- ભીમા કોરેગાંવ એલ્ગર પરિષદ મામલાના આરોપી સ્ટેન સ્વામીની તબિયત લથડી
- જેલ અધિકારીઓએ મુંબઈની જે. જે. હોસ્પિટલની મેડિકલ રિપોર્ટ કોર્ટને સોંપી હતી
- સ્વામીની શ્રવણ શક્તિ ઘટી ગઈ છે, અનેક અંગ પણ નબળા પડી ગયા છેઃ રિપોર્ટ
મુંબઈઃ હાઈકોર્ટના આદેશ પર સ્વામીની આ અઠવાડિયાના શરૂઆતમાં તપાસ કરવામાં આવી હતી. જેલ અધિકારીઓએ મુંબઈની જે. જે. હોસ્પિટલની મેડિકલ રિપોર્ટ કોર્ટને સોંપી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સ્વામીની શ્રવણ શક્તિ ઘટી ગઈ છે. તેના અનેક અંગ સુસ્ત પડી ગયા છે. આ સાથે જ તેને શરીરમાં ધ્રુજારી પણ થઈ રહી છે.
આ પણ વાંચો- દિલ્હી કોર્ટમાં ગણતંત્ર દિવસ હિંસા મામલે ચાર્જશીટ દાખલ
શુક્રવારે વીડિયો કોન્ફરન્સથી જસ્ટિસની બેન્ચ સમક્ષ રહ્યા હાજર
આપને જણાવી દઈએ કે, 84 વર્ષના સ્ટેન સ્વામી પાર્કિન્સન્સ બીમારીથી પીડાય છે અને મુંબઈના તલોજા જેલમાં બંધ છે. જેને ધ્યાનમાં રાખી તેણે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર, શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી જસ્ટિસ એસ. જે. કથાવાલા અને જસ્ટિસ એસ. પી. તાવડેની બેન્ચ સમક્ષ હાજર થયા હતા.
આ પણ વાંચો- પાટણ સબ જેલના કેદીઓ બે મહિના માટે મુક્ત થયા
હાઈકોર્ટના આદેશ પર સ્વામીની તપાસ કરવામાં આવી
હાઈકોર્ટના આદેશ પર સ્વામીની આ અઠવાડિયાની શરૂઆતમાં જ તપાસ કરવામાં આવી હતી. જેલ અધિકારીઓમાં મુંબઈની જે. જે. હોસ્પિટલની મેડિકલ રિપોર્ટ કોર્ટને સોંપી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સ્વામીની સાંભળવાની શક્તિ ઘટી ગઈ છે. આ સાથે જ તેના અનેક અંગ પણ સુસ્ત પડી ગયા છે. તેને ચાલવામાં તકલીફ છે. જોકે, સ્વામીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેને ઘણું સહન કરવું પડી રહ્યું છે. મને 8 મહિના પહેલા અહીં લાવવામાં આવ્યો હતો. હું સ્વસ્થ હતો અને મારું શરીર પણ યોગ્ય રીતે કામ કરતું હતું, પરંતુ આ 8 મહિના દરમિયાન હું કમજોર પડી ગયો છું.