ETV Bharat / bharat

Budget 2023: PM આવાસ યોજના વિશે મહત્વની જાહેરાત, ખર્ચ 66% વધારીને 79,000 કરોડથી વધુ કરવામાં આવ્યો

author img

By

Published : Feb 1, 2023, 12:57 PM IST

મોદી સરકારે ગરીબોને ખુશ કરનારી જાહેરાત કરી દીધી છે, નાણામંત્રી નિર્મલા સીતારમણે આવાસ યોજનાના બજેટમાં 66 ટકાનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણે ચાલુ વર્ષનું બજેટ સંસદમાં રજૂ કર્યું હતું.

Budget 2023 big announcements in Infrastructure pm awas yojna

અમદાવાદ: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બજેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી ગરીબ વર્ગને ફાયદો થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે, પીએમ આવાસ યોજના માટેનો ખર્ચ 66% વધારીને 79,000 કરોડ રૂપિયાથી વધારે કરવામાં આવ્યો છે. નિર્મલા સીતારમણે સંસદમાં વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કર્યું છે.

આ પણ વાંચો Union Budget 2023 કૃષિ માટે જાહેરાત, સ્ટાર્ટઅપ અને ડિજિટલ વિકાસ પર ભાર

કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને 20 લાખ કરોડ કરાયો: નાણા પ્રધાને બજેટ ભાષણમાં કહ્યું, "એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડથી કૃષિ સ્ટાર્ટઅપ્સ વૃદ્ધિ પામશે. આનાથી ખેડૂતોને મદદ મળશે અને પડકારોનો સામનો કરવામાં સરળતા રહેશે. તેનાથી ઉત્પાદકતામાં વધારો થશે. આ ખેડૂતો, રાજ્ય અને ઉદ્યોગ ભાગીદારો વચ્ચે હશે. પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન આપવાની સાથે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે."

આ પણ વાંચો Budget 2023 : 7 લાખની આવક સુધી કોઇ ટેક્સ નહીં ભરવો પડે, ટેક્સ જોગવાઈમાં મોટી જાહેરાતોની અપેક્ષા ખરી ઊતરી

મોદી સરકારની ઉપલબ્ધી: નિર્મલા સીતારમણે બજેટની સ્પીચ દરમિયાન જણાવ્યું કે, મહામારી દરમિયાન અમે એ સુનિશ્ચિત કર્યું કે 28 મહિના માટે 80 કરોડ કરતા વધારે વ્યક્તિઓને મફત ખાદ્યાન્નની આપૂર્તિ કરનારી યોજના સાથે કોઈ ભૂખ્યું ના રહે તે બાબત વિશે વિચાર્યું. નાણામંત્રીએ જણાવ્યું કે, વૈશ્વિક પડકારો છતાં ભારતમાં G20નું દેશમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આપણા દેશની ભૂમિકાની મજબૂત છબી પ્રગટ થઈ રહી છે.

આદિવાસી વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને મદદ કરતી 740 એકલવ્ય મોડલ સ્કૂલ માટે 38,800 શિક્ષકો અને સહાયક સ્ટાફની નિમણૂક કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.