- ઉત્તર પ્રદેશના CM કોરોના પોઝિટિવ
- CM યેદિયુરપ્પાએ સાજા થવાની કરી કામના
- ટ્વિટ કરીને કરી પ્રાર્થના
બેંગલુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા અને તેમના પ્રધાનમંડળે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ઝડપથી સ્વાસ્થ થવાની કામના કરી છે. યુપીના મુખ્યપ્રધાન કોરોના સંક્રમિત થયા છે.
વધુ વાંચો: કેજરીવાલે લગાવ્યો વિકેન્ડ કરફ્યૂ, જરૂરી કામ માટે જાહેર થશે ઇ-પાસ
ટ્વિટ કરીને સાજા થવાની પ્રાર્થના કરી
યેદિયુરપ્પાએ બુધવારે ટ્વિટ કર્યું છે કે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ઝડપથી સાજા થવાની પ્રાર્થના. આપના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. ત્યાં કર્ણાટકના ઉપમુખ્ય પ્રધાન સીએન અશ્વથ નારાયણ અને સ્વાસ્થ્ય પ્રધાન સુધાકરે પણ યોગીને ઝડપથી સ્વાસ્થ થવા અંગે પ્રાર્થના કરી હતી. બુધવારે યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે તેઓ કોરોના પોઝિટિવ છે.
વધુ વાંચો: દિલ્હી હાઈકોર્ટે 50 લોકોને નમાઝ કરવા માટે નિઝામુદ્દીન મરકઝ પર જવાની આપી મંજૂરી