ETV Bharat / bharat

National Farmers Day 2021 : ખેડૂતોના મસીહા ચૌધરી ચરણસિંહની જન્મજયંતી પર જાણો ભારતમાં શું છે કૃષિની સ્થિતિ... - Indian Farmers protest

રાષ્ટ્રીય કિસાન દિવસ 2021 (National Farmers Day 2021) દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિને (Birth Anniversary of Chaudhary Charan Singh) કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

National Farmers Day 2021
National Farmers Day 2021
author img

By

Published : Dec 23, 2021, 2:31 PM IST

હૈદરાબાદ: હરિયાળી ક્રાંતિના પિતા એમ એસ સ્વામીનાથને (Father of Green Revolution Swaminathan) એકવાર કહ્યું હતું કે, જો કૃષિની પરિસ્થિતિ યોગ્ય નથી, તો અન્ય ક્ષેત્રો ભારતને સાચી દિશામાં લાવી શકશે નહીં. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ખેતીનું કેટલું મહત્વ છે.

ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ પર રાષ્ટ્રીય ખેડૂત દિવસ

દર વર્ષે 23 ડિસેમ્બરને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ (Birth Anniversary of Chaudhary Charan Singh) પર રાષ્ટ્રીય ખેડૂત દિવસ 2021 (National Farmers Day 2021) તરીકે ઉજવવામાં આવે છે. તેઓ ખેડૂતોના અગ્રણી નેતા હતા. તેઓ ખેડૂતોના નેતા તરીકે જાણીતા હતા અને સ્વતંત્રતા મળ્યા પહેલાથી સ્વતંત્રતા મળ્યા બાદના સમયગાળા દરમીયાન તેમણે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સુત્ર ‘જય જવાન, જય કિસાન’નું અનુસરણ કર્યું હતુ. 2001 થી દર વર્ષે કિસાન સન્માન દિવસ ઉજવવાની પરંપરા શરૂ થઈ હતી. ભારત કૃષિપ્રધાન દેશ છે. તેથી ખેડૂતોના યોગદાનને યોગ્ય સન્માન મળવું જરૂરી હતું. દેશની 80 ટકા ગ્રામીણ વસ્તીની મુખ્ય આવક કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ છે. GDPમાં કૃષિનો ફાળો લગભગ 15 ટકા જોવા મળી રહ્યો છે.

રાષ્ટ્રીય કિસાન દિવસ

રાષ્ટ્રીય કિસાન દિવસ આપણી જમીનમાં ખેડૂતોના યોગદાનને બીરદાવવા માટે અને તેમને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. ભારત મુખ્યત્વે ખેતીપ્રધાન દેશ છે. કૃષિ અને તેને સંલગ્ન પ્રવૃતિઓ ભારતના ગામડાઓની વસ્તીના 80 ટકા વસ્તી માટે આવકનો સ્ત્રોત છે. જે દેશના ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટમાં (GDP) 14-15 ટકા જેટલુ યોગદાન આપે છે.

આ પણ વાંચો: કોવિડ -19 મહામારી કૃષિ પર શું અસર કરશે ?

ચૌધરી ચરણસિંહે ખેતીને આપ્યો વેગ

ચૌધરી ચરણ સિંહ 28 જુલાઈ 1979 થી 14 જાન્યુઆરી 1980 સુધી વડાપ્રધાન રહ્યા હતા. ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે તેમણે 1979ના બજેટમાં ઘણા નીતિવિષયક ફેરફારો કર્યા હતા. આનાથી દેશભરના ખેડૂતોનું મનોબળ વધ્યું હતું. તેઓ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ બિલ પણ લાવ્યા હતા. તેનો હેતુ ખેડૂતોને વેપારીઓની જાળમાંથી બચાવવાનો હતો. ચરણસિંહના સમયમાં જમીનદારી નાબૂદી કાયદો આવ્યો હતો.

સૌથી વધુ ખેડૂતોએ ક્યાં રાજ્યમાં આત્મહત્યા કરી?

