના આશ્રયદાતા અને યુપીના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમ સિંહ યાદવનું નામ ટોચ પર છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ સપાના પ્રચારકો ડોર ટુ ડોર અને વર્ચ્યુઅલ પ્રચાર કરશે.
ભાજપની 30 સ્ટાર પ્રચારકોની યાદી
યુપી વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કા માટે ભાજપે તેના 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ ઉપરાંત બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપે સમાજના તમામ વર્ગના નેતાઓને યાદીમાં સામેલ કર્યા
સામાજિક સંતુલનનું સંપૂર્ણ ધ્યાન રાખતા ભાજપે સમાજના તમામ વર્ગના નેતાઓને આ યાદીમાં સામેલ કર્યા છે. આ યાદીમાં મુસ્લિમ સમુદાયના મુખ્તાર અબ્બાસ નકવીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
UP Assembly Election 2022: ચૂંટણી માટે કોંગ્રેસની બીજી યાદી આવી, AIMIMએ પણ ત્રીજી યાદી બહાર પાડી