હૈદરાબાદઃ ઈસરોએ ચંદ્રના બે ફોટા શેર કર્યા અને ત્યારબાદ ડીલીટ પણ કર્યા. જેમાંથી ચંદ્રયાન-2 દ્વારા લેવાયેલ લેન્ડર વિક્રમના ફોટોનો પણ સમાવેશ થાય છે.
ચંદ્રયાન-3, હું તમારી જાસૂસી કરૂ છુંઃ ચંદ્રયાન-3ના ફોટો ચંદ્રયાન-2ના ઓર્બિટર હાઈ રીઝોલ્યુશન કેમેરા(OHRC) દ્વારા ચંદ્રયાન-3ના ફોટો લેવાયા હતા તે ઈસરોએ શેર કર્યા હતા. ઈસરોએ પોસ્ટમાં લખ્યું હતું કે ચંદ્રયાન-3, હું તમારી જાસૂસી કરૂ છું. આ ફોટોમાંથી એક ફોટો બપોરે 02.28 કલાકે તારીખ 23 ઓગસ્ટના રોજ લેવાયો છે જ્યારે બીજો ફોટો વિક્રમ લેન્ડરનો છે જે તે જ દિવસે રાત્રે 10.17 કલાકે લેવાયો છે.
-
ISRO deletes its recently issued tweet on Chandrayaan-3 pic.twitter.com/Lv1uphYpTp
— ANI (@ANI) August 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ISRO deletes its recently issued tweet on Chandrayaan-3 pic.twitter.com/Lv1uphYpTp
— ANI (@ANI) August 25, 2023ISRO deletes its recently issued tweet on Chandrayaan-3 pic.twitter.com/Lv1uphYpTp
— ANI (@ANI) August 25, 2023
દક્ષિણ ધૃવ પર પહોંચનાર ભારત પહેલો દેશઃ બુધવારે ઈસરોએ ભારતને ઐતિહાસિક સિદ્ધિ અપાવી હતી. જ્યારે ચંદ્રની સપાટી સાથે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM)નો સંપર્ક થયો ત્યારે આ સિદ્ધિ આપણે હાંસલ કરી. 615 કરોડના ખર્ચે ઈસરોએ ચંદ્ર પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત વિશ્વનો 4થો દેશ બન્યો છે. રશિયાનું લુના-25 અભિયાન નિષ્ફળ થયા બાદ ભારત ચંદ્રના દક્ષિણ ધૃવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે.
લેન્ડિંગ મોડ્યુલની કામગીરીઃ લેન્ડિંગ મોડ્યુલમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનો સમાવેશ થાય છે. પ્રજ્ઞાન રોવરનું વજન 26 કિલોગ્રામ છે. સોફ્ટ લેન્ડિંગના લગભગ કલાક બાદ રોવરે વિક્રમ લેન્ડરને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતરાણ કરાવ્યું. જે ભારત અને ઈસરોની બીજી સિદ્ધિ છે.
સૂર્યપ્રકાશ છે અગત્યનોઃ લેન્ડર અને રોવરના મિશનની અવધિ 1 ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 1 દિવસ જેટલી છે. ઈસરો માને છે કે જ્યારે ચંદ્રની સપાટી પર સૂર્ય અજવાળુ પાથરશે ત્યારે તેમની પ્રયોગો અને અભ્યાસ કરવાની ક્ષમતા વધશે. લેન્ડર અને રોવરની સિસ્ટમ અત્યારે એક બાદ એક પ્રયોગો કરી રહી છે જે 14 દિવસ સુધી ચાલશે. 14 દિવસ બાદ ચંદ્રના બીજા ભાગ પર અંધારૂ અને ઠંડી છવાઈ જશે.