ETV Bharat / bharat

Come Back Manjulika : ડર, ડ્રામા અને ડાયલોગનો સમન્વય, 'ભૂલ ભુલૈયા 2'નું ટ્રેલર રિલીઝ - ભૂલ ભુલૈયા 2

ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2'નું ટ્રેલર (Bhul Bhulaiya 2 Trailer Release) સસ્પેન્સ અને ડરથી ભરેલું છે. 22 મે 2022ના રોજ સિનેમાઘરોમાં પ્રવેશ કરશે. અગાઉ આ ફિલ્મ આ વર્ષે 25 માર્ચે રિલીઝ થવાની હતી. ફિલ્મના ટીઝરમાં કાર્તિકનો સ્વેગ બનાવવામાં આવી રહ્યો છે.

'ભૂલ ભુલૈયા 2'નું ટ્રેલર રિલીઝ, 15 વર્ષ બાદ પાછી આવી 'મંજુલિકા'

author img

By

Published : Apr 26, 2022, 3:22 PM IST

હૈદરાબાદ: કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'ભૂલ-ભૂલૈયા-2'નું ટ્રેલર (Bhul Bhulaiya 2 Trailer Release) મંગળવારે (26 એપ્રિલ) રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું છે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર છે. 'ભૂલ ભુલૈયા' વર્ષ 2007માં રિલીઝ થઈ હતી અને હવે ફિલ્મનો બીજો ભાગ આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મ 22 મે 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે. અગાઉ આ ફિલ્મ આ વર્ષે 25 માર્ચે રિલીઝ થવાની હતી. ફિલ્મના ટ્રેલરમાં કાર્તિકનો સ્વેગ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર સસ્પેન્સ અને ડરથી ભરેલું છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: શાહરુખ ખાનના બંગલા 'મન્નત'ની નવી નેમપ્લેટ, કિંમત જાણીને તમને લાગશે આંચકો

3.12 મિનિટનું ટ્રેલર : ટ્રેલરની શરૂઆત 'આમી જે તોમર' ગીતથી થાય છે અને ત્યારબાદ અભિનેત્રી તબ્બુનો અવાજ આવે છે, જે હવેલીમાં મંજુલિકાની હાજરી વિશે જણાવે છે. આ પછી, અભિનેતા કાર્તિક આર્યનની એન્ટ્રી થાય છે અને તે પોતાનો પરિચય આપે છે. કાર્તિક લુક અને સ્ટાઇલમાં શાનદાર લાગી રહ્યો છે. ટ્રેલરમાં કાર્તિક-કિયારા વચ્ચેનો રોમાંસ પણ જોવા મળ્યો છે.

રાજપાલ યાદવ ફરી ફિલ્મમાં જોવા મળશે : રાજપાલ યાદવ ફરી એકવાર ફિલ્મમાં જોવા મળશે. ટ્રેલરમાં રાજપાલ યાદવનું કામ પણ પ્રશંસનીય છે. ટ્રેલર બતાવે છે કે 15 વર્ષ પહેલા અક્ષય કુમાર, વિદ્યા બાલન અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ 'ભૂલ ભુલૈયા'માંથી માત્ર રાજપાલ યાદવનું જ પત્તું કાપવામાં આવ્યું નથી, અન્ય તમામ પાત્રો નવા દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં કિયારા અડવાણીએ મંજુલિકાનું પાત્ર ભજવ્યું હતું.

કાર્તિકનો લુક સામે આવ્યો : આ પહેલા ટીઝર શેર કરતા કાર્તિકે લખ્યું હતું કે, 'રુહ બાબા આવી રહ્યા છે, મંજુલિકા સાવધાન રહો'. અત્યાર સુધી આ ફિલ્મથી કાર્તિકનો લુક સામે આવ્યો હતો. આ તમામમાં કાર્તિક પીળા આઉટફિટમાં જોવા મળ્યો હતો, પરંતુ આ વખતે નવા પોસ્ટરમાં કાર્તિક બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Palak Tiwari Photograph : પલક તિવારીની હોટનેસને જોઈને ચાહકોની થયા તોબા તોબા

હોરર કોમેડી ફિલ્મ : 53 સેકન્ડના આ ટીઝરમાં માત્ર કાર્તિક આર્યન અને રાજપાલ યાદવનો ચહેરો બતાવવામાં આવ્યો હતો. ટીઝરમાં મંજુલિકાનો અડધો અવતાર પણ જોવા મળ્યો હતો. આ એક હોરર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ, મુરાદ અને કૃષ્ણ કુમાર કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમી દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ 'વેલકમ' અને 'રેડી' જેવી હિટ ફિલ્મો આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.