2019 માં 10281 લોકોએ (જેઓ ખેતી સાથે સંકળાયેલા હતા) આત્મહત્યા કરી હતી. NCRBની માહિતી અનુસાર, આ વર્ષે ભારતમાં આત્મહત્યા કરનારા 7.4 ટકા લોકો ખેડૂતો હતા. 2018માં આ આંકડો 10348 હતો. આ છ રાજ્યોમાં સૌથી વધુ આત્મહત્યા થઈ છે - મહારાષ્ટ્ર (3927), કર્ણાટક (1992), આંધ્રપ્રદેશ (1029), મધ્યપ્રદેશ (541), છત્તીસગઢ (499) અને તેલંગાણા (499).

શા માટે કરી રહ્યા છે ખેડૂતો આત્મહત્યા

વિશ્વ બેંકના 2017ના આંકડા અનુસાર ભારતના 40 ટકા લોકો ખેતીમાંથી રોજગાર (Employment from agriculture) મેળવે છે. આઝાદી બાદ ભારતે કૃષિ ક્ષેત્રે સૌથી વધુ રોજગારીનું સર્જન કર્યું છે, પરંતુ ખેતીના બદલામાં તેમને વધુ વળતર મળતું નથી. ધિરાણ માટે સરકારી નાણાકીય સંસ્થાઓનો અભાવ, વ્યાજના ઊંચા દર વસૂલવા, મોંઘવારી વધવાને કારણે MSPમાં વધારો નહીં, ખર્ચાળ થતી ખેતી, હવામાન ઉત્પાદન જાળવણીનો અભાવ, પાક નુકશાન આ ઉપરાંત, બજારમાં સમયસર પહોંચતા નથી.

આ પણ વાંચો: ભારતના ખેડૂતોને શું શું તકલીફો પડી રહી છે, જાણો...

વૈશ્વિક કૃષિ પર અસર

પાકનું ઉત્પાદન અને બીજની પ્રાપ્યતાઃ બીજ મળવાની મોટાભાગની કામગીરીમાં હવે અને આગામી ઉનાળામાં અસર રહેશે નહી. જેથી હમણા બિયારણની ઉપલબ્ઘતા પર કોઇ વાંધો નહી આવે.

ખાતરની અછતઃ વૈશ્વિક વેપારમાં આવેલા વિક્ષેપના કારણે ખેડૂતોને ખાતર અન જંતુનાશકો અને કૃષિ સાધનોની અછતનો સામનો કરવો પ઼ડી રહ્યો છે. ટુકાંગાળા મુજબ હજુ પણ થોડી મુશ્કેલી પડી શકે તેમ છે.

ખાદ્ય ઉત્પાદન અને તેનુ વિતરણ : મોટાભાગના દેશોએ કોરોનાની અસરના દરને નિયંત્રિત કરવા માટે લોકડાઉન , મુસાફરી પ્રતિબંધ અને વ્યવસાયો બંધ કરવા જેવા અનેક પગલા લીધા છે.જેના કારણે મોટાભાગે કૃષિ પેદાશોનો નાશ થાય છે તેથી ખેડુતો તેમની નહી વેચાયેલી પેદાશને લાંબા સમય સુધી સાચવી રાખવાની બાબતને લઇને ચિંતિત બન્યા છે.

પશુધન પર: પશુધન અને મત્સ્યઉદ્યોગ જેવા અલગ પ્રકારના કૃષિ ક્ષેત્ર પર રોગચાળાએ ભારે અસર પહોંચાડી છે. ભારતમાં, પશુધન માટેનો મર્યાદિત ખોરાક અને શ્રમિકોની અછતને કારણે કોવિડ19 એ પશુધન આધારિત ખેતી પર વધુ અસર કરી છે.

કૃષિ કામદારો પર: ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં કૃષિ કામદારો માટે ઓછી બચતના કારણે આરોગ્યની યોગ્ય સેવાઓ અને સામાજિક સુરક્ષાનો અભાવ છે ત્યારે કૃષિ ક્ષેત્રમાં ઘણાં કામદારો કોવિડ 19 રોગચાળા દરમિયાન અલગ કામ કરવાના નિયમ હોવા છતાં, તેમના નિર્વાહ માટે સતત કામ કરવા માટે બંધાયેલા હતા.

