ETV Bharat / bharat

Union Budget 2022: મનરેગા જેવી યોજનાઓની જાહેરાત થવાની આશા, રિઅલ એસ્ટેટને પણ મળી શકે છે મદદ - સ્વચ્છ ભારત મિશન 2.0 માટે વધારાનું ભંડોળ

સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું (Budget Session 2022) છે. કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે (1 ફેબ્રુઆરી)એ સામાન્ય બજેટ (Union Budget 2022) રજૂ કરશે. એક અંદાજ મુજબ બજેટમાં શહેરી ગરીબોનું ધ્યાન રાખવામાં આવશે. આર્થિક નિષ્ણાતોના મતે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજના (Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme - MGNREGA) જેવી યોજનાઓની જાહેરાત થઈ શકે છે. જોઈએ વરિષ્ઠ સંવાદદાતા ગૌતમ દેબરોયનો અહેવાલ.

Budget Session 2022: મનરેગા જેવી યોજનાઓની જાહેરાત થવાની આશા, રિઅલ એસ્ટેટને પણ મળી શકે છે મદદ

author img

By

Published : Feb 1, 2022, 8:51 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રિય બજેટ 2022 (Union Budget 2022) પહેલા શહેરી ક્ષેત્રના નિષ્ણાતોને આશા છે કે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman Budget) શહેરી ગરીબોની સુધારણા સંબંધિત જાહેરાતો કરી શકે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રની મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજના (Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme - MGNREGA) જેવી યોજનાની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો- Union Budget 2022: સીતારમણ આજે બજેટ 2022 કરશે રજૂ, આરોગ્ય ક્ષેત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા

કોરોનાના કારણે અનેક લોકોએ રોજગારી ગુમાવી

નિષ્ણાતોના મતે, કોરોના મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને કારણે મનરેગા (Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme - MGNREGA) જેવી યોજનાઓ જરૂરી બની ગઈ છે. આપને જણાવી દઈએ કે, કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સ્થળાંતરિત (Budget Session 2022) શહેરી મજૂરો, ખાસ કરીને દૈનિક વેતન મેળવનારાઓએ રોજગારી ગુમાવવી પડી છે. ઘણા લોકોને શહેરી વિસ્તાર છોડીને તેમના ગૃહ રાજ્યમાં જવું પડ્યું છે. કોરોના મહામારીના કારણે શહેરી ગરીબો સામે નોકરીની સમસ્યા ઉભી થઈ છે.

મનરેગા યોજના લાવવાનો આ યોગ્ય સમયઃ નિષ્ણાતો

કોરોના મહામારીના કારણે વિવિધ ક્ષેત્રોમાં ખાસ કરીને રિઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું સંકટ સર્જાયું છે. આ સંદર્ભે શહેરી બાબતોના નિષ્ણાત પ્રોફેસર કે. કે. પાંડેએ જણાવ્યું હતું કે, શહેરી ગરીબ વસતીની સુધારણા માટે મનરેગા (Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme - MGNREGA) જેવી યોજના લાવવાનો આ યોગ્ય સમય છે.

આ પણ વાંચો- RULES CHANGE FROM 1 FEBRUARY 2022: આજે 1 ફેબ્રુઆરીથી આ નિયમોમાં થઈ રહ્યા છે મોટા ફેરફારો, જાણો વિગત...

રિઅલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન મળવાની અપેક્ષા

પ્રોફેસર પાંડેએ ETV Bharatને જણાવ્યું હતું કે, રિઅલ એસ્ટેટ ક્ષેત્રને પણ કેન્દ્રિય બજેટ 2021-22થી મોટું પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, રિઅલ એસ્ટેટ ક્ષેત્રને પણ કોરોનાના કારણે મોટું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, સ્થાયી સંસદીય સમિતિએ શહેરી કામદારો માટે મનરેગા જેવી યોજના (Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme - MGNREGA) સૂચવી છે.

મનરેગા કેન્દ્ર સરકારની મુખ્ય યોજના છે

આપને જણાવી દઈએ કે, મનરેગા (Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme - MGNREGA)કેન્દ્ર સરકારની એક મુખ્ય યોજના છે, જેના હેઠળ દરેક ગ્રામીણ પરિવારના પુખ્ત સભ્યોને દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની નોકરી મળે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારા સામાન્ય બજેટમાં શહેરી વિસ્તારો માટે ઘણી જાહેરાતો થવાની અપેક્ષા છે.

નિષ્ણાતોના મતે, આ બજેટમાં રિઅલ એસ્ટેટ ખરીદનારાઓ માટે ટેક્સમાં છૂટની જોગવાઈ કરવામાં આવી શકે છે. પ્રોફેસર પાંડેએ કહ્યું હતું કે, કોરોના મહામારીની બીજી લહેરથી ગંભીર રીતે પ્રભાવિત રિયલ એસ્ટેટ ક્ષેત્ર સરકાર તરફથી કેટલીક મોટી જાહેરાતો અને રાહતની અપેક્ષા (Expectation of Real Estate Sector from the Budget) રાખી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, સામાન્ય બજેટમાંથી (Union Budget 2022) ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીના સંદર્ભમાં ઘણી અપેક્ષા રાખવામાં આવે છે. શહેરી ક્ષેત્રના કેટલાક અન્ય મહત્વના પાસાઓનો ઉલ્લેખ કરતા પ્રોફેસર પાંડેએ કહ્યું હતું કે, સરકાર સ્વચ્છ ભારત મિશન 2.0 માટે વધારાના ભંડોળની (Additional funding for Clean India Mission 2.0) જાહેરાત કરી શકે છે.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ગયા વર્ષે સ્વચ્છ ભારત મિશન 2.0ની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, અન્ય યોજનાઓની જેમ કોરોના મહામારીની અસર સ્વચ્છ ભારત મિશન પર પણ પડી છે, પરંતુ તેની કિંમત વધી છે. આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે નાણા મંત્રાલયે સામાન્ય બજેટમાં (Union Budget 2022) શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0 માટે 1,41,678 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી હતી. આપને જણાવી દઈએ કે, પ્રોફેસર પાંડે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના સેન્ટર ફોર અર્બન સ્ટડીઝમાં પોસ્ટેડ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.