ETV Bharat / bharat

AAP ધારાસભ્યો સાથે CM કેજરીવાલની બેઠક પૂરી, 61 ધારાસભ્યો રહ્યા હાજર - AAPના 53 ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા હતા

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે તેમના નિવાસસ્થાને AAP ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં 53 ધારાસભ્યો પહોંચ્યા હતા, જ્યારે સત્યેન્દ્ર જૈન સિવાય અન્ય તમામ ધારાસભ્યો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજર હતા. CM Arvind Kejriwal called a meeting of all AAP MLA, Horse trading of MLAs was discussed in Meeting, AAP accused BJP of horse trading of MLAs,

AAP ધારાસભ્યો સાથે CM કેજરીવાલની બેઠક શરૂ, માત્ર 48 ધારાસભ્યો પહોંચ્યા, બાકીનો સંપર્ક નથી

author img

By

Published : Aug 25, 2022, 11:38 AM IST

Updated : Aug 25, 2022, 1:11 PM IST

નવી દિલ્હી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પાર્ટીના ધારાસભ્યો સાથે તેમના નિવાસસ્થાને બેઠક (Arvind Kejriwal called a meeting of all AAP MLA) યોજી હતી. જેમાં કુલ 61 ધારાસભ્યો હાજર રહ્યા હતા. AAPના 53 ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા (53 MLAs of AAP reached the meeting) હતા, જ્યારે સત્યેન્દ્ર જૈન સિવાય બાકીના ધારાસભ્યો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં સામેલ થયા હતા. નવી લિકર પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારને લઈને CBIના દરોડા બાદ દિલ્હીનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ દરમિયાન AAPએ ભાજપ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ (AAP accused BJP of horse trading of MLAs) લગાવ્યો છે.

આ પણ વાંચો ઘરે સ્વાદિષ્ટ મોદક બનાવીને ભગવાન ગણેશને કરો પ્રસન્ન, જાણો રેસીપી

8 ધારાસભ્યોએ બેઠકમાં હાજરી આપી ન હતી AAP નેતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, AAPના તમામ ધારાસભ્યો સંપર્કમાં છે. પાર્ટીના 53 ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા છે. 7 ધારાસભ્યો દિલ્હીની બહાર છે. મનીષ સિસોદિયા (હિમાચલ) સત્યેન્દ્ર જૈન (જેલ) સ્પીકર રામ નિવાસ ગોયલ (વિદેશ મુલાકાત) વિનય કુમાર (રાજસ્થાન) શિવચરણ ગોયલ (રાજસ્થાન) ગુલાબ સિંહ (ગુજરાત) દિનેશ મોહનિયા (દિલ્હી બહાર) મુકેશ અહલાવત (ગુજરાત) છે.

ભાજપ AAP ધારાસભ્યોને તોડવા માંગે છે નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આ બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. તેઓ આજે હિમાચલના ઉનામાં એક સભાને સંબોધશે. ઉનામાં સિસોદિયા આમ આદમી પાર્ટીની બીજી ગેરંટી વિશે જનતાને જણાવશે. ઉનાના એક ફાર્મ હાઉસમાં આ સંદર્ભે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ, બુધવારે AAP સાંસદ સંજય સિંહે ચાર ધારાસભ્યો સોમનાથ ભારતી, અજય દત્ત, સંજીવ ઝા, કુલદીપ સાથે પાર્ટી કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ભાજપ AAP ધારાસભ્યોને તોડવા માંગે છે. તેના બદલામાં 20 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી રહી છે. AAP નેતાઓને ભાજપના તે નેતાઓના નામ જાહેર કરવા કહેવામાં આવ્યું કે, જેઓ સંપર્ક કરવા અને હોર્સ ટ્રેડિંગ કરવા માંગતા હતા, ત્યારે તેઓએ આ ક્ષણે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આ પછી જ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમના નિવાસસ્થાને પાર્ટીની પીએસીની બેઠક યોજી હતી. જેમાં આજે ધારાસભ્યોની બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી

તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપી નવી એક્સાઈઝ પોલિસીને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે, નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના ઘર પર CBIના દરોડા પડ્યા છે. આ અંગે ચર્ચા માટે વિધાનસભાનું સત્ર પણ બોલાવવામાં આવ્યું છે, જેમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

Last Updated : Aug 25, 2022, 1:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.