ખાદ્ય માંગ અને ખાદ્ય સુરક્ષા પર અસર: આવક અને ખરીદીની ક્ષમતામાં ઘટાડો થવાને કારણે ખોરાકની માંગ પર ખાસ્સી અસર પડી છે. કોરોનાથી ગભરાય ગયેલા ગ્રાહકો ખાદ્યપદાર્થોનો જથ્થો કરતા હતા. જેનાથી ખોરાકની ઉપલબ્ધતા અને ભાવ પર અસર થઈ હતી.

ભારત પર અસર

  • કોઇ ખરીદી વિનાની પાકની લણણીઃ

હાલ ભારતમાં રવિ પાકની મૌસમ ટોચ પર છે અને ઘઉં, ચણા, દાળ, સરસવ, વગેરે જેવા પાક (સિંચાઈવાળા વિસ્તારોમાં ડાંગર સહિત) પાક કાપવાના તબક્કે હતા અથવા સંપૂર્ણ પાક તૈયાર થઇ ગયો હતો. તે સમયે . નિયુક્ત સરકારી એજન્સીઓ દ્વારા ખાતરીપૂર્વકની ખરીદીની કામગીરી કરી ખેતીની પેદાશોને બજારો સુધી પહોંચાડવામાં આવે છે.

  • વિપરિત સ્થળાંતરને કારણે શ્રમિકોની ઉપલ્બધતાનો અભાવઃ

શ્રમિકોની ઉપલબ્ધતાના અભાવને કારણે કૃષિની ઘણી કામગીરીને નુકશાન થયુ છે. પરિણામે પરપ્રાંતિય શ્રમિકોના અભાવે ખેતીના કામ માટેના દૈનિક વેતન દરોમાં ખુબ મોટો વધારો થયો છે.

  • ભાવોમાં ઘટાડોઃ

માર્ગ પર વહન માટેના સાધનો અને રાજ્યોની સીમાઓ બંધ થવાના કારણે બજાર સુધી પહોંચી ન શકાતા કૃષિ પેદાશોનના ભાવ તુટ્યા છે.

  • જાહેર માલની અછત:

ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અનાજ, ફળો અને શાકભાજી અને અન્ય આવશ્યક વસ્તુઓ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવી એ સૌથી મુશ્કેલ પડકારજનક કામગીરી છે.

  • વેચાણ પર પ્રતિબંધઃ

સ્વૈચ્છાએ લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે મજુરોની રાજ્યની અંદર કે અન્ય રાજ્યમાં જવા માટેની મનાઇ અને તે સંબધિત મશીનો મળ્યા ન હોવાથી કૃષિ પર અસર થઇ હતી.

  • પુરવઠા-સાંકળમાં વિક્ષેપો:

જાગૃત અવરોધિત રસ્તાઓ સાથે પરિવહન સુવિધાઓની ગેરહાજરીએ સ્થળાંતર લણણી મજૂરી અને કૃષિ-મશીનરીની હિલચાલ પર મર્યાદિત અસર પડે છે.

  • પુરવઠાની વિતરણની કામગીરીમાં વિક્ષેપોઃ

માર્ગ પરિવહનની અછત સાથે રાજ્યમાં વિવિધ સ્થળો રસ્તા બંધ કરવામાં આવતા શ્રમિકોની અને કૃષિસાધનો મળવા પર અસર પડી હતી.

  • લોકડાઉનના કારણે દેવા અને રોકડ પ્રવાહમાં અવરોધઃ

ખેડૂતોએ તેમની પાકની લોન, સોનાની લોન અન્ય દેવાની ચુકવણીની સમસ્યા સહન કરવી પડી હતી. તો આવક પર પણ અસર થઇ હતી.

