ETV Bharat / bharat

Amritpal Singh: અમૃતપાલ સિંહને લઈને ઉત્તરાખંડમાં એલર્ટ, સરહદો સીલ, નેપાળ બોર્ડર પર સતર્કતા વધી - હરિયાણાના કુરુક્ષેત્ર રોકાયો હતો

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ ઉત્તરાખંડ થઈને નેપાળ ભાગી જવાની સંભાવનાને કારણે તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. આ સાથે ઉત્તરાખંડના એન્ટ્રી પોઈન્ટ પર સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને હિમાચલ, યુપી અને નેપાળની સરહદોની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય ઉત્તરાખંડ એસટીએફની ટીમ પણ એલર્ટ મોડ પર છે.

UTTARAKHAND POLICE ON AMRITPAL
UTTARAKHAND POLICE ON AMRITPAL
author img

By

Published : Mar 23, 2023, 6:43 PM IST

દેહરાદૂનઃ ઉત્તરાખંડ પોલીસે અમૃતપાલ સિંહને લઈને એલર્ટ જાહેર કર્યું છે. એવી આશંકા છે કે અમૃતપાલ સિંહ ઉત્તરાખંડ થઈને નેપાળ ભાગી શકે છે. પંજાબ પોલીસની આ માહિતીના આધારે ઉત્તરાખંડ પોલીસે રાજ્યની સરહદો પર ચેકિંગ અભિયાન તેજ કર્યું છે. આ સાથે જ ઉત્તરાખંડની સરહદો સીલ કરી દેવામાં આવી છે.

ઉત્તરાખંડમાં એલર્ટ: વારિસ પંજાબ દે સંગઠનના ચીફ અમૃતપાલ સિંહને ભાગેડુ જાહેર કર્યા બાદ હવે માત્ર પંજાબ જ નહીં પરંતુ હરિયાણા અને ઉત્તરાખંડની પોલીસે પણ એલર્ટ જાહેર કર્યું છે. એવી માહિતી છે કે અમૃતપાલ ઉત્તરાખંડ થઈને નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી શકે છે. તેથી, પંજાબ પોલીસની સૂચના પર, ઉત્તરાખંડ પોલીસે એલર્ટ જારી કરીને વધારાની તકેદારી વધારી છે.

આ પણ વાંચો: Amritpal Singh Case: અમૃતપાલની તરફેણમાં આવ્યું ન્યુઝીલેન્ડ, દરેક જગ્યાએ લગાવવામાં આવ્યા પોસ્ટર

હિમાચલ બોર્ડર પર ચેકિંગ અભિયાન: મળતી માહિતી મુજબ નેપાળ બોર્ડરની સાથે હિમાચલ બોર્ડર પર પણ ચેકિંગ અભિયાન વધારી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં પોલીસ ઉત્તર પ્રદેશ બોર્ડર પર પણ નજર રાખી રહી છે. અમૃતપાલ સિંહ છેલ્લા ઘણા દિવસોથી ફરાર છે. જેના માટે પંજાબ પોલીસ ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. પંજાબ પોલીસને અમૃતપાલ સિંહ સંબંધિત ઘણા ઈનપુટ મળી રહ્યા છે. આમાં એક ઇનપુટ પણ છે કે અમૃતપાલ સિંહ નેપાળ ભાગવા માંગે છે અને આ માટે તે ઉત્તરાખંડનો રસ્તો અપનાવી શકે છે. આ માહિતીના આધારે રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Amritpal Singh wife : અમૃતપાલ સિંહની શોધખોળ વચ્ચે પત્ની કિરણદીપ કૌર સુરક્ષા એજન્સીઓના રડાર પર

હરિયાણાના કુરુક્ષેત્ર રોકાયો હતો: બીજી તરફ પંજાબમાંથી ફરાર થયા બાદ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લામાં રોકાયો હતો તેવી માહિતી સામે આવી છે. પંજાબ પોલીસના આઈજી સુખચૈન સિંહ ગિલે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે 19 માર્ચે અમૃતપાલ કુરુક્ષેત્ર જિલ્લાના શાહબાદ શહેરમાં રોકાયો હતો. આ કેસમાં પોલીસે હરિયાણાની બલજીત કૌર નામની મહિલાની અટકાયત કરી છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર બલજીત કૌર બે વર્ષથી અમૃતપાલના સંપર્કમાં હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.