ETV Bharat / bharat

PM Modiને CM Kejrival નો પત્ર, આમને માટે "ભારતરત્ન" એનાયત કરવાની માગ - સુંદરલાલ બહુગુણાને ભારતરત્ન આપવા માગણી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (CM Kejriwal ) વડાપ્રધાન મોદીને (PM Modi ) પત્ર લખ્યો છે. પત્રમાં કેજરીવાલે પર્યાવરણવાદી ( Sundarlal Bahuguna ) સુંદરલાલ બહુગુણાને "ભારતરત્ન" આપવાની માગણી કરી છે.

PM Modiને CM Kejrival નો પત્ર, આમને માટે "ભારતરત્ન" એનાયત કરવાની માગ

author img

By

Published : Jul 17, 2021, 1:56 PM IST

  • દિલ્હી CM Kejriwalનો PM Modiને પત્ર
  • પર્યાવરણવિદ્ સુંદરલાલ બહુગુણાને "ભારતરત્ન" એનાયત કરવા માગણી કરી
  • કહ્યું તેમણે દેશ માટે કરેલા કામનું ઋણ આપણે નહીં ચૂકવી શકીએ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Chief Minister Arvind Kejriwal) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) પત્ર લખીને પ્રખ્યાત પર્યાવરણવિદ્ સુંદરલાલ બહુગુણાને ( Sundarlal Bahuguna ) મરણોત્તર "ભારતરત્ન" એનાયત કરવાની માગણી કરી છે. કેજરીવાલે કહ્યું છે કે દેશ અને સમાજની સુધારણા માટે તેમણે કરેલા કામનું ઋણ આપણે ચૂકવી શકીશું નહીં. વધુમાં તેમણે લખ્યું છે કે બહુગુણાએ આ વર્ષે 21 મે 2021ના ​​રોજ 94 વર્ષની તેમની જીવનયાત્રા પૂર્ણ કરી.

સીએમ કેજરીવાલે લખ્યું છે કે આ વર્ષે દેશ આઝાદીના 75 વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. સુંદરલાલ બહુગુણાએ ( Sundarlal Bahuguna ) પોતાનું બાળપણ ગાંધીજીની પ્રેરણાથી સ્વતંત્રતા સંગ્રામમાં દેશની આઝાદીની લડતમાં વીતાવ્યું હતું. પાછળથી વિનોબા ભાવેની પ્રેરણાથી તેઓ ભૂદાન અને ગ્રામ સ્વરાજના કાર્યક્રમમાં સામેલ થયાં હતાં. તે સમયે જ્યારે વિશ્વ પર્યાવરણના શોષણની આંધળી દોટમાં હતું, તે સમયે સમગ્ર વિશ્વ પર જોખમની લાગણી અનુભવીને તેમણે પર્યાવરણની રક્ષા માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી.

સુંદરલાલ બહુગુણા ( Sundarlal Bahuguna ) દ્વારા શરુ કરવામાં આવેલા (Chipko Movement) નો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ લખ્યું છે કે, તેમના દ્વારા શરૂ કરાયેલું આંદોલન હિમાલયથી શરૂ થઈને દક્ષિણમાં કર્ણાટક પહોંચ્યું હતું. આપણે ભાગ્યશાળી છીએ કે સુંદરલાલ બહુગુણા જેવા વ્યક્તિત્વનો જન્મ આપણાં દેશમાં થયો છે. સીએમ કેજરીવાલે પોતાના પત્રમાં એમ પણ જણાવ્યું છે કે દિલ્હી સરકારે સુંદરલાલ બહુગુણાની તસવીર દિલ્હી વિધાનસભામાં મૂકી છે.

તેમણે દેશ માટે કરેલા કામનું ઋણ આપણે નહીં ચૂકવી શકીએ

વડાપ્રધાનને લખેલા પત્રમાં કેજરીવાલે કહ્યું છે કે, હવે આપણે સ્વતંત્રતાના 75માં વર્ષમાં છીએ અને આપણે 75 મહાનુભાવોનું સન્માન કરી રહ્યાં છીએ, જેમણે છેલ્લા 75 વર્ષ દરમિયાન દેશને યોગ્ય દિશા આપી હતી. દિલ્હી સરકાર વતી હું વિનંતી કરું છું કે સુંદરલાલ બહુગુણાને ( Sundarlal Bahuguna ) "ભારતરત્ન" ની પદવીથી સન્માનિત કરવામાં આવે. સીએમે લખ્યું છે કે સુંદરલાલ બહુગુણાને "ભારતરત્ન" એનાયત કરવાથી જ આ સન્માન મળશે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 - દિલ્હી અને પંજાબ બાદ કેજરીવાલ ગુજરાતમાં ફ્રી વીજળીનું વચન આપે તો શું? કેટલો બોજો પડશે

આપને જણાવીએ કે 15 જૂલાઈએ દિલ્હી વિધાનસભામાં સુંદરલાલ બહુગુણાની ( Sundarlal Bahuguna ) પથ્થરની તકતીના અનાવરણ દરમિયાન કહ્યું હતું કે સુંદરલાલ બહુગુણાને આ વર્ષે "ભારતરત્ન" મળવો જોઈએ અને હવે તેમણે આ અંગે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે. જો કે આ પહેલાં કેજરીવાલ કોરોના દરમિયાન તેમના જીવ જોખમમાં મૂકનારા ડોકટરોને માટે પણ "ભારતરત્ન" ની માગ કરી ચૂક્યાં છે.

આ પણ વાંચોઃ પંજાબમાં પરિવાર દીઠ 300 યુનિટ વીજળી મફત અપાશે : કેજરીવાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.