નવી દિલ્હી: નોર્થ-ઈસ્ટ જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં તે સમયે ઉહાપોહ મચી ગયો હતો. જ્યારે નાગરરિક્તા સંશોધન કાયદો અને NRCના વિરોધમાં મહિલાઓએ જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે પ્રદર્શન શરૂ કર્યું હતું. જેથી વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યાં છે.
પોલીસ કરી રહી છે સમજાવવાના પ્રયોસા
જાફરાબાદ મેટ્રો સ્ટેશન સામે વિરોધ કરનારી મહિલાઓ રસ્તાની વચ્ચે જ બેસી ગઇ હતી, ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મહિલાઓને સમજાવવાના પ્રયાસો કર્યો હતો, પરંતુ પ્રદર્શનકારી મહિલાઓ અને પુરૂષોએ રસ્તા પર જ બેસીને વિરોધ શરૂ કરી દીધો હતો.
આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારી વચ્ચે ઘક્કા-મુક્કી પણ જોવા મળી હતી. જેથી પોલીસે ભીડને નિયંત્રણમાં લાવવા માટે થોડો બળનો પ્રયોગ પણ કર્યો હતો.