નવી દિલ્હી: PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે BJP સંસદીય દળની બેઠક મળી હતી. આ અવસર પર PM મોદીએ સાંસદોને બજેટની જોગવાઈઓને લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરવા બદલ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું સન્માન કરવામાં આવ્યું હતું.
-
#BudgetSession | Union Ministers and BJP MPs Ashwini Vaishnaw, Dr Bhagwat Karad, Dr S Jaishankar and V Muraleedharan arrive for BJP Parliamentary Party Meeting. pic.twitter.com/WYQS0bqMVp
— ANI (@ANI) February 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#BudgetSession | Union Ministers and BJP MPs Ashwini Vaishnaw, Dr Bhagwat Karad, Dr S Jaishankar and V Muraleedharan arrive for BJP Parliamentary Party Meeting. pic.twitter.com/WYQS0bqMVp
— ANI (@ANI) February 7, 2023#BudgetSession | Union Ministers and BJP MPs Ashwini Vaishnaw, Dr Bhagwat Karad, Dr S Jaishankar and V Muraleedharan arrive for BJP Parliamentary Party Meeting. pic.twitter.com/WYQS0bqMVp
— ANI (@ANI) February 7, 2023
ભાજપના સાંસદોને માર્ગદર્શન: આ બેઠકમાં પાર્ટીના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ ભાજપના સાંસદોને માર્ગદર્શન આપ્યું હતું. સંસદનું બજેટ સત્ર આ વર્ષે 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત સંબોધન સાથે શરૂ થયું હતું. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ 2023-24નું બજેટ રજૂ કર્યું હતું.
આ પણ વાંચો: Messi Jersey to PM Modi: PM મોદીને સ્ટાર ફૂટબોલર મેસ્સીની ટી-શર્ટ ભેટમાં મળી
બજેટને લોકો સુધી પહોંચાડવા આહ્વાન: સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ બેઠક પછી કહ્યું કે, ' PM મોદીએ સાંસદોને બજેટ 2023 અંગે તેમના મતવિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગ સાથે વાત કરવા માટે આહ્વાન કર્યું છે. તેમને બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી છે તેની માહિતી આપવા કહેવામાં આવ્યું છે. તમામ વર્ગો સાથે વાતચીત થવી જોઈએ અને અમારા સારા ઈરાદા લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરવા જોઈએ. જ્યારે પણ આપણે બજેટ રજૂ કરીએ છીએ ત્યારે હંમેશા લોકો બજેટનો વિરોધ કરતા હોય છે. પરંતુ આ વખતે જે લોકો ભાજપની વિચારધારાની વિરુદ્ધ છે તેમણે પણ બજેટનું સ્વાગત કર્યું છે.
આ પણ વાંચો: SP leader Azam Khan: સપા નેતા આઝમ ખાન મુરાદાબાદ કોર્ટમાં હાજર થયા
જેપી નડ્ડાની કરી પ્રશંસા: વડાપ્રધાને આ પ્રસંગે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ ભારતના G-20 અધ્યક્ષપદનો પણ ઉલ્લેખ કર્યો અને સંસદસભ્યોને આગામી વર્ષે સમિટ પહેલા દેશભરમાં વિવિધ કાર્યક્રમોના આયોજનમાં લોકોને સામેલ કરવા માટે નવીન વિચારો સાથે આવવા જણાવ્યું. ઉલ્લેખનીય છે કે અદાણી મુદ્દે વિપક્ષે વિરોધ કરતાં સંસદમાં કોઈ કામકાજ થઈ શક્યું નથી. વિપક્ષે માંગ કરી છે કે સરકારે અદાણી સ્ટોક મુદ્દે સંસદમાં જવાબ આપવો જોઈએ, જેના પગલે બંને ગૃહોમાં વિક્ષેપ જોવા મળ્યો છે. વિપક્ષી પાર્ટીઓ અદાણી જૂથ સામેના સ્ટોક હેરાફેરીના આરોપોની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની માંગ કરી રહ્યા છે.