ચંદીગઢઃ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં (Chandigarh Municipal Corporation Election 2021) ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) વર્તમાન મેયર રવિકાંત શર્મા આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ઉમેદવાર દમનપ્રીત સિંહ સામે હારી ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, નગરપાલિકાના 35 વોર્ડ માટે નવ મતગણતરી કેન્દ્રોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને આજે સોમવારના સવારે 9 વાગ્યાથી મતગણતરીની પ્રકિયા શરૂ કરવામાં આવી છે.
AAPએ અત્યાર સુધીમાં પાંચ વોર્ડ માટે મારી બાજી
શુક્રવારે યોજાયેલી નગરપાલિકાની ચૂંટણી માટે પડેલા મતોની ગણતરી હાલ ચાલી રહી છે આ સાથે સોમવારના બપોર સુધીમાં પરિણામ જાહેર થવાની ધારણા લગાવામાં આવી છે. AAPએ અત્યાર સુધીમાં પાંચ વોર્ડ માટે જીત હાંસિલ કરી લીધી છે, જ્યારે કોંગ્રેસ અને ભાજપએ માત્ર બે-બે વોર્ડમાં જીત મેળવી છે.
દવેશ મોદગિલની AAPના જસબીર સામે હાર
રવિકાંત શર્મા તેમની સીટ વોર્ડ નંબર 17 પર દમનપ્રીત સિંહ સામે 828 મતથી હારી ગયા છે. પૂર્વ મેયર અને ભાજપના ઉમેદવાર દવેશ મોદગિલ વોર્ડ નંબર 21માંથી AAPના જસબીર સામે 939 મતોથી હારી ગયા છે.
ચંદીગઢમાં AAPની એન્ટ્રી
પહેલીવાર ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી રહેલી AAP ત્રણ વોર્ડથી અને કોંગ્રેસ એક વોર્ડમાં આગળ છે. મહાનગરપાલિકાના 35 વોર્ડ માટે નવ મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 2016માં વોર્ડની સંખ્યા 26 હતી જે વધીને હવે 35 થઈ ગઈ છે.
BJP અને કોંગ્રેસ સિવાય AAPના આવાથી હરીફાઈએ ત્રિકોણી આકાર લીધો
પરંપરાગત રીતે, દર પાંચ વર્ષે યોજાનાર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે જોરદાર હરીફાઈ જોવા મળે છે, પરંતુ આમ આદમી પાર્ટીના પ્રવેશથી આ વખતે હરીફાઈએ ત્રિકોણી આકાર લઇ લીધો છે. આમ આદમી પાર્ટીના પ્રવેશથી મ્યુનિસિપલ ચૂંટણી વધુ રસપ્રદ થઇ ગઇ છે.
વર્તમાન નગરપાલિકામાં ભાજપનું રાજ
વર્તમાન નગરપાલિકામાં ભાજપની બહુમતી છે. છેલ્લી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં, ભાજપે 20 બેઠકો જીતી હતી અને તેના ભૂતપૂર્વ સાથી શિરોમણી અકાળી દળના ભાગમાં એક સીટ આવી હતી. કોંગ્રેસના હાથમાં માત્ર ચાર બેઠકો આવી હતી.
ભાજપ પર નિશાન સાધવા કોંગ્રેસ અને AAP સાથે આવ્યા
ભાજપે છેલ્લા પાંચ વર્ષની સિદ્ધિઓના આધારે ચૂંટણી લડી છે, જ્યારે કોંગ્રેસ અને AAPએ વિકાસના કામો કરવામાં નિષ્ફળ રહ્યાં છે તેવું કહી ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે આ સાથે શહેર "સ્વચ્છ સર્વેક્ષણ રેકિંગમાં (Clean survey racking List 2021) ઉતરતા ક્રમે છે તેવું કહી શાસક પક્ષની આલોચના કરી હતી.
કોંગ્રેસ અને AAPએ ભાજપને ઘેરયું
દાદુમાજરા કચરા સંગ્રહ સ્થળની સમસ્યાનું નિરાકરણ ન કરવા અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધવાને લઈને પણ બંને પક્ષોએ ભાજપ પક્ષને ઘેરયું હતું.
આ પણ વાંચો:
ચૂંટણીઓ સોશિયલ એન્જિનિયરિંગનીના આધારે જ રાજકીય પક્ષો લડે છે- સુનિલ જોશી