ETV Bharat / bharat

રેવાંચલ એક્સપ્રેસમાં ધારાસભ્યો પર લાગેલા આરોપોમાં આવ્યો નવો વળાંક

રેવાંચલ એક્સપ્રેસમાં વિંધ્યાના બે ધારાસભ્યો પર લાગેલા આરોપોમાં નવો વળાંક આવ્યો છે,(Woman molested in Rewanchal Express train) મહિલાએ લગાવેલા આરોપ અંગે પોલીસની પૂછપરછમાં બંને ધારાસભ્યો કહેતા જોવા મળી રહ્યા છે કે, જે પુત્ર મહિલાના ખોળામાં છે, એ જ પુત્રના માથા પર હાથ મૂકીને મહિલા બોલે તો તે કોઈપણ સજા માટે તૈયાર છે.

રેવાંચલ એક્સપ્રેસમાં ધારાસભ્યો પર લાગેલા આરોપોમાં આવ્યો નવો વળાંક
રેવાંચલ એક્સપ્રેસમાં ધારાસભ્યો પર લાગેલા આરોપોમાં આવ્યો નવો વળાંક
author img

By

Published : Oct 8, 2022, 10:06 PM IST

સાગર (મધ્ય પ્રદેશ): રેવાંચલ એક્સપ્રેસમાં એક મહિલા મુસાફરે કોંગ્રેસના ધારાસભ્યો સિદ્ધાર્થ કુશવાહા અને સુનીલ સર્રાફ પર અભદ્રતાનો આરોપ લગાવ્યો હતો, મહિલાના પતિએ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી રેલવે મંત્રાલયને આપી હતી. જીઆરપી કંટ્રોલ રૂમ જબલપુરથી પ્રાપ્ત માહિતી અનુસાર,(Woman molested in Rewanchal Express train) સાગરમાં ટ્રેનને રોકીને ધારાસભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય સુનીલ સર્રાફ એવું કહેતા જોવા મળે છે કે, જો મહિલા તેના પુત્રના માથા પર હાથ મૂકીને કહે કે તે જે આરોપો લગાવી રહી છે તે સાચા છે, તો કોઈપણ સજા તેમને સ્વીકાર્ય છે. આ સાથે ધારાસભ્ય એમ પણ કહેતા જોવા મળ્યા કે મહિલાએ તેમની સાથે પણ દુર્વ્યવહાર કર્યો છે.

આ છે મામલોઃ વાસ્તવમાં, શુક્રવારની રાત્રે લગભગ 1:30 વાગ્યે, પ્રફુલ શર્મા નામના વ્યક્તિ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે તેની પત્ની રેવાંચલ એક્સપ્રેસમાં સતનાથી ભોપાલની મુસાફરી કરી રહી છે જે A1 કોચમાં છે. જ્યાં તેની પત્ની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે, રેલ્વે મંત્રાલયે તેના ટ્વિટ પર તરત જ જીઆરપી જબલપુર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જીઆરપી જબલપુર કંટ્રોલ રૂમની સૂચના પર પોલીસે સાગર રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકી અને કોચમાં જઈને પૂછપરછ કરી હતી.

મહિલાનો આરોપઃ મહિલાનો આરોપ છે કે, ધારાસભ્યો દ્વારા તેની સાથે દુર્વ્યવહાર અને છેડતી કરવામાં આવી હતી.(congress mla molest woman in train) ધારાસભ્યોએ કહ્યું હતુ કે, મહિલા મારી સીટ પર બેઠી હતી અને તેમને ઊભા થવા માટેે કહ્યું હતુ, પણ પછી તેણી અપશબ્દો અને ઝઘડો કરવા લાગ્યા હતા. આ મામલામાં જીઆરપી સાગર દ્વારા એક કોન્સ્ટેબલ અને એએસઆઈને મહિલા સાથે ભોપાલ મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ મહિલાના રિપોર્ટ પર બંને ધારાસભ્યો પર છેડતીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

ધારાસભ્યએ પોલીસ પૂછપરછમાં કહ્યું: જ્યારે રેવાંચલ એક્સપ્રેસ સાગર રેલવે સ્ટેશન પર રોકાઈ ત્યારે જીઆરપી સાગર અને આરપીએફની ટીમ એવન કોચમાં જઈને પૂછપરછ કરી હતી. જ્યાં ધારાસભ્ય સુનિલ સર્રાફ કહેતા જોવા મળે છે કે, "જો મહિલા તેના પુત્રના માથા પર હાથ મૂકીને કહે કે તે જે આરોપો લગાવી રહી છે તે સાચા છે, તો કોઈપણ સજા તેમને સ્વીકાર્ય છે. તે જ સમયે, ધારાસભ્ય સિદ્ધાર્થ કુશવાહા આ મામલે કહેતા જોવા મળે છે કે, "અમને બે-બે રોટલી ખાવાનું પણ મુશ્કેલ કરવામાં આવ્યું હતું." સુનીલ સર્રાફ આગળ કહે છે કે, "મેં ફર્સ્ટ એસીમાં આવો દુર્વ્યવહાર અને આવું વર્તન જોયું નથી."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.