- પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલુ
- 25 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા
- ટીમનું નેતૃત્વ પંજાબના કાર્ય પ્રભારી હરીશ રાવત કરી રહ્યા છે
નવી દિલ્હી: આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે પંજાબમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. પાર્ટીમાં બે પક્ષ પડવાની સ્થિતિ છે. સંકટ સમાપ્ત કરવા માટે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ત્રણ સભ્યોની ટીમ બનાવી છે, જે આ મામલાને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું, હું ગૌમુત્ર પીઉં છું, કોંગ્રેસે કહ્યું- ખેલ બંધ કરો
ટીમનું નેતૃત્વ પંજાબના કાર્ય પ્રભારી હરીશ રાવત કરી રહ્યા છે
આ ટીમનું નેતૃત્વ પંજાબના કાર્ય પ્રભારી હરીશ રાવત કરી રહ્યા છે. તેમના સિવાય સાંસદ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ સાંસદ જય પ્રકાશ અગ્રવાલ પણ છે.
દિલ્હીમાં 25 ધારાસભ્યોની બેઠક થઈ રહી છે
આજે આ ટીમ દિલ્હીમાં 25 ધારાસભ્યોની બેઠક કરી રહી છે. આ ધારાસભ્યોમાં માઝાના 6 ધારાસભ્યો, દોઆબાના 6 ધારાસભ્યો અને માલવાના 13 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. તેના નવજોત સિંહ સિદ્ધુ મંગળવારે દિલ્હી જવા રવાના થશે. સુત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ ગુરુવાર અથવા શુક્રવારે પણ દિલ્હીની મુલાકાત લેશે અને ત્રણ સભ્યોની પેનલને મળશે.
આ પણ વાંચો: સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને રસીકરણ અંગે લખ્યો પત્ર, નવી રસીની પોલીસી પર ઉઠાવ્યા સવાલ