આ પણ વાંચો: લાંબા સમયથી ચાલી રહેલા ધરણાં ખેડૂતો 'વિજય દિવસ સેલિબ્રેશન' સાથે ઘરે પરત ફર્યા

કોવિડ 19 કૃષિ રાહત પેકેજ

  • ખેડૂતોને રાહત આપતી ક્રેડીટ બુસ્ટઃ

ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા રાહતદરે સંસ્થાકીય ધિરાણની સુવિદ્યાઓ આપવામાં આવી રહી છે. આ યોજનામાં અઢી કરોડ ખેડૂતોને બે લાખ કરોડ રુપિયાના રાહત ધિરાણ સાથે આવરી લેવામાં આવ્યા છે.

  • ખેતી માળખા આધારિત ફંડઃ

ખેડૂતો માટે ખેતરથી અને સહકારી મંડળી, એપીએમસી જેવા અલગ અલગ સ્થળોએ કૃષિના માળખાગત યોજનાના વિકાસ માટે એક લાખ કરોડ રુપિયાનુ ભંડોળ આપવામાં આવશે. જેમાં ખેતરથી ખરીદારો સીધા ખેડૂતો પાસેથી જ ખરીદી કરી શકે છે.

  • ખેડુતો માટે કટોકટીના સમયનું ભંડોળ :

ખેડુતો માટે ઇમરજન્સી વર્કિંગ કેપિટલ તરીકે 30,000 કરોડ રૂપિયાનું વધારાનું ભંડોળ બહાર પડાયુ છે. આ ભંડોળ નાબાર્ડ દ્વારા ગ્રામ્ય સહકારી બેંકો (આરસીબી) અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી)ને તેમની ખેતી આધારિત લોનની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે આપવામાં આવ્યુ છે. આ ભંડોળથી ત્રણ કરોડ નાના અને સીમાંત ખેડૂતોને ફાયદો થવાની સંભાવના છે. આ ઉપરાંત આ વર્ષે પાક લોનની માંગને પહોંચી વળવા માટે પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને ગ્રામ્ય સહકારી બેંકો ને નાબાર્ડ દ્વારા 90,000 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે.

  • માછીમારોની આર્થિક મદદઃ

દરિયાઇ અને તે અંતર્ગત મત્સ્ય ઉદ્યોગના સંકલિત , ટકાઉ અને વ્યાપક વિકાસ માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મરીન, મત્સ્યઉદ્યોગ અને જળચર ઉછેરની પ્રવૃત્તિઓ પર 11,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને માળખાકીય સુવિધાઓ જેમ કે માછીમારી, કોલ્ડ સ્ટોરેજ વિકસાવવા માટે રૂ .9,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.

  • પશુપાલનનો માળખાગત વિકાસ:

દુધની ડેરીની કામગીરી , વઘારાની મૂલ્યની સેવા અને પશુપાલનના માળખાગત ક્ષેત્રમાં ખાનગી રોકાણને ટેકો આપવાના ઉદ્દેશ્યથી રૂ .15,000 કરોડનો પશુપાલન માળખાગત ફંડ જાહેર કરાયુ છે. જેમાં વિશિષ્ટ ડેરી ઉત્પાદનોના નિકાસ માટે પ્લાન્ટ સ્થાપવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે

  • CAMPA ભંડોળનો ઉપયોગ કરીને રોજગારી લક્ષી કામગીરી :

સરકારે આદિવાસી અને અન્ય લોકો માટે રોજગાર નિર્માણની સુવિધા માટે વળતર વનીકરણ વ્યવસ્થાપન અને યોજના સત્તામંડળ (સીએએમપીએ) હેઠળ રૂ છ હજાર કરોડની યોજનાઓને મંજૂરી આપી છે. જેમાં...

(1) વનીકરણ અને વાવેતર શહેરી વિસ્તારો

(2) કૃત્રિમ પુનર્જીવન, સહાયિત કુદરતી નવજીવન

(3) વન વ્યવસ્થાપન, માટી અને ભેજ સંરક્ષણ કાર્યો

(4) વન સંરક્ષણ, વન અને વન્યપ્રાણી સંબંધિત માળખાગત વિકાસ, અને વન્યપ્રાણી સંરક્ષણ અને સંચાલન સહિતના કામોની નોધ લેવામાં આવી છે.

