ETV Bharat / bharat

Budget Session: ગૃહમાં હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત - संसद भवन की कार्यवाही

બજેટ સત્ર-2023ના બીજા તબક્કાને લઈને આજે બીજી વખત લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષના હોબાળાને કારણે સવારે 11 વાગ્યે શરૂ થયેલી કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ પછી જ્યારે ફરીથી કાર્યવાહી શરૂ થઈ ત્યારે લગભગ 15 મિનિટ સુધી ગૃહ ચાલ્યું. ફરી એકવાર હંગામાને કારણે કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

Budget Session:
Budget Session: Budget Session:
author img

By

Published : Mar 13, 2023, 3:36 PM IST

નવી દિલ્હી: લોકસભામાં આજે બજેટ સત્રની બીજા તબક્કાની કાર્યવાહી શરૂ થયાના થોડા સમય બાદ તેને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ પછી બપોરે કાર્યવાહી શરૂ થતાં જ રાહુલના વિદેશમાં નિવેદનને લઈને ફરી એકવાર હોબાળો શરૂ થઈ ગયો. લગભગ 15 મિનિટ સુધી ગૃહની કાર્યવાહી આ રીતે ચાલી અને ત્યારબાદ લોકસભાના અધ્યક્ષે ગૃહની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દીધી.

ભારતીય લોકશાહી વિશે ટિપ્પણી: સંસદના બજેટ સત્રના બીજો તબક્કામાં શરૂઆતમાં સ્પીકર ઓમ બિરલાએ ચાર દિવંગત ભૂતપૂર્વ સભ્યોના નિધનનો ઉલ્લેખ કર્યો અને સભ્યોએ થોડી ક્ષણો માટે મૌન રહીને શોક વ્યક્ત કર્યો હતો. શાસક પક્ષના સભ્યોએ લંડનમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધી દ્વારા ભારતીય લોકશાહી વિશે કરેલી ટિપ્પણીને વખોડીને માફીની માંગણી કરી હતી. શાસક પક્ષના સભ્યોએ સોમવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પાસે માંગ કરી હતી કે કોંગ્રેસના સાંસદને સંસદમાં આવવા માટે સૂચના આપે.

ગૃહની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત: કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ લંડનમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ભાષણ પર વાત કરી હતી. જેના વિરોધમાં વિરોધ પક્ષના નેતાઓ હોબાળો મચા્યો હતો. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીએ લંડનમાં કહ્યું કે સાંસદોને સંસદમાં બોલવાની મંજૂરી નથી. આ લોકસભાનું અપમાન કરવા પર ગૃહના અધ્યક્ષે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. આપણી લોકશાહીનું અપમાન કરવા બદલ તેમની સામે દેશદ્રોહનો કેસ નોંધવો જોઈએ.

સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર: રાહુલ ગાંધી માફી માગો'ના નારાઆ પછી બીજેપી સાંસદોએ પોતાની બેઠક પરથી 'રાહુલ ગાંધી માફી માગો'ના નારા લગાવવા લાગ્યા. તે જ સમયે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સભ્યો બેઠકની નજીક આવી ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે 'રાહુલ ગાંધી, જે આ ગૃહના સભ્ય છે, તેમણે લંડન જઈને ભારતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.' તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતમાં લોકશાહી સંપૂર્ણ રીતે નાશ પામી છે અને વિદેશી દળોએ આવીને લોકશાહી બચાવવી જોઈએ.

આ પણ વાંચો: Gorakhpur News: 10 હજાર કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટની ભેટ આપશે નીતિન ગડકરી

ભારતમાં લોકશાહી પર હુમલો: રાહુલે લેક્ચરમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના લોકતાંત્રિક માળખાને નષ્ટ કરી રહ્યા છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે ભારત લોકશાહીની માતા છે અને રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને તેનું અપમાન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ આસન પર વિદેશ જઈને આરોપો લગાવી રહ્યા છે જ્યારે તેમને ગૃહમાં બોલવાની પૂરી તક આપવામાં આવી છે. જોશીએ પૂછ્યું કે કટોકટી દરમિયાન જ્યારે મૂળભૂત અધિકારો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને જ્યારે તેમણે (રાહુલે) મીડિયાની સામે વટહુકમની નકલ ફાડી નાખી ત્યારે કોની સરકાર હતી. સંસદીય બાબતોના મંત્રીએ કહ્યું, 'કોંગ્રેસના નેતાઓ ભારતની આંતરિક બાબતોમાં વિદેશી શક્તિઓની દખલગીરીની માંગ કરી રહ્યા છે અને અમે તેની નિંદા કરીએ છીએ.

આ પણ વાંચો: Umesh Pal murder case: હવે ગેંગસ્ટર-રાજકારણી અતીક અહેમદનો ધમકીભર્યો ઓડિયો વાયરલ

ગૃહમાં હોબાળો: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ગૃહમાં હોબાળો થયો, ત્યારબાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. ગૃહની બેઠકનું આ બીજું સત્ર છે. આ પહેલા વિરોધ પક્ષો દ્વારા સરકારને ઘેરવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની રણનીતિ તૈયાર કરવા માટે કોંગ્રેસ દ્વારા સોમવારે સવારે બેઠક યોજાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.