નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (UP Assembly election 2022) આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અયોધ્યા બેઠક પરથી મેદાનમાં ઉતારવા પર વિચાર (cm yogi adityanath to fight up assembly election from ayodhya) કરી રહી છે.
ભાજપમાં ઉમેદવારોના નામ નક્કી કરવા માટે બેઠકોનો દોર શરૂ
ભાજપમાં ઉમેદવારોના નામ નક્કી કરવા માટે બેઠકોનો દોર શરૂ થયો છે. મંગળવારે રાજધાનીમાં પાર્ટીના મુખ્યાલયમાં આ સંબંધમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં અન્ય ટોચના નેતાઓની સાથે યોગી પોતે પણ હાજર હતા.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સાત તબક્કામાં યોજાશે
આ વખતે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી (UP Assembly election 2022) સાત તબક્કામાં યોજાશે અને તેની શરૂઆત 10 ફેબ્રુઆરીએ રાજ્યના પશ્ચિમ ભાગના 11 જિલ્લાઓની 58 બેઠકો પર મતદાન સાથે થશે.
આદિત્યનાથ હાલમાં વિધાન પરિષદના સભ્ય છે.
આદિત્યનાથ હાલમાં વિધાન પરિષદના સભ્ય છે. તેમણે તાજેતરમાં જણાવ્યું હતું કે, તેઓ વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છુક છે પરંતુ તેના પર કોઈ પણ અંતિમ નિર્ણય પાર્ટીના ટોચના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. યોગી આદિત્યનાથને અયોધ્યા બેઠક પરથી ચૂંટણી લડાવવા અંગે પાર્ટીની અંદર ચર્ચા થઈ રહી છે, પરંતુ અંતિમ નિર્ણય પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં (Central Election Committee) લેવામાં આવશે.
CEC ઉમેદવારોના નામને ફાઇનલ કરે છે
કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં (Central Election Committee) ઉમેદવારોના નામને ફાઇનલ (BJP cec to take final call) કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમિતિના સભ્ય છે. મળતી માહિતી મુજબ પ્રથમ અને બીજા તબક્કાને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ટૂંક સમયમાં સીઈસીની બેઠક યોજાશે. બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ રાજ્યની 55 બેઠકો પર મતદાન થશે.
યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતારવાનું નક્કી
અયોધ્યા ઉપરાંત મથુરા અને ગોરખપુર એવી બે બેઠકો છે જ્યાંથી જો ભાજપનું ટોચનું નેતૃત્વ યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતારવાનું નક્કી કરે તો મુખ્યપ્રધાનને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. ગોરખપુરને યોગી આદિત્યનાથનો ગઢ માનવામાં આવે છે. તેઓ ત્યાંથી ઘણી વખત સાંસદ પણ ચૂંટાયા છે. આ સાથે તેઓ ગોરખનાથ મંદિરના મુખ્ય મહંત પણ છે.
યોગી આદિત્યનાથ પાર્ટીનો મુખ્ય હિંદુત્વ ચહેરો
પાર્ટી તેમને અયોધ્યાથી મેદાનમાં ઉતારશે તો મોટો સંદેશ જશે. કારણ કે રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે અને યોગી આદિત્યનાથ પાર્ટીનો મુખ્ય હિંદુત્વ ચહેરો છે. અયોધ્યા અવધ ક્ષેત્રમાં આવે છે અને સમાજવાદી પાર્ટી અહીં પરંપરાગત રીતે મજબૂત રહી છે, તેથી જો પાર્ટી અહીંથી યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતારે તો તેનો ફાયદો મળી શકે છે. હાલમાં અયોધ્યા સીટનું રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ ભાજપના વેદ પ્રકાશ ગુપ્તા કરી રહ્યા છે.
ચૂંટણીની રણનીતિ અંગે કેન્દ્રીય નેતૃત્વ સાથે સતત ચર્ચા
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાનો કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માની સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ છેલ્લા બે દિવસથી દિલ્હીમાં ધામા નાખ્યા છે અને ઉમેદવારોના નામ તેમજ ચૂંટણીની રણનીતિ અંગે કેન્દ્રીય નેતૃત્વ સાથે સતત ચર્ચા કરી રહ્યા છે.
આ પણ વાંચો:
ઉત્તરપ્રદેશમાં ખાતરની કાળાબજારી કરનારા સામે કડક કાર્યવાહી થશે: CM યોગી આદિત્યનાથ