હરદોઈ(ઉત્તરપ્રદેશ): સદર કોતવાલી વિસ્તારની રહેવાસી એક મહિલાએ પોલીસને ફરિયાદ કરી છે. મહિલાએ સસરા પર અશ્લીલ હરકતો કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાના કહેવા પ્રમાણે, તેણે મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા ઇન્દોરના રહેવાસી પ્રખર મિશ્રા સાથે લગ્ન કર્યા (offensive comment with daughter in law) હતા. લગ્ન પછી ખબર પડી કે પતિ નપુંસક છે. આ બાબતે થયેલા વિવાદમાં મધ્યપ્રદેશ પોલીસમાં ડીએસપી સસરાએ પણ તેની સાથે અશ્લીલ હરકતો કરી અને પોતે પણ મહિલાને શારીરિક સુખ આપવાની વાત કરી હતી. આ મામલે મહિલાએ હરદોઈ કોતવાલીમાં પતિ અને સાસુ સહિત 5 લોકો વિરુદ્ધ કેસ દાખલ (case filed against dsp) કર્યો છે.
આ પણ વાંચો: કિન્નરોના કાળા કામ : હોટલના કર્મચારીને મોતને ઘાટ ઉતાર્યો, જાણો સમગ્ર ઘટના
5 લોકો વિરુદ્ધ કેસ દાખલ: મૂળ અમેરિકામાં રહેતી હરદોઈ સદર (case filed on police officer in hardoi) કોતવાલીની એક મહિલાએ ઈન્દોરના રહેવાસી પતિ પ્રખાર મિશ્રા સહિત 5 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં સાસુ-સસરા સહિત ભાભી (case filed on police officer in hardoi ) અને નણદોઇનો પણ સમાવેશ થાય છે. સસરા પવન મિશ્રા મધ્યપ્રદેશ પોલીસમાં ડીએસપી છે. પોલીસને આપેલા તહરીરમાં મહિલાએ જણાવ્યું છે કે, વર્ષ 2019માં તેની મુલાકાત મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા પ્રખર મિશ્રા સાથે થઈ હતી. વર્ષ 2020માં બંનેએ હરદોઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન પછી યુવતી થોડા દિવસો હરદોઈમાં રહી, પછી પતિ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ. ત્યાં તેને ખબર પડી કે, તેનો પતિ નપુંસક છે. જેના પર બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો.
દહેજની માંગણી સાથે માનસિક અને શારીરિક ત્રાસ: જ્યારે મહિલાએ ઈન્દોરમાં તૈનાત તેના ડીએસપી સસરાને આ અંગે ફરિયાદ કરી તો સસરાએ તેને અશ્લીલ રીતે કહ્યું કે, તેને તેના પતિ પાસેથી જે સુખ મળવું જોઈએ તે તે પોતે તેને આપશે. જ્યારે પીડિતાએ આ અંગે વાંધો ઉઠાવ્યો તો તેણે દહેજની માંગણી સાથે માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. પીડિતાએ તેના માતા-પિતાને આખી આ ઘટના વિશે જણાવ્યું.
આ પણ વાંચો: આંધ્રપ્રદેશના વ્યક્તિએ છેતરપિંડી કરીને કર્યા સાત લગ્ન, આ રીતે બનાવતો હતો શિકાર
નકલી કેસમાં જેલમાં ધકેલી દેવાની ધમકી: આ પછી પીડિતા સહિત તેના પરિવારના સભ્યો ઈન્દોર પહોંચ્યા. આ દરમિયાન તેના સાસરિયાઓએ તેમને ઘરમાં પ્રવેશવા દીધા ન હતા. થોડા સમય પછી, આરોપી સસરાએ પીડિતા અને તેના પરિવારના સભ્યોને તેની વર્દીનો રોપ બતાવીને નકલી કેસમાં જેલમાં ધકેલી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું. જેના કારણે પીડિતાએ પતિ અને સસરા સહિત 5 લોકો સામે પોલીસમાં ફરિયાદ કરી છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.