ETV Bharat / bharat

Horoscope for the Day 6 JANUARY: આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - मीन राशिफल

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope for the Day 6 JANUARY
Horoscope for the Day 6 JANUARY
author img

By

Published : Jan 6, 2022, 6:01 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ શુભ નીવડશે. આજે આપ સગાં સ્‍નેહીઓ, મિત્રવર્તુળ સાથે સામાજિક કાર્યોમાં રચ્‍યાપચ્‍યા રહેશો. આજે મિત્રો તરફથી લાભ પણ થાય અને મિત્રો પાછળ ખર્ચ પણ થાય. આજે વડીલો સાથે સંપર્ક અને વ્‍યવહાર કરવાનું બને. આજે આપને કોઇ રમણીય પર્યટન સ્‍થળની મુલાકાત લેવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત થશે. આકસ્મિક ધનલાભ થાય. સંતાનોથી સારો લાભ છે.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ એકંદરે સારો રહે. આજે આપ નવા કાર્યોનું આયોજન હાથ ધરી શકશો. નોકરી કરનાર તેમજ વ્‍યવસાયિકો માટે સારો દિવસ છે. નોકરિયાતો ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િ મેળવી શકશે. આજે આપના અધૂરાં કાર્યો પૂર્ણતા તરફ આગળ વધે. નોકરીમાં બઢતીથી આર્થિક લાભ થાય. સરકારી લાભ મળે. ગૃહસ્‍થ જીવનમાં તમારૂં વર્ચસ્‍વ વધે અને મધુરતા વ્‍યાપે. ભેટ- ઉપહાર માન- સન્‍માનથી મન પ્રસન્‍ન રહે.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. આજે આપના કાર્યો પૂર્ણ થવામાં થોડી રાહ જોવાની તૈયારી રાખવી. શરીરમાં સ્‍ફૂર્તિ જળવાઈ રહે તે માટે કામનું અતિભારણ લેવાનું ટાળજો. પેટના રોગો હોય તેવા જાતકોએ વધુ સાચવવું. નોકરીમાં ઉપરી અધ‍િકારીઓ સાથે કામ પૂરતી વાત કરવી. રાજકીય પળોજણોથી દૂર રહેવામાં આપની ભલાઇ છે. મહત્‍વના કામ કે નિર્ણય આજે મુલતવી રાખવા. સંતાનો સાથે મતભેદ ટાળવાની તેમજ શાંતિથી તેમની સાથે ચર્ચા કરવાની સલાહ છે. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું જરૂરી છે.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. મનનું નકારાત્‍મક વલણ છોડીને દરેક કાર્યમાં અથવા દરેક વ્યક્તિ સાથે વ્યવહારમાં સકારાત્મક અભિગમ સાથે આગળ વધજો. બહારનું ખાવા પીવાના કારણે તંદુરસ્‍તીને વિપરિત અસર પડી શકે છે માટે સ્વાદના ચટાકા લેવાનું ટાળજો. ક્રોધને અંકુશમાં રાખી શક્ય હોય ત્યાં સુધી રમૂજી રહેવું. પરિવારના સભ્‍યો સાથે શાંતિ અને વિનમ્રતાથી વર્તન કરવું. નવા સંબંધોની શરૂઆત કરવામાં અતિ ઉતાવળ કરવી નહીં. નાણાંની ખેંચ અનુભવવી પડે. ઇશ્વરભક્તિથી હળવાશ અનુભવી શકશો.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. પતિ- પત્‍ની વચ્‍ચે નજીવા કારણોસર ખટરાગની નોબત ટાળવા માટે તમારે એકબીજાને સંબંધોમાં પુરતો અવકાશ આપવો પડશે. જીવનસાથીના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. સાંસારિક બાબતોમાં તમે ઓછુ ધ્યાન આપી શકશો. જાહેરજીવનમાં આપને અપેક્ષા કરતા ઓછો યશ મળે. ભાગીદારો સાથે મતભેદ ટાળવા માટે ખાસ કરીને કોઈપણ આર્થિક વ્યવહારોમાં વધુ પારદર્શકતા રાખવી. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત સામાન્ય રહે. કોર્ટ કચેરીના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થાય.