ETV Bharat / bharat

કેરેબિયાઈ સુપ્રીમ કોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાવર્તન પર પ્રતિબંધ લગાવ્યો - કૌભાંડી ચોક્સીના કાયદાકીય વકીલ વિજય અગ્રવાલ

પૂર્વીય કેરેબિયાઈ સુપ્રીમ કોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાવર્તન પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચોક્સી અને તેના કૌભાંડી ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

કેરેબિયાઈ સુપ્રીમ કોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાવર્તન પર પ્રતિબંધ લગાવ્યો

author img

By

Published : May 28, 2021, 8:42 AM IST

  • ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાવર્તન પર પ્રતિબંધ
  • પૂર્વીય કેરેબિયાઈ સુપ્રીમ કોર્ટ, ડોમિનિકાના રાષ્ટ્રમંડલ સહિત પૂર્વ કેરેબિયાઈ રાજ્યો માટે સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ
  • આ મામલાની સુનાવણી હવે 28 મેએ સવારે 9 વાગ્યે થશે

એન્ટિગુઆઃ પૂર્વીય કેરેબિયાઈ સુપ્રીમ કોર્ટ, ડોમિનિકાના રાષ્ટ્રમંડલ સહિત પૂર્વ કેરેબિયાઈ રાજ્યો માટે સુપ્રીમ કોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાવર્તન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલાની સુનાવણી હવે 28 મેએ સવારે 9 વાગ્યે થશે.

આ પણ વાંચોઃ મેહુલ ચોક્સી ડોમિનિકામાં સીઆઈડી કસ્ટડીમાં છે, લાવવામાં આવી શકે છે ભારત

કૌભાંડી ચોક્સીના વકીલે કોર્ટમાં કેદી પ્રત્યક્ષીકરણની અરજી દાખલ કરી છે

આ પહેલા કૌભાંડી ચોક્સીના કાયદાકીય વકીલ વિજય અગ્રવાલે કહ્યું હતું કે, ડોમેનિકામાં કસ્ટડીમાં લેવાયેલા ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને વકીલોએ કેરિબિયન દ્વિપ દેશના એક કોર્ટમાં કેદી પ્રત્યક્ષીકરણ અરજી દાખલ કરી છે અને મેહુલ ચોક્સી સુધી પહોંચવાથી વંચિત કરવું અને કાયદાકીય સહાયતા માટે બંધારણીય અધિકારીઓથી વંચિત કરવા પર પણ પ્રકાશ પાડ્યો છે. આ પહેલા અગ્રવાલે એન્ટિગુઆ અને બારબુડાથી ચોક્સી ગાયબ થયો તે અંગે શંકા વ્યક્ત કરી હતી, જેને લગભગ 100 સમુદ્રી મીલ દૂર ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો ભાગેડુ આરોપી મેહુલ ચોક્સી ગુમ

ભારતીય અને ડોમિનિકાના પોલીસકર્મીઓ જેવા દેખાલા લોકોએ તેને પકડી પાડ્યોઃ કૌભાંડી ચોક્સીનો વકીલ

કૌભાંડી ચોક્સીના વકીલોએ એન્ટિગુઆ અને બારબુડાથી તેના ભાગવાના દાવા પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું હતું કે, ભારતીય અને ડોમિનિકાના પોલીસકર્મીઓ જેવા દેખાલા લોકોએ તેને પકડી પાડ્યો છે. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે, એન્ટિગુઆ અને બારબુડા તથા ડોમિનિકાના વકીલ ડોમિનિકામાં બંધારણીય અધિકાર અંતર્ગત મેહુલ ચોક્સી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેના સુધી પહોંચવાની પરવાનગી નહતી આપવામાં આવી. જોકે, ચોક્સીના શરીર પર કેટલાક નિશાન પણ મળ્યા છે, જેને જોઈને લાગે છે કે કંઈક ગડબડ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.