ETV Bharat / bharat

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - આજનું રાશિ ભવિષ્ય

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

આજનું રાશિફળ
ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Jan 16, 2020, 6:00 AM IST

મેષ : આર્થિક અને વ્‍યાવસાયિક રીતે આજનો દિવસ લાભદાયી હોવાનું જણાઈ રહ્યું છે. આર્થિક લાભ મળશે. લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકશો. શરીર અને મનથી સ્‍વસ્‍થ રહેશો. મિત્રો અને કુટુંબના સ્‍વજનો સાથે ખૂબ આનંદમાં દિવસ પસાર થાય. વધારે લોકો સાથે સંપર્કમાં રહેવાનું થાય. વેપારીઓ તેમના વેપારનું વિસ્‍તરણ અને આયોજન કરી શકશે. લોકહિતનું કાર્ય આપના હાથે થશે.

વૃષભ : વિચારોની વિશાળતા અને વાણીનો જાદૂ આજે અન્‍યને પ્રભાવિત અને મંત્રમુગ્‍ધ કરશે. લોકો સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં સફળતા મળશે. વાંચન લેખનમાં અભિરૂચિ વધશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા મળવા છતાં નિષ્‍ઠાપૂર્વક આપ આગળ વધશો. પાચનતંત્રની સમસ્‍યાથી તબિયત બગડવાની શક્યતા છે.

મિથુન : આજે આપની માનસિક ગડમથલ વધુ રહેવાની શક્યતા જણાતા અગત્‍યના નિર્ણયો લેવામાં આપ દ્વિધા અનુભવશો. માતા અને સ્‍ત્રીઓ સંબંધી બાબતમાં વધારે સંવેદનશીલ બનશો. વધુ પડતા નકારાત્મક વિચારોના બદલે કાર્યશૈલીમાં નવીનતા આવે તેવું કંઈક વિચારશો તો આપને વધુ સાનુકૂળતા થશે. અનિદ્રાની સમસ્યા હોય તેઓ સ્વાસ્થ્યની એકાદ ફરિયાદ કરે તેવી પણ સંભાવના છે. શક્ય હોય તો પ્રવાસ ટાળવો. પાણી કે અન્‍ય પ્રવાહી પદાર્થો ભયજનક પુરવાર થઇ શકે છે. જમીન, મિલકત વગેરેની ચર્ચા નિવારવી.

કર્ક : આજે કાર્ય સફળતા આપની રાહ જોઇ રહી છે, આના કારણે આપનો આનંદ ઉત્‍સાહ બમણો થશે, મન તાજગી અને પ્રફુલ્‍લતા અનુભવે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મુલાકાત અને પ્રવાસ પર્યટન જવાનો કાર્યક્રમ ઘડાય. ભાગ્‍યનો પ્રબળ સહકાર આપને મળશે. કાર્યક્ષેત્રે હરીફોના હાથ હેઠા પડશે.

સિંહ : આપનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. લાંબાગાળાના આયોજનો આપને દ્વિધામાં મુકશે. કાર્યમાં ધારી સફળતા મેળવવા માટે આયોજન, વૈચારિક નવીનતા અને પરિશ્રમનો સંગમ હોવો જરૂરી છે. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. દૂર વસતા મિત્રો, સ્‍નેહીજનો સાથેનો સંદેશ વ્‍યવહાર લાભદાયી નીવડે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. ક્રોધ અને અહમ આપનું કામ બગાડી શકે છે માટે શાંતિ રાખવાની સલાહ છે.

કન્યા : વૈચારિક સમૃદ્ધિ અને વાણીની મોહકતાથી આપ લાભ અને સુમેળભર્યા સંબંધો વિકસાવી આપનું કામ કઢાવી શકશો. વ્‍યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી નીવડે. આપનું આરોગ્‍ય જળવાશે તથા મન પણ સ્‍વસ્‍થ રહેશે. સગાંસ્‍નેહીઓ સાથે મુલાકાત થાય અને સુખઆનંદની પ્રાપ્તિ થાય. ધન લાભ તેમજ પર્યટનના યોગ છે.

