- કોરોના રસીને કારણે ગંભીર ન્યુરોલોજીકલ અને માનસિક રોગના લક્ષણો જણાયાનો દાવો
- 5 કરોડ રૂપિયાના વળતરની માગ
- સંસ્થાની એથિક્સ કમિટી અને DCGI દ્વારા તપાસ ચાલી રહી છે
બેંગલુરુ : કોરોના વાઇરસની રસીના પરીક્ષણ સાથે સંકળાયેલા એક 40 વર્ષીય વ્યક્તિએ દાવો કર્યો હતો કે, કોવિશિલ્ડ(કોરોના રસી)ને કારણે તેના સ્વાસ્થ્ય પર ખૂબ ગંભીર અસર થઇ છે. તેમને મેડિકલ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વકીલ દ્વારા નોટિસ મોકલીને કોરોના રસીની ગંભીર આડઅસર થઇ હોવાનો દાવો કર્યો છે. આ સાથે રૂપિયા 5 કરોડના વળતરની માગ પણ કરી છે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ DCGIએ આ અંગે તપાસ શરૂ કરી છે.
5 કરોડ રૂપિયાના વળતર સાથે કોરોના રસીના પરીક્ષણ, ઉત્પાદન અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધની માગ
કોરોના રસી પરીક્ષણમાં સામેલ ઉદ્યોગપતિએ દાવો કર્યો છે કે, કોરોના રસીને કારણે ગંભીર ન્યુરોલોજીકલ અને માનસિક રોગના લક્ષણો જણાઇ રહ્યા છે. જે કારણે કોરોના રસીના પરીક્ષણ, ઉત્પાદન અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ કરવામાં આવે. આ સાથે જ તેમને 5 કરોડ રૂપિયાના વળતરની માગ પણ કરી છે.
DCGI દ્વારા ચાલી રહી છે તપાસ
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) અને સંસ્થાની એથિક્સ કમિટી દ્વારા કોરોના રસીના પરીક્ષણમાં ભાગ લેનારા લોકોમાં પ્રતિકૂળ અસરો થવા સંબધિત દાવા અંગે તપાસ કરવામાં આવી રહી છે કે, વ્યક્તિને અપાયેલી કોરોના રસીના ડોઝ સાથે સંબંધ છે કે કેમ? ICMRના રોગચાળા અને ચેપી રોગોના વિભાગના વડા ડૉ. સમીરન પાંડાએ જણાવ્યું હતું કે, સંસ્થાની એથિક્સ કમિટી અને DCGI બન્ને તપાસ કરી રહી છે કે, કોરોના વાઇરસની રસી અને પ્રતિકૂળ અસરો વચ્ચે કોઈ સંબંધ છે કેમ?
દાવો કરનારા વ્યક્તિના વકીલે લીગલ નોટિસ મોકલી
આ અગાઉ દાવો કરનારા વ્યક્તિના વકીલ એનજીઆર પ્રસાદે જણાવ્યું હતું કે, જ્યારે અમારા અસીલને કોરોના રસીના પરીક્ષણ દરમિયાન રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારે તેમને ગંભીર ન્યુરોલોજીકલ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અમે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ડ્રગ્સ ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ, એસ્ટ્રાઝેનેકા યુકેના સીઇઓ, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રસી પરીક્ષણના મુખ્ય સંશોધનકાર પ્રોફેસર એન્ડ્ર્યુ પોલાર્ડ અને શ્રી રામચંદ્ર હાયર એડ્યુકેશન એન્ડ રિસર્ચના કુલપતિને નોટિસ મોકલી છે. પ્રસાદે જણાવ્યું કે, 21 નવેમ્બરના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી અને આજ સુધી અમને કોઈ પક્ષ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
SIIએ ઓક્સફર્ડની બ્રિટીશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે ભાગીદારી
આ નોટિસ અનુસાર 40 વર્ષીય આ વ્યક્તિ પરિણીત છે અને બે બાળકોનો પિતા છે. તેના બાળકોની ઉંમર 12 અને 7 વર્ષની છે. શ્રી રામચંદ્ર સંસ્થા દ્વારા સ્વયંસેવકને માહિતી આપવામાં આવી હતી કે, ભારતીય પુખ્ત વયના લોકો પર સ્વાસ્થ્યમાં કોવિડશિલ્ડ(કોરોના રસી)ની સલામતી અને પ્રતિરક્ષાનું પરીક્ષણ કરવા માટે આ એક રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ સ્ટડી હતી. તેમને આ ડોઝ 1 ઓક્ટોબરના રોજ પરીક્ષણ સ્થળોમાં સમાવિષ્ટ ચેન્નઈની શ્રી રામચંદ્ર ઇન્ટીટ્યુટ ઓફ હાયર એડ્યુકેશન એન્ડ રિસર્ચમાં આપવામાં આવ્યો હતો. કોરોના રસી વિકસાવવા માટે SIIએ ઓક્સફર્ડની બ્રિટીશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે ભાગીદારી કરી છે.
આ પહેલા પણ પરીક્ષણ પર લાગ્યો હતો પ્રતિબંધ
આ અગાઉ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએના પરીક્ષણમાં સામેલ એક વ્યક્તિમાં કોઈ અજાણ્યા રોગના લક્ષણો જોવા મળ્યા હતા જે બાદ અન્ય દેશોમાં તેના ક્લિનિકલ ટ્રાયલ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને DCGIએ પણ SIIને 11 સપ્ટેમ્બરે ઓક્સફર્ડની બીજી એન્ટી કોવિડ-19 રસી મોકલી હતી, તેના ત્રીજા તબક્કાના પરીક્ષામાં કોઈ પણ નવા સ્વમંસેવકને આગમી આદેશ સુધી સામેલ ન થવા જણાવ્યું હતું. જે બાદ SIIને પરીક્ષણ ફરી શરૂ કરવા માટે 15 સપ્ટેમ્બરના રોજ મંજૂરી આપવામાં આવી હતી.