નોંધનીય છે કે CAMPA ફંડ્સ હાલમાં વન અને વન્યપ્રાણી વ્યવસ્થાપનનાં રક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે.

કાયદાકીય મુદ્દાઓ

  • આવશ્યક ચીજવસ્તુ અધિનિયમમાં સુધારા:

આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 મુજબ દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કેટલીક ચીજવસ્તુઓના ઉત્પાદન, સપ્લાય અને વિતરણને પોતાના નિયંત્રણમાં રાખ્યુ છે.

  • કૃષિ બજારના સુધારા:

કેન્દ્ર સરકાર આ માટે કાયદો ઘડશે. જેમાં...

(1) ખેડુતોને તેમના પાકને મહેનતાણાના ભાવે વેચાણ કરવાની પર્યાપ્ત પસંદગીઓ

(2) અવરોધ મુક્ત આંતર-રાજ્ય વેપાર, અને

(3) કૃષિના ઇ-વેપાર માટેના માળખાનો સમાવેશ કરાયો છે.

  • કૃષિ પેદાશોના ભાવ અને ગુણવત્તાની ખાતરી:

ઉત્પાદકોને ન્યાયી અને પારદર્શી રીતે વેપારીઓ, મોટા રિટેલરો અને નિકાસકારો સાથે જોડાવા માટે એક સરળ કાનૂની માળખું બનાવવામાં આવશે.

  • લોકડાઉન દરમિયાન લેવામાં આવેલા પગલાઃ

ખેડૂતો માટે છેલ્લા બે મહિનામાં અનેક પગલા લેવામાં આવ્યા, જેમાં ત્રણ મહિનાની લોન મોરટોરિયમ સહિતના પગલાનો સમાવેશ થાય છે. કૃષિ મંત્રીએ કહ્યુ કે ત્રણ કરોડ જેટલા ખેડૂતોની રુપિયા 4.22 લાખ કરોડની પર મોકૂફી કરવામાં આવી છે.

આરબીઆઈએ પાક લોન પર બે ટકાના વ્યાજ પર રાહત અને ત્રણ ટકાની રાહત તુરંત ચુકવણી જેવા પ્રોત્સાહનનો લાભ પણ 31 મે, 2020 સુધી ત્રણ મહિનામાં વધાર્યો હતો. તો.25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ્સને પણ રુપિયા 25000 રોડની લોનની મર્યાદા સાથે મંજૂર કરાયા છે. જ્યારે 1 માર્ચ, 2020 થી 30 એપ્રિલ, 2020 દરમિયાન કૃષિ ક્ષેત્રે 86,600 કરોડ રૂપિયાની 63 લાખ જેટલી લોન મંજૂર કરવામાં આવી હતી.

નાબાર્ડ દ્વારા માર્ચ 2020માં સહકારી બેંકોને 29,500 કરોડ રૂપિયાના પુનર્ધિરાણ પૂરા પાડવામાં આવ્યા છે. જેમાં ગ્રામીણ માળખાગત વિકાસને સુધારવા માટે મહિના દરમિયાન રાજ્યોને 4,200 કરોડની સહાય પૂરી પાડવામાં આવી હતી.

માર્ચ 2020 થી કૃષિ પેદાશોની ખરીદીમાં સામેલ રાજ્ય સરકારની સંસ્થાઓ માટે પણ રૂ. 6,700 કરોડની કાર્યકારી મૂડી મર્યાદા મંજૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સ્માર્ટ ખેડૂત : રાજ્ય સરકાર ખેડુતોને સ્માર્ટ ફોન ખરીદીમાં 10 ટકા અથવા 1500 રૂપિયાની સહાય આપશે

