- દિલ્હી વિઘાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું
- સત્ર દરમિયાન કેજરીવાલે કૃષિ કાયદાના પેજ ફાડ્યાં
- કેજરીવાલે કેન્દ્ર સરકારને કાયદા પરત લેવા કરી અપીલ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે ગુરુવારે વિધાનસભામાં ચર્ચા દરમિયાન કૃષિ કાયદાના પેજ ફાડ્યાં છે. વિધાવસભામાં CM કેજરીવાલે કહ્યું કે, દરેક ખેડૂત ભગતસિંહ બની ગયા છે. સરકાર કહી રહી છે કે, તે ખેડૂતો સુધી પહોંચી રહી છે અને કૃષિ કાયદા અંગે સમજાવવાના પ્રયાસ કરી રહી છે. યુપીના CMએ ખેડૂતોને કહ્યું કે, આ કાયદાથી તેમને ફાયદા થશે. કારણ કે, તેમની જમીન છીનવી લેવામાં આવળે નહીં. શું આ એક લાભ છે?
-
CM @ArvindKejriwal tears the copy of Centre's farm bills in Delhi Assembly.
— AAP (@AamAadmiParty) December 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
We refuse to accept these farm bills which are against our farmers. #KejriwalAgainstFarmBills pic.twitter.com/rBrcc67sRz
">CM @ArvindKejriwal tears the copy of Centre's farm bills in Delhi Assembly.
— AAP (@AamAadmiParty) December 17, 2020
We refuse to accept these farm bills which are against our farmers. #KejriwalAgainstFarmBills pic.twitter.com/rBrcc67sRzCM @ArvindKejriwal tears the copy of Centre's farm bills in Delhi Assembly.
— AAP (@AamAadmiParty) December 17, 2020
We refuse to accept these farm bills which are against our farmers. #KejriwalAgainstFarmBills pic.twitter.com/rBrcc67sRz
કેન્દ્ર સરકારને કેજરીવાલની અપીલ
કેજરીવાલે કહ્યું કે, મહામારી દરમિયાન કૃષિ કાયદાના સંસદમાં પાસ કરવા જરૂરી હતો? આ પ્રથમ વખત થયું કે, રાજ્યસભામાં મતદાન વિના 3 કાયદા પાસ કરવામાં આવ્યા છે. મેં આ વિધાનસભામાં 3 કાયદા ફાડ્યા છે અને કેન્દ્રને પણ અપીલ છે કે, તે અંગ્રેજો કરતાં ખરાબ બને નહીં.
ખેડૂત દરરોજ શહીદ થઇ રહ્યા છે
વિધાનસભામાંથી બહાર નીકળ્યા બાદ CM કેજરીવાલે કહ્યું કે, દિલ્હી વિધાનસભામાં આજે ગુરુવારે તમામ 3 કૃષિ કાયદાને રદ કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારને પણ અપીલ છે કે, સરકાર આ કાયદા પરત ખેંચે. 20 દિવસના વિરોધ દરમિયાન 20થી વધુ ખેડૂતોના મોત થયાં છે. આ આંદોલનમાં સરેરાસ દરરોજ એક ખેડૂત શહીદ થઇ રહ્યા છે.
ધારાસભ્યોને બોલવા 5 મિનિટનો સમય
આ અગાઉ ધારાસભ્ય કૈલાશ ગહલોતે સદનમાં 3 કૃષિ કાયદાને રદ કરવા સંકલ્પ પત્ર રજુ કર્યાં હતા. જેના પર વિધાનસભામાં ચર્ચા થઇ રહી છે. આ ચર્ચા દરમિયાન તમામ ધારાસભ્યોને 5 મિનિટ બોલવા માટે સમય આપવામાં આવ્યો છે.