હરદોઈઃ જિલ્લામાં દિલ્હી હોરર કેસ જેવી ઘટના સામે આવી છે. અહીં હાઇ સ્પીડ કાર સાઇકલ ચલાવી રહેલા વિદ્યાર્થીને લગભગ એક કિલોમીટર દૂર ખેંચી ગઇ (car dragged a student in Hardoi). જ્યારે રસ્તા પર ઉભેલા ટોળાએ આ જોયું તો તેઓ દોડીને કાર રોકી હતી. આ પછી લોકોએ વિદ્યાર્થીને બહાર કાઢ્યો. આ દરમિયાન રોષે ભરાયેલા ટોળાએ કાર ચાલકને પણ માર માર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકને કસ્ટડીમાં લીધો હતો. તે જ સમયે, ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. (Uttarpradesh news)
સીઓ વિકાસ જયસ્વાલે જણાવ્યું કે કોચિંગમાં જઈ રહેલા એક વિદ્યાર્થીની હરદોઈમાં કોતવાલી શહેર વિસ્તારના સોલ્જર બોર્ડ ઈન્ટરસેક્શન પાસે કાર સાથે ટક્કર થઈ હતી. જે બાદ વિદ્યાર્થીનો પગ કારમાં જ ફસાઈ ગયો અને તે તેની સાથે ખેંચતો ગયો. ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે, ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દિલ્હી કંઝાવાલા કેસ: યુવતીના ઘરની બહારના CCTV ફૂટેજ સામે આવ્યા
તે જ સમયે, ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીએ અવાજ ઉઠાવ્યા બાદ પણ કારનો ડ્રાઈવર વિદ્યાર્થીને ખેંચી રહ્યો છે. આ દરમિયાન બજારમાં હાજર લોકો કારને રોકવા પાછળ દોડતા જોવા મળે છે.
આ પણ વાંચો: અજાણ્યા પુરુષો સાથે સબંધ રાખતી પત્નિનું ગળુ કાપી પુત્રીનુ પણ ગળુ ડાબી દીધુ
દિલ્હી કંઝાવાલા કેસ (delhi Kanjhawala Case) સતત ચર્ચામાં છે. રોજેરોજ અવનવા ખુલાસાઓ દરેક ક્ષણે થઈ રહ્યા છે. સતત નવા ખુલાસાઓ વચ્ચે હવે ફરી એકવાર કંઝાવાલા ઘટનામાં વધુ એક CCTV ફૂટેજ (Another CCTV footage surfaced in Kanjhawala Case) સામે આવ્યા છે.
વધુ એક CCTV ફૂટેજ: આ સીસીટીવી ફૂટેજ યુવતીના કિરારીના ઘરનું હોવાના જણાવવામાં આવી રહ્યું છે. ફૂટેજ પ્રમાણે અંજલિ અને નિધિ અંજલિના ઘરની બહાર એકસાથે બહાર નીકળતા જોવા મળે છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે આ લોકો કિરારીથી નીકળે છે ત્યારે અંજલિ સ્કૂટી ચલાવતી જોવા મળે છે. (Kanjhawala death Case)
વીડિયોની સત્તાવાર પુષ્ટિ બાકી: વાસ્તવમાં આ વીડિયો 31 ડિસેમ્બરની સાંજે 7.10 મિનિટનો જણાવવામાં આવી રહ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને અહીંથી નીકળીને મંગારામ પાર્ક સ્થિત હોટલમાં પહોંચ્યા હતા. જો કે, ઘર છોડવા અને હોટલ સુધી પહોંચવાના સમયને લઈને હજુ પણ વિરોધાભાસ છે. હાલ તો પોલીસ તપાસમાં જ સ્પષ્ટ થશે કે આ વીડિયોનું સાચું સત્ય શું છે. જો કે, આ તપાસનો વિષય છે અને હાલમાં તેની સત્તાવાર પુષ્ટિ માટે રાહ જોવી પડશે.