સરકારે શું પગલાં લીધાં

મોદી સરકારે એપ્રિલ 2016માં e-NAM (ઈલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ) લોન્ચ કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદનો માટે એકીકૃત રાષ્ટ્રીય બજાર પ્રદાન કરવાનો છે. તેની સાથે તમામ APMC ને જોડવામાં આવશે. આ સાથે 1.6 કરોડ ખેડૂતો જોડાયેલા છે. મે 2020 સુધી 1,31,000 વેપારીઓએ e-NAM પર પોતાની નોંધણી કરાવી હતી. એક હજારથી વધુ મંડીઓને ઈ-નામ સાથે જોડવામાં આવી છે. આવતા વર્ષ સુધીમાં 22,000 બજારોને જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સિવાય સરકારે 'PM-કિસાન સન્માન નિધિ' યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. દર ચાર મહિને બે હજારનો હપ્તો આપવામાં આવે છે. ઉચ્ચ આવક ધરાવતા ખેડૂતોને આમાંથી બહાર રાખવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, 14.5 કરોડ ખેડૂત પરિવારોને PM-કિસાન યોજનાનો લાભ મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં નવ કરોડ ખેડૂતો તેમાં જોડાયા છે. 'PM માનધન યોજના' હેઠળ વૃદ્ધ ખેડૂતો માટે પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. આ સાથે જ, સોઇલ હેલ્થ કાર્ડ યોજના પણ ખેડૂતોને મદદ કરી રહી છે.

અનાજ ઉત્પાદનની સ્થિતિ શું છે ?

આઝાદી સમયે 80 ટકા ગ્રામીણ વસ્તી ખેતી પર નિર્ભર હતી. આ બાદ 5 મિલી. ટન અનાજનું ઉત્પાદન થયું હતું, પરંતુ ભારતની વસ્તી માટે આ પૂરતું ન હતું. પ્રથમ પંચવર્ષીય યોજના તૈયાર કરવામાં આવી રહી હતી, ત્યારબાદ કૃષિને કેન્દ્રીય નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી હતી.સાઠના દાયકામાં મોટા ડેમ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. નહેરો બાંધવામાં આવી, કૃષિને પ્રોત્સાહન આપવા માટે વિશેષ સંસ્થાઓની રચના કરવામાં આવી, બિયારણની આયાત માટે માર્ગ મોકળો થતા પરિણામે 1968માં ઘઉંનું ઉત્પાદન 170 લાખ ટન સુધી પહોંચ્યું હતું.

ઉદારીકરણ બાદ ખેતીની ઉપેક્ષા

1991માં વૈશ્વિક ઉદારીકરણની નીતિ (policy of global liberalization) અપનાવ્યા બાદ સરકારની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ હતી. અન્ય ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા બે દાયકાથી ખેતી દ્વારા આવકમાં કોઈ વધારો થયો નથી. 2011ના આંકડા દર્શાવે છે કે, ખેડૂતોની સંખ્યા ઘટીને 77 લાખ થઈ ગઈ છે. આંકડા દર્શાવે છે કે, આજે પણ અડધી વસ્તી ખેતી અને તેને લગતી પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. NSSOના આંકડા (2013) દર્શાવે છે કે, ભારતમાં ખેડૂતની માસિક આવક 6,426 રૂપિયા છે.

આ પણ વાંચો: ખેડૂતોનો વડાપ્રધાન મોદીને ખુલ્લો પત્ર, જાણો શું કરી માંગ....

ક્યાં છે સૌથી વધુ ખેતીની જમીન

2015-16ની કૃષિ વસ્તી ગણતરી મુજબ, ઉત્તર પ્રદેશમાં 2.382 કરોડ ખેતીની જમીન છે. આ બાદ બિહારમાં 1.641 કરોડ, મહારાષ્ટ્રમાં 1.529 કરોડ, મધ્યપ્રદેશમાં એક કરોડ, કર્ણાટકમાં 0.8 કરોડ, આંધ્રપ્રદેશમાં 0.852 કરોડ, તમિલનાડુમાં 0.794 કરોડ ખેતીની જમીન છે. કૃષિ આંકડા 2018 મુજબ, ભારતમાં લગભગ 11,88,08,780 મુખ્ય અને સીમાંત ખેડૂતો છે. 2019-20માં, 11.06 મિલિયન ડાંગર અને 4.06 મિલિયન ઘઉંના ખેડૂતોને MSP પ્રાપ્તિનો લાભ મળ્યો છે. આજે 80 લાખ ખેડૂતો સૌથી ઓછા ભાવે દૂધ વેચે છે.

