- કેસ સાથે જોડાયેલા તમામના નિવેદન CBIએ નોંધ્યા
- મહારાષ્ટ્ર સરકાર અને દેશમુખે કરેલી અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી
- દેશમુખે 5 એપ્રિલે ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપ્યું
મુંબઈ (મહારાષ્ટ્ર): CBIએ રવિવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખના બે PAની પૂછપરછમાં મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ પરના ભ્રષ્ટાચારના આરોપમાં પૂછપરછ કરી હતી. આ બન્નેને પહેલેથી જ CBI દ્વારા સમન પાઠવવામાં આવ્યું હતું. એન્ટીલીયા કેસ સાથે જોડાયેલા દેશમુખના PA ઉપરાંત સસ્પેન્ડ મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વાઝેના બે ડ્રાઇવરોની પણ CBI દ્વારા આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:હિરેન મનસુખ હત્યા કેસ: ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે સચિન વાજેને CSMT લઈ જવાયો
CBIએ નોંધ્યા નવા નિવેદનો
પરમબીર સિંહ દ્વારા દેશમુખ સામે કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ CBI કરી રહી છે. CBIએ અગાઉ મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ, સચિન વાઝે, ફરિયાદી જયશ્રી પાટિલ, ACP સંજય પાટિલ અને વાઝેના સહાયક મહેશ શેટ્ટીનું નિવેદન નોંધ્યું હતું.
દેશમુખે કરેલી અરજીઓને સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે ફગાવી
પરમબીર સિંહે તેમના ઉપર લગાવેલા ભ્રષ્ટાચાર અને દુષ્કર્મના આરોપો અંગે CBI દ્વારા પ્રાથમિક તપાસના નિર્દેશ આપતા બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી મહારાષ્ટ્ર સરકાર અને દેશમુખે કરેલી અરજીઓને સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે ફગાવી દીધી હતી.
આ પણ વાંચો:સચિન વઝે કેસમાં કબ્જે કરાયેલી કાર અગ્રવાલ પરિવારને મુંબઈના ઇસ્માઇલે આપી હતી ભેટ
અન્ય ગુનાઓની FIR કરવાં કોર્ટના નિર્દેશો
દેશમુખે બોમ્બે હાઈકોર્ટના 5 એપ્રિલના આદેશને પડકારતાં સર્વોચ્ચ અદાલતમાં સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કર્યું હતું. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ દેશમુખે 5 એપ્રિલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપ્યું હતું. કોર્ટે આ ઉપરાંત કેસ સાથે જોડાયેલો અન્ય કોઈ શંકાસ્પદ ગુનો ધ્યાનમાં આવે તો તેની FIR દાખલ કરવાના નિર્દેશો આપ્યા છે. ઠાકરેને લખેલા પત્રમાં પરમ બીરસિંહે આરોપ લગાવ્યો હતો કે દેશમુખે ગેરરીતિ અપનાવી છે અને વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયા એકત્રિત કરવા જણાવ્યું હતું.