પાણીનું ભયંકર સંકટ આપણી રાહ જોઈ રહ્યું છે. પીવાના પાણીના સંસાધન અનેક કારણોને લઈ ઓછા થતાં જાય છે. ત્યારે આવા સમયે જો આપણે સતર્ક થઈને યોગ્ય પગલા નહીં ભરીએ તો એક ટીપુ પાણી માટે પણ તરસતા રહી જઈશું. ગત વર્ષે જ તમિલનાડૂ અને મહારાષ્ટ્રમાં જે જળ સંકટનો સામનો કરવો પડ્યો તે જગ જાહેર છે. જો સરકારો જળ સંકટના મુદ્દા પર ગંભીરતાથી વિચારશે નહીં તો ભારત 2022 સુધીમાં જળ યુદ્ધને નોતરતા દેશોમાં સામેલ થઈ જશે.
જળ શક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું હતું કે, આ સંકટ માટે નાગરિક અને સરકાર બંને સરખી રીતે જવાબદાર છે. તેમણે કહ્યું હતું કે, ભારતીયો ફક્ત અધિકારોની વાત કરે છે, પણ કર્તવ્યો વિશે ક્યારેય વાત કરતા નથી. શેખાવતનો દાવો છે કે, આ હકીકતથી કોઈ મોઢું ફેરવી ન શકે કે, ચેન્નઈ અને બેંગ્લુરુ બીજા કેપટાઉનમાં બદલાઈ શકે છે.
કેપટાઉને વૈશ્વિક તાપમાન અને જળવાયું પરિવર્તનના પ્રથમ અસરનો અનુભવ કર્યો છે. 2017-18માં આવેલા જળ સંકટમાં 40 લાખ લોકોને અનેક દિવસો સુધી પીવાનું પાણી નહોતું મળ્યું, જે દુનિયા માટે એક સબક છે.પાણીના ઘટના કારણે શહેરના લોકોને ફક્ત દિવસના 50 લીટર પાણી જ આપવામાં આવ્યું હતું. જે સરેરાશ અમેરિકી દરરોજના સ્નાન માટે ઉપયોગ કરે છે. અમુક એવા લોકોને તો ઈનામ આપવાની પણ જાહેરાત કરી કે, જેણે કપડા ન ધોઈને પાણી બચાવ્યું હતું. સરકારે રેસ્ટોરંટ, દુકાન અને સાર્વજનિક શૌચાલયને પાણીના વણવપરાશને રોકવા માટે આદેશ આપ્યા હતા.
જીરો ડેના નામ પર નગર પાલિકાઓએ મહિના સુધી જળસંગ્રહમાં કાપ મુક્યો હતો. પાણીના બગાડ પર નજર રાખવા માટે જળ પોલીસે ઘરમાં જઈને તપાસ કરી મોટો દંડ ફટકાર્યો હતો. જ્યારે પ્રશાંત મહાસાગરમાં સમુદ્રનું તાપમાન સામાન્ય સ્તરથી ઉપર વધી જાય છે, ત્યારે જળવાયુ પૈટર્નને એલનીનો કહેવાય છે. એલનીનોના પ્રભાવના કારણે, તાપમાનમાં વૃદ્ધિ થઈ અને વાદળ પણ ગાયબ થવા લાગ્યા હતા.
પરિણામ સ્વરુપ દક્ષિણ આફ્રિકા જે હરિયાળીનું પર્યાય હતું, તેને ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. જળાશયો પાણીની માગને પુરી કરી શક્યા નહી. એક સમયે જળ વ્યવસ્થાપનનો શ્રેષ્ઠ ઉદાહરણ રહેલું કેપટાઉન, પાણીની અછત ભોગવી રહ્યું છે. વધતી જતી વસ્તીના કારણે પાણીની માગને પુરી કરવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. જે જળવાયુ પરિવર્તનના વ્યાપક પ્રભાવોમાંનું એક છે.
