બેતુલ: મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના સાઈખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના જાવરા ગામમાં એક અનોખા લગ્ન થયા હતા. અનોખા એટલા માટે, કારણ કે દુલ્હન ટ્રેક્ટર ચલાવીને લગ્નના (Bride on Tractor in Betul) મંડપમાં પહોંચી હતી. દુલ્હનની ધમાકેદાર એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. દુલ્હનની આ સ્ટાઇલ બધાને ગમી. જ્યારે આ વીડિયો મહિન્દ્રા કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રાએ જોયો તો તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો.
આ પણ વાંચો: રેલવેની બેદરકારીને કારણે સરકારી ચોખાની હજારો બોરીઓ બગડી
આનંદ મહિન્દ્રાએ આપી પ્રતિક્રિયાઃ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી (Anand Mahindra said bharti on Swaraj) છે. તેણે લખ્યું- દુલ્હન ભારતી સ્વરાજ લઈને આવી (Bharti on swaraj) છે, આ શાનદાર છે. આનંદ મહિન્દ્રાના ટ્વીટ બાદ હવે લોકો આના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, લગ્ન માટે દુલ્હન જે ટ્રેક્ટર ચલાવી રહી હતી તે આનંદ મહિન્દ્રાની કંપનીનું છે. ઉદ્યોગપતિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ નવી પ્રતિભાને પ્રોત્સાહન આપીને લોકોને પ્રોત્સાહિત કરતા રહે છે.
-
Bride named ‘Bharti’ driving a Swaraj. (A @MahindraRise brand) Makes sense… https://t.co/pfSNEe1MDh
— anand mahindra (@anandmahindra) May 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bride named ‘Bharti’ driving a Swaraj. (A @MahindraRise brand) Makes sense… https://t.co/pfSNEe1MDh
— anand mahindra (@anandmahindra) May 31, 2022Bride named ‘Bharti’ driving a Swaraj. (A @MahindraRise brand) Makes sense… https://t.co/pfSNEe1MDh
— anand mahindra (@anandmahindra) May 31, 2022
આ પણ વાંચો: વાહ.. ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા, મૈસુરના શિલ્પકારને મળશે આ સન્માન
કાર અને ડોલીનો ટ્રેન્ડ જૂનો થયોઃ જાવરા ગામની રહેવાસી વાસુ કાવડકર અને ભારતી તાગડેના લગ્ન 25 મેના રોજ સંપન્ન થયા હતા. પોસ્ટ ગ્રેજ્યુએટ ભારતીએ જણાવ્યું કે- "લગ્નમાં કાર અને ડોલીની એન્ટ્રી લેવાનુ ચલણ જૂનુ થઈ ગયુ છે. લગ્ન એક જ વાર થાય છે, તેથી લગ્ન નક્કી થયા ત્યારથી જ કન્યાની મંડપમાં એન્ટ્રીનો અનોખો વિચાર રહ્યો હતો. ટ્રેક્ટર સરળતાથી ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ છે, જ્યારે હું ટ્રેક્ટર કેવી રીતે ચલાવવું તે જાણતી હતી, તેથી વિચાર્યું કે, હવે હું લગ્નના મંડપમાં ટ્રેક્ટરમાંથી એન્ટ્રિ (Bride drive tractor to reach mandap) લઈશ.