નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી અને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠન સ્તરે ફેરબદલની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભાજપ સંગઠનમાં ફેરબદલની આ પ્રક્રિયા અંતર્ગત મંગળવારે ભાજપ હાઈકમાન્ડે આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ અને ઝારખંડમાં નવા પ્રદેશ પ્રમુખોના નામની જાહેરાત કરી છે. હવે ગુજરાતમાં અધ્યક્ષની ફેરબદલી કરવામાં આવે ત્યારે કયુ નામ આવે છે એના પર સૌની નજર રહેલી છે. જોકે, ગુજરાતમાં હવે ચર્ચા એવી છે કે, હાલમાં અધ્યક્ષ પદે રહેલા સી.આર. પાટીલને કેન્દ્રીય સ્તરે કોઈ મોટું પદ મળી શકે એમ છે. જોકે, આ અંગે ભાજપના કોઈ પદાધિકારીએ સત્તાવાર એલાન કર્યું નથી.
-
The BJP National President Shri @JPNadda has appointed Smt. @PurandeswariBJP , the Former Union Minister, as the State President of Andhra Pradesh BJP. pic.twitter.com/ztXoiLk8np
— BJP (@BJP4India) July 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The BJP National President Shri @JPNadda has appointed Smt. @PurandeswariBJP , the Former Union Minister, as the State President of Andhra Pradesh BJP. pic.twitter.com/ztXoiLk8np
— BJP (@BJP4India) July 4, 2023The BJP National President Shri @JPNadda has appointed Smt. @PurandeswariBJP , the Former Union Minister, as the State President of Andhra Pradesh BJP. pic.twitter.com/ztXoiLk8np
— BJP (@BJP4India) July 4, 2023
મિશન તેલંગણાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડી. પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. બીજી તરફ વર્તમાન કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડીને તેલંગાણાના ચૂંટણી રાજ્યના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સુનીલ જાખડને પંજાબ રાજ્યની કમાન સોંપવામાં આવી છે, જ્યારે ઝારખંડમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન બાબુલાલ મરાંડીને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-
The BJP National President Shri @JPNadda has appointed Shri @kishanreddybjp, the MP and Union Minister, as the State President of @BJP4Telangana. pic.twitter.com/nYpUmz2rvx
— BJP (@BJP4India) July 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The BJP National President Shri @JPNadda has appointed Shri @kishanreddybjp, the MP and Union Minister, as the State President of @BJP4Telangana. pic.twitter.com/nYpUmz2rvx
— BJP (@BJP4India) July 4, 2023The BJP National President Shri @JPNadda has appointed Shri @kishanreddybjp, the MP and Union Minister, as the State President of @BJP4Telangana. pic.twitter.com/nYpUmz2rvx
— BJP (@BJP4India) July 4, 2023
મોટી જવાબદારીઃ આ ક્રમમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેલંગાણામાં ભાજપ હાઈકમાન્ડે વર્તમાન કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડીને પ્રદેશ અધ્યક્ષ બનાવવા ઉપરાંત રાજ્યના પૂર્વ પ્રધાન એટેલા રાજેન્દ્રને આગામી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-
The BJP National President Shri @JPNadda has appointed Shri Etela Rajender, MLA and Ex-Minister of Telangana, as the Chairman of the Election Management Committee of Telangana, BJP for the forthcoming Assembly Elections. pic.twitter.com/gEKk0J0Zqr
— BJP (@BJP4India) July 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The BJP National President Shri @JPNadda has appointed Shri Etela Rajender, MLA and Ex-Minister of Telangana, as the Chairman of the Election Management Committee of Telangana, BJP for the forthcoming Assembly Elections. pic.twitter.com/gEKk0J0Zqr
— BJP (@BJP4India) July 4, 2023The BJP National President Shri @JPNadda has appointed Shri Etela Rajender, MLA and Ex-Minister of Telangana, as the Chairman of the Election Management Committee of Telangana, BJP for the forthcoming Assembly Elections. pic.twitter.com/gEKk0J0Zqr
— BJP (@BJP4India) July 4, 2023
નડ્ડાએ મારી મહોરઃ આ સાથે નડ્ડાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કિરણ કુમાર રેડ્ડીને પણ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ નિમણૂકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તે તાત્કાલિક અસરથી અમલમાં આવશે. વિધાનસભા અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.
-
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने श्री @sunilkjakhar पूर्व सांसद को @BJP4Punjab का अध्यक्ष नियुक्त किया। pic.twitter.com/Pmulx7jnI6
— BJP (@BJP4India) July 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने श्री @sunilkjakhar पूर्व सांसद को @BJP4Punjab का अध्यक्ष नियुक्त किया। pic.twitter.com/Pmulx7jnI6
— BJP (@BJP4India) July 4, 2023भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने श्री @sunilkjakhar पूर्व सांसद को @BJP4Punjab का अध्यक्ष नियुक्त किया। pic.twitter.com/Pmulx7jnI6
— BJP (@BJP4India) July 4, 2023
પંજાબમાં ફેરફારઃ પંજાબમાં સુનીલ જાખરને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવ્યા બાદ રાજ્યમાં ઘણા ફેરફારો થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સુનીલ જાખર હિન્દુ અને જાટ સમુદાયનો એક સામાન્ય ચહેરો છે અને 2024ની ચૂંટણીમાં ભાજપને ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સુનીલ જાખડ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના મુખ્યમંત્રી બનવાથી નારાજ સુનિલ જાખરે કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું અને સુનીલ જાખડ ભાજપમાં જોડાઈ ગયા હતા. જોકે સુનીલ જાખડના ભત્રીજા સંદીપ જાખડ અબોહરથી કોંગ્રેસના ધારાસભ્ય છે.