- આજે 2 ડિસેમ્બર એટલે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ
- લોકો સુધી કમ્પ્યૂટર અને ટેક્નોલોજી માહિતી પહોંચાડવાનો દિવસ
- ચાર્લ્સ બેબેજે વિશ્વનું પહેલું કમ્પ્યૂટર બનાવ્યું હતું
ન્યૂઝ ડેસ્કઃ વિશ્વ કમ્પ્યૂટર જાણકારી દિવસની ઉજવણીની શરૂઆત જે લોકો સુધી હજુ સુધી કમ્પ્યૂટર કે ટેક્નોલોજીની માહિતી પહોંચી નથી તે લોકોને કમ્પ્યૂટર કે ટેક્નોલોજી વિશે માહિતગાર કરવાનો છે. સોશિયલ મીડિયા અને મીડિયા ચેનલ પર કમ્પ્યૂટરનું વિજ્ઞાપન કરીને તેની જરૂરિયાત ધરાવતા લોકો સુધી માહિતી પહોંચાડવી એ કમ્પ્યૂટર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું સૌથી સરળ માધ્યમ છે. વર્ષ 2001માં વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસની માન્યતા ભારતીય પીસી સંસ્થા એનઆઈઆઇટી દ્વારા બહાર પાડવામાં આવી હતી. વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ એ એનઆઈઆઇટીના વીસમા સ્મરણ પ્રસંગને સૂચવે છે. વિશ્વમાં ડિજિટલ વિભાજન ઘટાડવા માટે અને કમ્પ્યૂટર અને ટેક્નોલોજી વિશે ડિજીટલ સાક્ષરતા વધારવા માટે દર વર્ષે 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. બ્રિટીશ ગણિતશાસ્ત્રી અને મિકેનિકલ એન્જિનિયર અને જેમના વિચારોથી કમ્પ્યૂટરની શોધ કરવામાં મદદ મળી હતી તેવા ચાર્લ્સ બેબેજે વિશ્વનું પહેલું કમ્પ્યૂટર બનાવ્યું હતું.
જાણો...કમ્પ્યૂટરનું મહત્ત્વ
આજના સમયમાં પોતાના મહત્વપૂર્ણ યોગદાન માટે કમ્પ્યૂટર લોકોના જીવનમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. સમયાંતરે કમ્પ્યૂટરની ઉભરતી ટેક્નોલોજીમાં ઉત્ક્રાંતિ કરવામાં આવી છે. આ ઉત્ક્રાંતિમાં એનાલિટિકલમાંથી ડિજિટલ તરફનો તેનો વિકાસ એ સૌથી મહત્વપૂર્ણ ઉત્ક્રાંતિ છે. આજના સમયમાં કમ્પ્યૂટર ખૂબ જ ઝડપથી અને સરળતાથી સુલભ બન્યા છે અને આંખના પલકારામાં માહિતીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સશક્ત બન્યા છે. માનવીના જીવનમાં કમ્પ્યૂટર સૌથી વિશ્વસનીય મશીન છે અને માટે તેના ફાયદા મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકે અને અદ્યતન ટેક્નોલોજીથી પોતાના જીવનને સુવિધાયુક્ત બનાવી શકે તે માટે વિશ્વમાં તેના વિશે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. એક તરફ એમ કહેવામાં આવી રહ્યુ છે કે, વિદ્યાર્થીઓમાં કમ્પ્યૂટરની સાક્ષરતા વધી રહી છે પરંતુ તેમ છતા કોમપ્યુટરની સાક્ષરતા વિશેની અનેક વ્યાખ્યાઓ ઉપલબ્ધ છે. કમ્પ્યૂટર સાક્ષરતા એટલે કમ્પ્યૂટર પ્રોગ્રામ્સનો અને કમ્પ્યૂટર સાથે જોડાયેલી એપ્લિકેશન્સનો સારી રીતે ઉપયોગ કરવાની સમજ હોવી.
કમ્પ્યૂટર વિશેની પ્રાથમિક માહિતી
- કામ્પ્યૂટર વિશે લોકોને જાગૃત કરવાની શરૂઆત વર્ષ 2001માં કરવામાં આવી
- કમ્પ્યૂટર વિશેની જાગૃતી એટલે કે કમ્પ્યૂટર અને ટેક્નોલોજીનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવાની સમજ આપવી
- દરેક ક્ષેત્રમાં કમ્પ્યૂટર ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે જે તેમને તેમનું કાર્ય પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે
- ટેક્નોલોજીની હંમેશા આવશ્યકતા રહે છે અને તેમાં સતત પરિવર્તન આવતું રહે છે
- દર વર્ષે વિશ્વભરમાં બે બીલિયનથી વધુ કમ્પ્યૂટરનું વેચાણ થાય છે
- વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસનો મુખ્ય ધ્યેય વિશ્વમાં ડીજીટલ વિભાજન વધારવાનું છે
- વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ડિજિટલ જાગૃતિને પ્રોત્સાહન આપે છે
વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ વિશેની રસપ્રદ હકીકત
- બીજી ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે
- બીજા વિશ્વયુદ્ધ પહેલા કમ્પ્યૂટરના સાક્ષર લોકો ન હતા
- ચાર્લ્સ બેબેજે વિશ્વનું પહેલુ કમ્પ્યૂટર બનાવ્યું હતું
- 1930મી સદીના અંતમાં પ્રોગ્રામેબલ કમ્પ્યૂટરની શોધ થઈ હતી
- ડિજિટલ સાક્ષરતા દ્વારા એન્ટ્રપ્રેન્યોરશિપને પ્રોત્સાહન આપવામાં આવે છે
- વિશ્વની કુલ વસ્તીમાંથી 55 ટકા વસ્તી એશિયામાં હોવા છતા એશિયામાં માત્ર 49 ટકા ઈન્ટરનેટ યુઝર છે
- ઉત્તર અમેરિકામાં 95 ટકા ઈન્ટરનેટ યૂઝર છે જ્યારે ત્યાં માત્ર વિશ્વની કુલ વસ્તીના માત્ર 4.8 ટકા લોકો વસે છે.
ભારતમાં ડિજિટલ વિભાજન
- એનએસએસઓના ડેટા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 4.4 ટકા વસ્તી અને શહેરી વિસ્તારમાં 23.4 ટકા વસ્તી કમ્પ્યૂટર ધરાવે છે. વધુમાં શહેરી વિસ્તારમાં કમ્પ્યૂટર ધરાવતા કુલ લોકોમાંથી 42 ટકા લોકો પાસે ઇન્ટરનેટ કનેક્શન છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કમ્પ્યૂટર ધરાવતી કુલ વસ્તીમાંથી માત્ર 14.9 ટકા લોકો પાસે કમ્પ્યૂટર કનેક્શન છે.
- 2019માં નિલ્સને આપેલા અહેવાલ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની 70 ટકા વસ્તી પાસે સક્રિય ઇન્ટરનેટ કનેક્શનનો અભાવ છે.
- એનએસએસઓના 75મા રાષ્ટ્રીય સરવે (2017-2018)ની માહિતી પ્રમાણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પુરૂષો અને મહિલાઓ વચ્ચે કમ્પ્યૂટર અને ઇન્ટ્રનેટનો ઉપયોગ કરવાની ક્ષમતાને લઈને મોટું અંતર રહેલું છે.