કૃષિની સમયરેખા

આઝાદી સમયે ગ્રામ્ય વિસ્તારની 80 ટકા જેટલી વસ્તી કૃષિ ક્ષેત્રમાં કામ કરતી હતી. એ સમયે ભારતનું કૃષિ ક્ષેત્રે ઉત્પાદન 5 મીલિયન ટન હતું. એ સમયે આ ઉત્પાદન આખા દેશની વસ્તીનું ભરણ પોષણ કરવા માટે પુરતુ નહોતું, જ્યારે 1950માં પહેલી પંચવર્ષીય યોજના લાગુ કરવામાં આવી ત્યારે ખેતીને કેન્દ્રમાં રાખવામાં આવી હતી.

1960માં સરકારે ડેમ બનાવ્યા, કેનાલના નેટવર્ક બનાવ્યા, એગ્રીકલ્ચરર ઇન્સ્ટીટ્યૂશન્સ બનાવી, બજારોની સંખ્યા વધારી તેમજ સારા બીજની આાયાતના રસ્તા ખુલ્લા મુક્યા. પરિણામે 1968માં દેશના ખેડૂતોએ 170 લાખ ટન ઘઉનું ઉત્પાદન કર્યુ. જે આઝાદી પછી પહેલી વાર 3 ગણુ વધુ અનાજ હતું.

1991ના આર્થિક સુધારા પછી સરકારે પોતાનુ ધ્યાન ખેતી માંથી અન્ય ક્ષેત્રો તરફ કેન્દ્રીત કર્યુ. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમીક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ, OEDCનો છેલ્લો રિપોર્ટ જણાવે છે કે, ગત 2 દાયકામાં ભારતમાં કૃષિ ક્ષેત્રે આવકમાં કોઈ વધારો નોંધાયો નથી. 2001થી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આ સમયગાળામાં 77 લાખ ખેડૂતોનો ઘટાડો નોંધાયો છે. NCRBના અહેવાલ પ્રમાણે વર્ષ 1995 બાદથી ખેડૂતોની આત્મહત્યાનો આંકડો ત્રણ લાખને પાર પહોંચી ગયો છે.

શું પગલાં લઈ શકાય ?

એગ્રીટેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવું જોઈએ. પાકને યોગ્ય ભાવ મળે તે માટે બજારો વધારવી પડશે. વેરહાઉસિંગ અને કોલ્ડ સ્ટોરેજની સંખ્યા વધારવી પડશે. ગ્રામીણ ભારતમાં વિકાસનો સમયગાળો લંબાવવા માટે ભારત સરકારે ખેડૂતોની દૈનિક કમાણી વધારવા પર કામ કરવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ 2022 સુધીમાં ખેતીની આવક બમણી કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યો છે. સિંચાઈ સુવિધાઓ, વેરહાઉસિંગ અને કોલ્ડ સ્ટોરેજ જેવા કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધતા રોકાણને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્ર આગામી થોડા વર્ષોમાં વધુ સારી ગતિ જનરેટ કરે તેવી અપેક્ષા છે. વધુમાં, આનુવંશિક રીતે સંશોધિત પાકોનો ઉપયોગ ભારતીય ખેડૂતો માટે ઉપજમાં સુધારો કરશે. વૈજ્ઞાનિકો અપેક્ષા રાખે છે કે, કઠોળની પ્રારંભિક પાકતી જાતો અને MSPમાં વધારાને કારણે આગામી થોડા વર્ષોમાં ભારત કઠોળમાં આત્મનિર્ભર બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.