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. શારીરિક તેમજ માનસિક સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેતાં પ્રસન્‍નતા અનુભવાય આર્થિક લાભ અને કામમાં સફળતા મળે. માંદગીમાં રાહત જણાય. નોકરીમાં લાભ મળે. હાથ નીચેના કર્મચારીઓનો તથા સહકાર્યકરોનો સહકાર મળે. હીરફો પર વિજય મેળવી શકશો.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજે આપ કલ્‍પના અને સર્જનશક્તિનો શ્રેષ્‍ઠ ઉપયોગ કરી શકશો. સંતાનોની પ્રગતિ થાય. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહે. તન મનથી તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. વધુ પડતા વિચારોથી મન વિચલિત બનો. આજે કોઇ સાથે બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં ભાગ લેવાનો પ્રસંગ આવે, પરંતુ તેમાં ઉંડા ન ઉતરવાની સલાહ છે.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આજના દિવસે આપના શારીરિક, માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થતા મેળવવા માંગતા હોવ તો આ વધુ પડતું કામનું ભારણ લેવાના બદલે થોડો આરામ કરજો. કોઇને કોઇ બાબતની ચિંતામાં તમે મૂળ કામ પર ઓછુ ધ્યાન આપી શકશો. પરિવારના સભ્‍યો તેમજ સગાંસંબંધીઓ સાથે શાંતિ અને આત્મીયતાથી વ્યવહાર કરવો અને દરેકને પૂરતો આદર આપવો. જમીન વાહન વગેરેના ખરીદી દસ્‍તાવેજો કરવામાં કાળજી લેવી.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. આજે આપને ગૂઢ રહસ્‍યવાદ અને આધ્‍યાત્મિકતાનો રંગ લાગશે. તેથી આ વિષયમાં ઉંડા ઉતરવાનો પ્રયાસ કરશો. નવું કાર્ય શરૂ કરવા કાર્યરત બનશો. આરોગ્‍ય જળવાશે અને આપનું મન પણ પ્રસન્‍ન રહેશે. ટૂંકી મુસાફરી થવાની સંભાવના છે. મિત્રો અને સગાસંબંધીઓ સાથેની મુલાકાત સુખદ રહે. ભાગ્‍ય આપની સાથે રહેશે. વેપાર ધંધામાં પ્રગતિ થાય.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આપને વાણી અને વર્તનમાં સંયમ રાખશો તો ઘણી મુશ્કેલીઓ આવતા પહેલા જ અટકાવી શકશો. પરિવારજનો સાથે મનદુ:ખ ટાળવા માટે તેમની દરેક જરૂરિયાતોને સંતોષવાનો પ્રયાસ કરવો. શેર સટ્ટામાં મૂડીરોકાણ કરવાનું આયોજન કરશો. આર્થિક લાભ થાય. આરોગ્‍ય અંગે થોડી કાળજી લેવાની સલાહ છે. આંખમાં કોઇ તકલીફ હોય તેમણે વધુ ધ્યાન આપફવું. નકારાત્‍મક વલણ દૂર કરવાથી ફાયદો થશે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વધારે ધ્‍યાન રાખવું પડે.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. શારીરિક માનસિક રીતે આપનો દિવસ પ્રફુલ્લિત રહેશે. સગાં સ્‍નેહીઓ તેમજ મિત્રો અને પરિવારના સભ્‍યો સાથે ઘરમાં ઉત્‍સવનું વાતાવરણ રહેશે. સુરૂચિપૂર્ણ અને મિષ્‍ટ ભોજનનો આસ્‍વાદ માણશો. હરવા ફરવાનો અને પર્યટનનો કાર્યક્રમ યોજાય આર્થિક દૃષ્ટિએ લાભદાયી દિવસ છે. અધ્‍યાત્‍મ અને ચિંતનમાં ઉંડો રસ લેશો.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES : આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આર્થિક બાબતોનું આયોજન અને મૂડી રોકાણ કરતી વખતે ખૂબ ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ નિર્ણય લેવામાં તમારે એકાગ્રતા વધારવી પડશે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. મિત્રો તેમજ સ્‍વજનો સાથે મતભેદ ટાળવા માટે શાંતિથી વર્તન કરવું અને વાતચીતમાં સ્પષ્ટતા રાખવી. લાલચવૃત્તિ આપને નુકસાનીમાં ન ધકેલે તેનું ધ્‍યાન રાખવું જામીનગીરી કે કોર્ટ કચેરીના મામલામાં ન પડવું યોગ્‍ય રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.