તુલા : આજે આપે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આપનું મન પણ સહેજ ઉચાટભર્યું રહેશે. આપના બેજવાબદાર વલણને કારણે આપ મુશ્કેલીમાં મુકાઇ શકો છો માટે કામમાં એકચિત્ત રહેવું અને જવાબદારી ઉપાડવાની અને નિભાવવાની તૈયારી રાખવી. વાણીમાં મીઠાશ લાવજો. મનોરંજન અને મોજમસ્તીમાં નાણાં ખર્ચો તેવી શક્યતા છે. આધ્યાત્મિકતા આપને મદદરૂપ સાબિત થશે.

વૃશ્ચિક : નોકરી ધંધા અને વ્‍યવસાય ક્ષેત્રે આજે આપને લાભ જ લાભ છે. આ સાથે મિત્રો, સગાંસંબંધીઓ અને વડીલો તરફથી પણ લાભ પ્રાપ્તિનો સંકેત છે. સામાજિક મેળાવડા, પર્યટન જેવા પ્રસંગોમાં જવાનું બને. શરીર અને મનથી આપ ખૂબ પ્રફુલ્લિત રહેશો. આવકના સ્‍ત્રોત વધશે. અપરિણિતો માટૈ લગ્‍નયોગ બને છે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.

ધન : આર્થિક અને વેપારના આયોજન કરવા માટે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કાર્ય સરળતાપૂર્વક સફળ બનશે. પરોપકારની ભાવના આજે બળવત્તર રહેશે. આનંદ પ્રમોદ સાથે આપનો દિસ પસાર થાય. નોકરી વ્‍યવસાયમાં બઢતી અને માનસન્‍માન પ્રાપ્‍ત થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ વ્‍યાપી રહેશે.

મકર : આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશે. બૌદ્ધિક કાર્યો અને વ્‍યવસાયમાં નવી વિચારસરણી અમલમાં મૂકશો. લેખન અને સાહિત્‍યને લગતી પ્રવૃત્તિઓમાં આપની સર્જનાત્‍મકતા દેખાશે, છતાં મનના કોઇક ખૂણે આપને અસ્‍વસ્‍થતા અનુભવાશે. પરિણામે શારીરિક થાક અને કંટાળો રહે. સંતાનોના પ્રશ્નો વિશે ચિંતા ઉદભવે. ઉપરી અધિકારીઓ કે હરીફો સાથે ચર્ચામાં ઉતરવું હિતાવહ નથી.

કુંભ : નકારાત્‍મક વિચારો દૂર રહેવાની સલાહ છે. આ સમયે માનસિક ઉદ્વેગ અને ક્રોધની લાગણી છોડશો નહીં તો તમારા પરફોર્મન્સ પર નબળી અસર પડી શકે છે. ખર્ચ વધશે. વાણી પર સંયમ નહીં રાખો તો પરિવારમાં કોઈની સાથે મનદુ:ખ થઈ શકે છે. આરોગ્‍યની પણ વિશેષ કાળજી લેવી. શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી તેમજ વાહન શાંતિથી ચલાવવું. ઇશ્વરનું નામ સ્‍મરણ અને આધ્‍યાત્મિક વાંચન આપને માનસિક શાંતિ આપશે.

મીન : આપનો વર્તમાન દિવસ સુખશાંતિથી પસાર થશે. વેપારીઓને ભાગીદારી માટે શ્રેષ્‍ઠ સમય છે. પતિ- પત્‍ની વચ્‍ચે દાંપત્‍યજીવનમાં નિકટતાનો અનુભવ થાય. મિત્રો સ્‍વજનો સાથે મિલન મુલાકાત થાય. પ્રેમીજનોનો રોમાન્‍સ વધુ ગાઢ બનશે. જાહેર જીવનમાં પ્રસિદ્ધિ મળે. ઉત્તમ લગ્‍નસુખ પ્રાપ્‍ત થાય.

Intro:Body:

rashi fal

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.