કેપ ટાઉન શહેર દક્ષિણ આફ્રિકાના દક્ષિણ-પશ્ચિમ તટ પર સ્થિત એક બંદર છે. જે વિશ્વના સૌથી મોટા શહેરમાનું એક છે. આ એજ શહેર છે, જ્યાં નેલ્સન મંડેલાને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. દર વર્ષે લગભગ 20 લાખ પર્યટકો કેપ ટાઉન ફરવા જાય છે. ફક્ત પર્યટનનું યોગદાન અહીની અર્થવ્યવસ્થામાં 330 કરોડ ડૉલર છે, જે આવકનો મુખ્ય સ્ત્રોત છે.
ફાઈવ સ્ટાર હોટલ, સુંદર બીચ, શાનદાર બંદર, કેબલ કાર, દ્વિપ રિસોર્ટ, સાયકલ રેસ, ક્રિકેટ, રગ્બી અહીં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પણ વધતા જળ સંકટની સાથે આ તમામ સાધનો નિરર્થક સાબિત થઈ રહ્યા છે. પાણીની અછતના કારણે પર્યટન પણ પ્રભાવિત થયું છે અને અર્થવ્યવસ્થા પણ ધીમી થઈ છે. પાણીના એક ટીપાએ વર્ષોના વિકાસને ડૂબાવ્યો છે.
આપણે ભલે કેપટાઉનના જળસંક્ટ પ્રત્યે ઉદાસિન થઈએ, પણ આ દુનિયા ભરના દેશો માટે ખતરાની નિશાની છે. બ્રાઝિલમાં પણ સાઓ પાઉલો એક ગંભીર જળ સંકટની અણીએ આવીને બેઠું છે. અને આવી જ હાલત બેગ્લુરુની પણ છે. બીઝિંગ, કાહિરા અને મૉસ્કોની હાલત પણ સારી નથી. આજે પણ શહેરના નાગરિકો પાણીના ટેન્કર પર નિર્ભર છે. સ્વતંત્રતાના સમયે, પ્રતિ વ્યક્તિ પાણીની આવક 5000 ઘન મીટર હતી, જે 2018માં ઘટીને 1540 રહી ગઈ છે.આપણે જંગલોને કાપી રહ્યા છીએ અને વિકાસના નામે ઝરણાઓનો નાશ કરી રહ્યા છીએ. ચોમાસુ અનિયમિત થતું જાય છે. ભલે વરસાદ સમયસર થતો હોય, પણ આપણી પાસે વરસાદના પાણી માટે સંગ્રહ કરવાની કોઈ યોજના નથી. પરિણામ સ્વરુપ ભૂજળ સ્તરમાં સંકટપૂર્ણ ઘટાડો નોંધાયો છે. તેલંગણા સરકાર દ્વારા શરુ કરેલું મિશન કાકતીય અને મિશન ભગીરથ આવી વિકટ પરિસ્થિતીમાં આશાનું કિરણ સાબિત થશે.
પૃથ્વીના 70 ટકા વિસ્તારમાં પાણી છે, પણ તેનો ફ્કત ત્રણ ટકા ભાગ જ મીઠુ પાણી ધરાવે છે. વિશ્વની વસ્તી 800 કરોડની છે. લગભગ એક કરોડ લોકો પાણીની અછતમાં જીવી રહ્યા છે. 270 કરોડ લોકો પાણીની અછતના કારણે મહામુસીબતમાં જીવન પસાર કરી રહ્યા છે. દુનિયાભરના 500 શહેર, જેમાં અમુક ભારતના શહેર પણ સામેલ છે.
પરિણામ સ્વરુપ ખેત પેદાશો પ્રભાવિત થઈ રહી છે. નદીઓ ગટર બનતી જાય છે. જ્યારે કોઈ નદીનું ધોવાણ થાય છે, ત્યારે આજુબાજુની સહાયક નદીઓને પણ તેની માઠી અસર થાય છે. જળવાયુ પરિવર્તનને ધ્યાને રાખી જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની વધુમાં વધુ જરુર છે. આ જવાબદારી સરકાર સાથે નાગરિકોને પણ વહન કરવી જોઈએ. ઉભરતા સંકટને દૂર કરવા માટે દરેક નાગરિકે પોતાની જરુરી ભૂમિકા ભજવવી જોઈએ.