- લદ્દાખમાં સિવિલ ડ્રેસમાં વાહનો સાથે ઘુસણખોરી કરી રહ્યા હતા ચીની સૈનિકો
- ઘુસણખોરી કરતા ચીની સૈનિકોનો વીડિયો વાઈરલ
- ખાનાબદોશ સાથે દલીલો કરતા જોવા મળે છે ચીની સૈનિકો
શ્રીનગરઃ ભારત-ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયા બાદ તણાવની સ્થિતિને લઈ વાતચીતનો દોર ચાલી રહ્યો છે. એવામાં લદ્દાખમાં ચીની વાહનો ઘુષણખોરી કરતા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સ્થાનિક લોકો સાથે સિવિસ ડ્રેસમાં આવેલા ચીની સૈનિકો દલીલો કરતા જોવા મળી રહ્યાં છે.
લદ્દાખના ન્યોમાં વિસ્તારમાં સ્થિત ચાંગથાંગનો છે આ વીડિયો
લદ્દાખમાં ચીની વાહનો ઘુષણખોરી કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. 5 મીનિટનો આ વીડિયો પૂર્વી લદ્દાખના ન્યોમાં વિસ્તારમાં સ્થિત ચાંગથાંગનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચીની સૈનિકો દલીલો કરતા જોવા મળી રહ્યાં છે. જોકે ભારતીય સેના દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલતાં તણાવ વચ્ચે આ ઘટના અંગે કોઈ પણ નિવેદન આપ્યું નથી, પંરતુ એક સ્થાનિક કાઉન્સિલરે પુષ્ટી કરી છે કે આ ઘટના થોડા દિવસો પૂર્વે બની છે.
પ્રતિનિધિ ઈશી સપ્લાંગે આ ઘટના અંગે ઈટીવી ભારત સાથે કરી વાત
લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં ન્યોમા નિર્વાચન ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ કરનારી ઈશી સપ્લાંગે ફોન પર ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે કેટલાક દિવસો પૂર્વે બે ચીની વાહનોએ અમારા વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. જોકે આ ઘટના અંગે મને પુરી જાણ નથી. તેમણે વધુમાં કહ્યું કે ચીની સૈનિકો આ વિસ્તારમાં પશૂઓના ચરવા પર આપત્તિ ઉઠાવતા સ્થાનિય ખાનાબદોશ સાથે દલીલો કરી રહ્યા હતાં.
આ ઘટના બાદ પ્રશાસન દ્વારા લેવામાં આવેલા પગલા અંગે પૂછવામાં આવ્યું તો ઈશી સપ્લાંગે કહ્યું કે તેઓ આવ્યા, ઘટનાની નિંદા કરી અને પરત જતા રહ્યા. મને લાગે છે કે તેઓ નથી ઈચ્છતા કે આ ક્ષેત્રમાં પશુઓ ચરે, જોકે આ ભારતનું અધિકાર ક્ષેત્ર છે.