- કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોના મોત
- આ ઘટનાને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી
- મૃતકોની ગરિમાનું સન્માન કરવા માટે પાયાવિહોણી અટકળો ટાળી શકાય
હૈદરાબાદ: કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં(Coonoor helicopter crash ) CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોના મોતથી લોકો આઘાતમાં છે. આ ઘટના બાદ આ ઘટનાને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. ઘણા લોકોએ રશિયન બનાવટના Mi-17V-5 મિડિયમ-લિફ્ટર હેલિકોપ્ટરની (Mi-17V-5 Medium-Lifter Helicopter )ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. આ સિવાય સુબ્રમણ્યમ સ્વામીએ (Subramaniam Swamy)પણ આમાં ષડયંત્રની શક્યતા વ્યક્ત કરી હતી અને કોર્ટ ઓફ ઈન્ક્વાયરીને બદલે આ ઘટનાની તપાસ માટે ન્યાયાધીશની માંગણી કરી હતી.
ચીને તેમના નિવેદનનો વિરોધ કર્યો
સુરક્ષા નિષ્ણાત બ્રહ્મ ચેલ્લાનીએ (Security expert Brahma Chellani)તેમના ટ્વીટમાં કહ્યું કે, જનરલ રાવતના મૃત્યુ( Death of General Rawat)અને 2020માં હેલિકોપ્ટર દુર્ઘટના વચ્ચે ઘણી સમાનતાઓ છે. આ દુર્ઘટનામાં તાઈવાનના આર્મી ચીફ જનરલ શેન યી મિંગ (Taiwan's Army Chief General Shen Yi Ming)અને અન્ય સાત જનરલોના મોત થયા હતા. આ બંને હેલિકોપ્ટર દુર્ઘટનાઓમાં ચીનના આક્રમક વલણનો વિરોધ કરી રહેલા મહત્વના લોકો માર્યા ગયા હતા. ચીને તેમના નિવેદનનો વિરોધ કર્યો હતો. ચીની મીડિયાએ લખ્યું, અકસ્માત ચીનમાં નહીં, ભારતમાં થયો હતો.
ભારતીય વાયુસેનાને હરકતમાં આવવું પડ્યું
ઘણા નિષ્ણાતોએ આમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI(ISI Pakistan's intelligence agency ISI) , ચીનની સ્લીપર સેલ અને શ્રીલંકાના આતંકવાદી સંગઠન LTTEની (Sri Lankan terrorist organization LTTE) સંડોવણીની આશંકા વ્યક્ત કરી હતી. આવી અટકળોના કારણે ભારતીય વાયુસેનાને હરકતમાં આવવું પડ્યું હતું.
ભારતીય વાયુસેનાએ તેના ટ્વિટમાં લખ્યું
ભારતીય વાયુસેનાએ તેના ટ્વિટમાં (Indian Air Force tweet )લખ્યું છે કે ભારતીય વાયુસેનાએ 08 ડિસેમ્બર 21ના રોજ થયેલા દુ:ખદ હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે ટ્રાઇ-સર્વિસ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે. તપાસ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને હકીકતો સામે લાવવામાં આવશે. ત્યાં સુધી, મૃતકોની ગરિમાનું સન્માન કરવા માટે, પાયાવિહોણી અટકળો ટાળી શકાય છે.
-
At a time when China's 20-month-long border aggression has resulted in a warlike situation along the Himalayan front, the tragic death of India's chief of defense staff, Gen. Rawat, his wife and 11 other military personnel in a helicopter crash couldn't have come at a worse time.
— Brahma Chellaney (@Chellaney) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">At a time when China's 20-month-long border aggression has resulted in a warlike situation along the Himalayan front, the tragic death of India's chief of defense staff, Gen. Rawat, his wife and 11 other military personnel in a helicopter crash couldn't have come at a worse time.
— Brahma Chellaney (@Chellaney) December 8, 2021At a time when China's 20-month-long border aggression has resulted in a warlike situation along the Himalayan front, the tragic death of India's chief of defense staff, Gen. Rawat, his wife and 11 other military personnel in a helicopter crash couldn't have come at a worse time.
— Brahma Chellaney (@Chellaney) December 8, 2021
આ પણ વાંચોઃ IMA Passing Out Parade: સેનાના 319 બહાદુર અધિકારીઓ મળ્યા