ETV Bharat / bharat

Karnataka Election: ભાજપે જાહેર કરી 189 ઉમેદવારોની યાદી, 52 નવા ચહેરાઓને તક, 8 મહિલાઓને સ્થાન - 189 ઉમેદવારોની યાદી જાહેર

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેના 189 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે 189 ઉમેદવારોમાંથી પાર્ટીએ 52 નવા ઉમેદવારો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Karnataka Election
Karnataka Election
author img

By

Published : Apr 11, 2023, 10:44 PM IST

નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વ વચ્ચે મંથન બાદ 189 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કર્ણાટકના CM બોમાઈ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યના ઉમેદવારોના નામ અંગે નવી દિલ્હીમાં બેઠક યોજી હતી. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

  • The Central Election Committee of the BJP has decided the names of 189 candidates, in the first list, for the ensuing general elections to the legislative assembly of Karnataka. (2/2) pic.twitter.com/tDaGEzcWuy

    — BJP (@BJP4India) April 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

189 ઉમેદવારોની જાહેરાત: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે નામાંકિત 189 ઉમેદવારોમાંથી 52 નવા છે. અરુણ સિંહે કહ્યું કે કર્ણાટકના CM બસવરાજ બોમાઈ શિગગાંવ બેઠક પરથી ચૂંટણી લડશે. આ સિવાય કર્ણાટકના પૂર્વ CM અને બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર શિકારીપુરા સીટથી ચૂંટણી લડશે જ્યારે રાજ્ય પ્રધાન બી શ્રીરામુલુ બેલ્લારી ગ્રામીણ સીટ પરથી ચૂંટણી લડશે.

52 નવા ચહેરા: કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને કર્ણાટકના ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પ્રભારી અરુણ સિંહે ઉમેદવારોના નામની જાહેરાત કરી. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ ભાજપના ટોચના નેતાઓએ અનેક રાઉન્ડ બેઠકો યોજી હતી અને ત્યારબાદ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. સિંહે કહ્યું કે પાર્ટીએ 52 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. તેમના જણાવ્યા મુજબ, 189 ઉમેદવારોની યાદીમાં, 32 અન્ય પછાત વર્ગ (ઓબીસી) ના છે જ્યારે 30 અનુસૂચિત જાતિ અને 16 અનુસૂચિત જનજાતિના છે.

આ પણ વાંચો: Karnataka Election 2023: કોંગ્રેસ, ભાજપ અને જેડીએસના જાતિગત સમીકરણો પર એક નજર

8 મહિલાઓને સ્થાન: તેમણે જણાવ્યું કે ઉમેદવારોની પ્રથમ યાદીમાં કુલ આઠ મહિલાઓને સ્થાન મળ્યું છે. સિંઘે જણાવ્યું હતું કે આ યાદીમાં પાંચ વકીલો, નવ ડોક્ટરો, ત્રણ શિક્ષણવિદો, એક નિવૃત્ત સનદી કર્મચારી અને એક નિવૃત્ત ભારતીય પોલીસ સેવા અધિકારીના નામ સામેલ છે. તેમણે જણાવ્યું કે સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલા ત્રણ કર્મચારીઓ અને આઠ સામાજિક કાર્યકરોને આમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉમેદવારોની યાદી જાહેર કરતાં સિંહે દાવો કર્યો હતો કે કર્ણાટકમાં ભાજપ ફરી પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે.

આ પણ વાંચો: Karnataka Election: કર્ણાટકમાં SC સમુદાય પર ભાજપની નજર, 17 ટકા અનામત સાથે મતદારોને રીઝવવાનો પ્રયાસ

જનતા દળ ડૂબતું વહાણ: તેમણે કહ્યું કે કોંગ્રેસ જમીન પર નથી. જૂથવાદ છે જ્યારે જનતા દળ (સેક્યુલર) ડૂબતું વહાણ છે. ચૂંટણી જાહેરનામું બહાર પડતાની સાથે જ 13 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે. કર્ણાટકમાં પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછા ફરવાનું લક્ષ્ય રાખતી ભાજપે વિધાનસભાની કુલ 224 બેઠકોમાંથી ઓછામાં ઓછી 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.

(PTI-ભાષા)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.